• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

રૂ.15 કરોડથી વધુનું ફુલેકું ફેરવનારા ચાર સ્વામી સહિતનાને ઝડપી લેવા દરોડા

ચીટર ટોળકી સામે રાજકોટ સહિત આઠ ગુના નોંધાયા  સુરત-આણંદના કેસમાં ટોળકીના જામીન નામંજૂર

 

રાજકોટ, તા.6 : રાજકોટ સહિત ગુજરાતભરમાં મંદિર અને ગૌશાળા બનાવવા સહિતના બહાના હેઠળ જુનાગઢ-ભરુચ પંથકના ચાર સ્વામી સહિતની ચીટર ટોળકી  રૂ.1પ કરોડથી વધુનું ફુલેકું ફેરવી ફરાર થઈ ગયાના આઠ ગુના અલગ અલગ શહેરોના પોલીસ મથકોમાં નોંધાયા છે ત્યારે ગુજરાતભરની પોલીસ દ્વારા આ ચીટર ટોળકીને ઝડપી લેવા સ્વામી સહિતની ટોળકીના જુદા જુદા આશ્રય સ્થાનો પર વ્યાપક દરોડા પાડી ઝડપી લેવા દોડધામ શરૂ કરવામાં આવી હતી.

 આ અંગેની વિગત એવી છે કે, મવડી વિસ્તારના નવલનગરમાં રહેતા અને ભકિતનગર સર્કલ પાસે મેઘાણી રંગ ભુવન બિલ્ડીગમાં જમીન મકાનની લેવેચની ભાગીદારી જય મોલીયા સાથે ઓફિસ ધરાવતા જસ્મીન બાલાશંકર માઢક નામના એસ્ટેટ બ્રોકર અને તેના ભાગીદાર જય મોલીયાના સંપર્કમાં આવેલા સુરતના સુરેશ ધોરી નામના શખસે પોઈચા પાસે મંદિર અને ગૌશાળા બનાવવા માટેથી પ10 વીઘા જમીન વેચાતી લેવાની હોય બંને ભાગીદારોને એક વીઘે એક લાખનું કમીશન આપવાની લાલચ આપી અંકલેશ્વર મળવા બોલાવ્યા હતા અને બાદમાં વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી, જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે.કે.સ્વામી, માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી.સ્વામી, દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રિયસ સ્વામી સાથે મુલાકાત (જુઓ પાનું 10)

કરાવી હતી અને મંદિર અને ગૌશાળા બનાવવાની જમીન બાબતે વાત કરી હતી અને બાદમાં પીપળજ ગામના ભુપેન્દ્ર શના પટેલ અને વિજયસિહ ચૌહાણ નામના ખેડુત સાથે મુલાકાત કરાવી જમીનનો સોદો કરી બંને ભાગીદારો પાસેથી રૂ.3.04 કરોડની મતા પડાવી લીધી હતી અને બાદમાં બંને ભાગીદારો સાથે જમીનના બહાને ઠગાઈ કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું અને સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો હતો.

આ બનાવ અંગે ભકિતનગર પોલીસે જસ્મીન માઢકની ફરિયાદ પરથી ચારેય સ્વામી સહિત આઠ શખસો વિરુધ્ધ ઠગાઈ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

આ પ્રકરણ બાદ પોલીસે હાથ ધરેલી તપાસમાં ચારેય સ્વામી સહિતની ચીટર ટોળકી વિરુધ્ધ વિરમગામ પોલીસમાં રૂ.74.પ0 લાખની તેમજ સુરતના ઉત્રાણા પોલીસ મથકમાં માધવપ્રિય સ્વામી સહિત ત્રણ શખસો બળજબરીથી નાણા કઢાવવાની તેમજ ભકિતનગર પોલીસ મથકમાં રૂ.3.04 કરોડની ઠગાઈની, સુરત વરાછા પોલીસ મથકમાં સુરેશ તુલસી ધોરી સહિત સાત શખસો વિરુધ્ધ રૂ.3 કરોડની, નડીયાદમાં સુરેશ ધોરી સહિત સાત શખસો વિરુધ્ધ રૂ.ર.63 કરોડની ઠગાઈ કર્યાની, આણંદ પોલીસમાં જયકૃષ્ણ સ્વામી સહિત આઠ શખસો સામે રૂ.1.34 કરોડની ઠગાઈની, નડીયાદ પોલીસમાં લાલજી બાવભાઈ ઢોલા વિરુધ્ધ ઠગાઈની, આમ રાજકોટ સહિત ગુજરાતના  સાત શહેરોના અલગ અલગ પોલીસ મથકોમાં આઠ ગુના નોંધાયા છે.

પોલીસની વધુ તપાસમાં વરાછા પોલીસના ઠગાઈના ગુનામાં ફરાર સુરેશ ધોરીના કોર્ટે આગોતરા જામીન નામંજુર કર્યા હતા તેમજ અમદાવાદ નારણપુરા પોલીસના ગુનામાં ફરાર માધવપ્રિય સ્વામીના પણ કોર્ટે જામીન નામંજુર કર્યા હતા તેમજ આણંદ પોલીસના ગુનામાં સંડોવાયેલા દેવપ્રકાશ સ્વામીના પણ કોટે જામીન નામંજુર કર્યા હતા. રાજકોટ સહિત ગુજરાતભરની પોલીસ દ્વારા ચારેય સ્વામી સહિતની ચીટર ટોળકીને ઝડપી લેવા માટેથી કોલ ડીટેઈલના આધારે આશ્રય સ્થાનો અને નજીકના શખસો મારફત અલગ અલગ શહેરોમાં વ્યાપક દરોડા પાડી ઝડપી લેવા માટે દોડધામ શરૂ કરવામાં આવી છે.

 

સુરતના કારખાનેદાર પાસેથી નાણા કઢાવવાનો હવાલો રાજકોટના શખસને આપ્યો’તો

 

રાજકોટ, તા.6 : રાજકોટ સહિત ગુજરાતભરમાં કરોડના ફુલેકામાં ફરાર સ્વામીએ સુરતના કારખાનેદાર પાસેથી મશીનરી ખરીદવાનો ઓર્ડર આપી નાણા ચૂકવ્યા બાદ નાણા પરત લઈ આ રકમનું વ્યાજ વસૂલવા માટેથી રાજકોટના એક શખસને હવાલો આપી રૂ.1.97 કરોડની રકમ પડાવી લીધાનો સુરત પોલીસે ગુનો નોંધી સ્વામી અને રાજકોટમાં હવાલો રાખનાર શખસને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.  આ અંગેની વિગત એવી છે કે, મૂળ બોટાદના ચીરોડા ગામના અને હાલમાં સુરતના મોટા વરાછામાં અબ્રામા રોડ પર સહજાનંદ પ્રસ્થ ફલેટમાં રહેતા દિલીપભાઈ જેરાજભાઈ કાનાણી નામના કારખાનેદારે પુણા ગામે તથા વરાછા રોડ પર ડાયમંડ વર્લ્ડમાં રહેતા ગિરીશ લાલજી ભાલાળા અને અંકલેશ્વરના પાનોલીમાં ગૌધામમાં રહેતા માધવ પ્રિયદાસ સ્વામી અને રાજકોટના વિક્રમ શિયાળવા નામના શખસ સહિતના વિરુદ્ધ રૂ.1.97 કરોડની રકમ પડાવી લઈ ધાકધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં ફરિયાદી દિલીપભાઈ કાનાણી સાયણ-કીમ રોડ પર બાલાનંદ એક્ઝિમ નામે જીજ્ઞેશભાઈ ઘનશ્યામભાઈ ડુગરાણી, અરવીદ કેવડિયા, ગણેશભાઈના ભાઈ બાબુભાઈ કેવડિયા સાથે ભાગીદારીમાં કંપની ચલાવે છે. ગત ફેબુઆરી-ર0રરમાં ગિરીશ ભાલાળા અને માધવપ્રિયદાસ સ્વામી સાયણ ગામે લેબગ્રોન ડાયમંડ મેન્યુફેક્ચરના મશીન ખરીદવા માટે દિલીપભાઈની કપનીમાં આવ્યા હતા અને એક મશીનની કિંમત રૂ.1.06 કરોડ થતી હોય પાંચ મશીનના રૂ.પ.30 કરોડ અને જીએસટી અલગથી ગણી રકમ નકકી થઈહતી.અને 30 ટકા એડવાન્સ પેમેનટ દેવાનુ હોય ગિરીશ ભાલાળા અને માધવપ્રિયદાસ સ્વામીએ રુ.1.8પ કરોડની રકમ ચૂકવી હતી અને બાકીના ડિલિવરી સમયે આપવાનું નક્કી થયું હતું. બાદમાં બે મશીનનો ઓર્ડર આપ્યો હોય તે કેન્સલ કરાવ્યો હતો અને રૂ.1.90 કરોડની રકમ દસ માસમાં ચૂકવી આપવાનું નક્કી કર્યું હતું.

ત્યારબાદ બે ત્રણ દિવસ પછી રાજકોટના વિક્રમ શિયાળવા નામના શખસનો કારખાનેદાર દિલીપભાઈને ફોન આવ્યો હતો અને સ્વામીના પૈસાની ઉઘરાણી કરી હતી ત્યારબાદ દિલીપભાઈએ અલગ અલગ બેંકખાતામાંથી રૂ.1.96 કરોડની રકમ ચૂકવી દીધી હતી. આમ છતાં રાજકોટના વિક્રમ શિયાળવા દ્વારા પઠાણી ઉઘરાણી ચાલુ રાખવામાં આવી હતી અને કારખાનેદાર દિલીપભાઈને તેનો હવાલો રાખ્યો હોવાની ધમકી આપી હતી. વિક્રમ શિયાળવા નામનો શખસ સુરત ફેક્ટરી ખાતે આવ્યો હતો અને પૈસા માટેથી ઝઘડો કરી બદનામ કરવાની અને પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આથી  દિલીપભાઈના ભાગીદાર બાબુભાઈએ રૂ.33 લાખ રોકડ રકમ આપી દીધી હતી અને દિલીપભાઈની કંપની પાસેથી કુલ રૂ.ર.ર0 કરોડની રકમ પડાવી લીધી હતી. પોલીસે ગિરીશ ભાલાળા, માધવપ્રિયદાસ સ્વામી અને રાજકોટના વિક્રમ શિયાળવા વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ચારેય સ્વામી ગીર સોમનાથ પંથકના

રાજકોટ સહિત ગુજરાતભરમાં કરોડોની ઠગાઈના ગુનામાં સંડોવાયેલા ચારેય સ્વામી મુળ ગીર સોમનાથ પંથકના હોવાનું ખુલતા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી અને ચારેય સ્વામીઓના પરિવારજનો-સગાસંબંધીઓ સહિતના સંદર્ભે પણ તપાસ હાથ ધરી ચારેય સ્વામીઓનું પગેરુ મેળવવા જુદી જુદી દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

 


ઇ-પેપરના નવા શુલ્ક

Sports

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિ ફાઇનલમાં ભારતની આજે દ. કોરિયા સામે ટક્કર લીગ રાઉન્ડમાં કોરિયાને હાર આપનાર ભારત આ ટીમને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં September 16, Mon, 2024

Crime

સાયલાનાં સુદામડા ગામે ખનીજ માફિયાઓ વિરુદ્ધ અરજી કરનાર પરિવારનાં ઘર પર અંધાધૂધ ફાયરિંગ September 16, Mon, 2024