• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

રાજકોટ ગેમઝોન જેવી દુર્ઘટના રોકવા રાજ્ય સરકારે બનાવ્યા નવા નિયમો

ગેમીંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં થતા ગેમીંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનિંગ રેગ્યુલેશનની કરાઈ જોગવાઈ

 

અમદાવાદ, તા.6 : રાજકોટ ટી.આર.પી. ગેમ ઝોન અગ્નિ હોનારત 5છી ગેમીંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંઘકામમાં થતા ગેમીંગ એક્ટિવિટી એરિયા  માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ,ગુજરાતમાં ગામિંગ એક્ટિવિટી માટે નવેસરથી પરવાનગી ફરજિયાત બનાવાઈ છે.ગેમીંગ એક્ટિવિટી એરિયા માટેના અલગ અલગ પ્લાનિંગ રેગ્યુલેશનની ઈઋઉઈછમાં જોગવાઈઓનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગેમીંગ એક્ટિવિટી એરિયામાં એકત્રિત થતી વધુ પડતી ભીડના સંદર્ભમાં જાહેર સલામતી, જાહેર સુરક્ષા અને જાહેર હિતને ધ્યાને લઈને લીધેલા નિર્ણય મુજબ ગેમીંગ એક્ટિવિટી એરિયામાં બાંધકામ માટે રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયા, બાંધકામની ઉંચાઈ, પાર્કિંગ, સલામતીના ઉપાયો તથા લેવાની થતી વિવિધ પ્રકારની ગઘઈની વિસ્તૃત જોગવાઈઓનો સમાવેશ થાય છે. એટલું જ નહિ, સ્વતંત્ર ગેમીંગ એક્ટિવિટી માટેના પ્લોટમાં જાહેર સલામતીને ધ્યાને રાખીને અલગ અલગ એન્ટ્રી તથા એક્ઝિટ, ઇમરજન્સી એક્ઝિટ અને રેફ્યુજ એરિયાની જોગવાઇઓ 5ણ કરવામાં આવી છે.ગેમીંગ ઝોન એક્ટિવિટીના સ્થળે ઇઞ સર્ટિફિકેટ, ફાયર ગઘઈ તથા અન્ય તમામ લાયસન્સ, સર્ટિફિકેટ,  ગઘઈ, પરમિટ વગેરે પ્રદર્શિત કરવાના રહેશે એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

રાજ્યના વિવિધ શહેરોમાં સ્વતંત્ર ગેમીંગ એક્ટિવિટી એરિયા અને શોપિંગ મોલ તેમજ શોપિંગ કોમ્પ્લેક્સ જેવા કોમર્શિયલ બાંધકામોમાં પણ ગેમીંગ એક્ટિવિટી એરિયા વિકસિત થઈ રહ્યાં છે. આનંદપ્રમોદ અને ઉજાણી માટેના સ્થળ તરીકે ગેમીંગ એક્ટિવિટીના  વધી રહેલા ચલણના સંદર્ભમાં આ નવા રેગ્યુલેશનમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે, અગાઉ મેળવેલ વિકાસ 5રવાનગી/ બી.યુ. 5રવાનગીવાળા બાંઘકામોમાં ઉ5યોગ શરૂ કરતાં 5હેલાં નવા રેગ્યુલેશન અનુસાર રિવાઇઝ્ડ 5રવાનગી મેળવી લેવાની રહેશે. 5રવાનગી વિના વ5રાશ ચાલુ કર્યો હોય તો તેના માટે દંડ લેવાની જોગવાઇ પણ ઈઋઉઈછના નવા રેગ્યુલેશન્સમાં કરવાના દિશાનિર્દેશો મુખ્યમંત્રીએ આપ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિ ફાઇનલમાં ભારતની આજે દ. કોરિયા સામે ટક્કર લીગ રાઉન્ડમાં કોરિયાને હાર આપનાર ભારત આ ટીમને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં September 16, Mon, 2024

Crime

સાયલાનાં સુદામડા ગામે ખનીજ માફિયાઓ વિરુદ્ધ અરજી કરનાર પરિવારનાં ઘર પર અંધાધૂધ ફાયરિંગ September 16, Mon, 2024