• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

નેશનલ કોન્ફરન્સ કહે છે 370 પરત લાવશું, કોંગ્રેસ કેમ ચૂપ ? શાહ

કાશ્મીરમાં અમિત શાહે સંકલ્પ પત્ર જારી કરતા કહ્યું, 370 હવે ઈતિહાસ, ક્યારેય પરત નહીં આવે

 

શ્રીનગર, તા. 6 : ભાજપે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ઘોષણા પત્ર જારી કરી દીધું છે. ગૃહ મંત્રી અમિત શાહે ઘોષણા પત્ર જારી કરતા ઘણા વચનો આપ્યા હતા અને સાથે કોંગ્રેસ તેમજ નેશનલ કોન્ફ્રેન્સ ઉપર પ્રહારો પણ કર્યા હતા. શાહે કહ્યું હતું કે નેશનલ કોન્ફ્રેન્સ વચન આપી રહી છે કે સત્તા મળશે તો આર્ટિકલ 370 પરત લાવવામાં આવશે. આ વચન ઉપર કોંગ્રેસ કેમ ચૂપ છે? શું મૌન સહમતિ છે? અમિત શાહે આગળ કહ્યું હતું કે તેઓ સ્પષ્ટ કરવા માગે છે કે આર્ટિકલ 370 હવે ઈતિહાસ છે અને તેને પરત લાવવા દેવાશે નહી. અલગતાવાદની વિચારધારા જ યુવાનોને વિકાસને બદલે આતંકવાદ તરફ શિફ્ટ કરતી હતી. હવે 370 અને 35એની ક્યારેય વાપસી થશે નહીં.

છેલ્લા 10 વર્ષ કાશ્મીર માટે શાંતિ અને વિકાસના રહ્યા છે. પહેલા પાકિસ્તાનમાં બેસીને કાશ્મીર બંધ રાવવામાં આવતું હતું પણ હવે આવી સ્થિતિ નથી. પથ્થરબાજીની ઘટનાઓ પણ બંધ થઈ છે અને તેમાં હવે સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થતા નથી. નેશનલ કોન્ફ્રેન્સ રાજ્યમાં ફરીથી બે વિધાન અને બે નિશાન લાવવા માગે છે. અનામત છીનવી લેવા માગે છે પણ ભાજપ સરકાર આવું થવા દેશે નહી. ગૃહમંત્રી શાહે જારી કરેલા ચૂંટણી  ઢંઢેરામાં કહેવામાં આવ્યું છે કે કાશ્મીરમાં નવી સરકાર બનાવ્યા બાદ શ્વેત પત્ર લવાવવામાં આવશે અને આતંકવાદ ફેલાવનારાઓની જવાબદારી નક્કી થશે. નવી સરકારમાં ઘરની સૌથી વરિષ્ઠ મહિલાને વાર્ષિક 18,000 રૂપિયા આપવામાં આવશે.પ્રેમનાથ ડોગરા રોજગાર યોજના હેઠળ દર વર્ષે 5 લાખ નોકરીની તક, જમ્મુ કાશ્મીરના યુવાનોને પરીક્ષાની તૈયારી મટે દર મહિને 10000 રૂપિયા, જમ્મુમાં આઈટી હબની સ્થાપના, સાબરમતી  રિવરફ્રન્ટની જેમ તવી રિવરફ્રન્ટ, ડલઝીલનો વિશ્વસ્તરીય પર્યટન સ્થળ તરીકે વિકાસ વગેરે જેવા વચનો આપવામાં આવ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિ ફાઇનલમાં ભારતની આજે દ. કોરિયા સામે ટક્કર લીગ રાઉન્ડમાં કોરિયાને હાર આપનાર ભારત આ ટીમને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં September 16, Mon, 2024

Crime

સાયલાનાં સુદામડા ગામે ખનીજ માફિયાઓ વિરુદ્ધ અરજી કરનાર પરિવારનાં ઘર પર અંધાધૂધ ફાયરિંગ September 16, Mon, 2024