• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

માનવ ઈતિહાસનું સૌથી ગરમ વર્ષ રહ્યું 2024

યુરોપિયન જળવાયુ એજન્સીનો ગંભીર દાવો : વિશ્વનું સરેરાશ તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું

 

નવી દિલ્હી, તા. 6 : યુરોપની જળવાયુ એજન્સી કોપરનિક્સે દાવો કર્યો છે કે ચાલુ વર્ષની ગરમી દરમિયાન ધરતીનું તાપમાન સૌથી વધારે રહ્યું હતું. એજન્સીએ કહ્યું છે કે, ચાલુ વર્ષ માનવતાના ઈતિહાસમાં સૌથી વધારે ગરમ વર્ષ રહ્યું છે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે રેકોર્ડતોડ ગરમીનું કારણ કુત્રિમ ઉપરાંત જળવાયુ પરિવર્તન, અલ નીનો પ્રભાવ અને હવામાન સંબંધિત બદલાવ છે.

કોપરનિક્સ અનુસાર જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં સરેરાશ તાપમાન 16.8 ડિગ્રી સેલ્સિયસ હતું. જે 2023ના જૂના રેકોર્ડથી 0.03 ડિગ્રી વધારે ગરમ છે. કોપરનિક્સનો રેકોર્ડ 1940થી છે. જો કે અમેરિકી, બ્રિટિશ અને જાપાની રેકોર્ડ 19મી સદીના મધ્યથી શરૂ થાય છે. જે બતાવે છે કે છેલ્લા દશકમાં સરેરાશ તાપમાન સૌથી વધારે ગરમ રહ્યું છે. વૈજ્ઞાનિકોના માનવા પ્રમાણે 16.8 ડિગ્રી સરેરાશ તાપમાન છેલ્લા 1,20,000 વર્ષોનું સૌથી ઉંચુ તાપમાન છે.

કોપરનિક્સના ડાયરેક્ટર કાર્લો બુઆટેમ્પોના કહેવા પ્રમાણે વર્ષ 2024 અને 2023મા ઓગસ્ટ મહિના દરમિયાન સરેરાશ તાપમાન 16.82 ડિગ્રી સેલ્સિયશ રહ્યું છે. જે વૈશ્વિક તાપમાનના બરાબર છે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે આંકડા બતાવે છે કે કેવી રીતે જળવાયુ પરિવર્તન સકંજો કસી રહ્યું છે. જળવાયુ વૈજ્ઞાનિક જોનાથન ઓવરપેકે કહ્યું હતું કે અમેરિકાના એરિઝોનામાં ચાલુ વર્ષે 100થી વધારે દિવસ સુધી તાપમાન 37.8 ડિગ્રી સેલ્સિયસથી વધારે રહ્યું હતું.સાથે હીટવેવ, ભારે વરસાદ અને પૂર જેવી પણ ઘણી ઘટના બની છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિ ફાઇનલમાં ભારતની આજે દ. કોરિયા સામે ટક્કર લીગ રાઉન્ડમાં કોરિયાને હાર આપનાર ભારત આ ટીમને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં September 16, Mon, 2024

Crime

સાયલાનાં સુદામડા ગામે ખનીજ માફિયાઓ વિરુદ્ધ અરજી કરનાર પરિવારનાં ઘર પર અંધાધૂધ ફાયરિંગ September 16, Mon, 2024