• મંગળવાર, 25 જૂન, 2024

આર્ચરી વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમની ગોલ્ડ મેડલ હેટ્રિક

યેચિયોન (દ. કોરિયા), તા.26: જ્યોતિ સુરેખા, પરનીત કૌર અને અદિતિ સ્વામીની ભારતીય ત્રિપુટીએ આર્ચરી વર્લ્ડ કપમાં મહિલા કમ્પાઉન્ડ વર્ગમાં સતત ત્રીજો ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ સર્જ્યો છે જ્યારે ભારતની મિક્સ્ડ ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો. દુનિયાની નંબર વન ભારતીય મહિલા ટીમે ફાઇનલમાં તૂર્કીની ટીમ વિરુદ્ધ 232-226 પોઇન્ટના અંતરથી જીત મેળવી ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. જ્યોતિ, પરનીત અને અદિતિની ત્રિપુટીએ આર્ચરી વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલની હેટ્રિક રચી છે. ગયા મહિને સાંઘાઈમાં ઇટાલીની ટીમને હાર આપીને ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો અને ગયા વર્ષે પેરિસ વર્લ્ડ કપમાં પણ વિજેતા બની હતી. જો કે જ્યોતિ સુરેખા અને પ્રિયાંશની જોડી કમ્પાઉન્ડ મિક્સ્ડ ડબલ્સના ફાઇનલમાં હારી હતી. આથી આ જોડીને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજકોટના બસ સ્ટેશનમાં મહિલા તબીબના મોબાઈલ નંબર લખી બદનામ કરનાર બાબરાના તબીબની શોધખોળ June 24, Mon, 2024