• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

સ્ટારલાઇનર ધરતી ઉપર પરત ફર્યું : નાસા કરશે તપાસ

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર વિના સવારે ન્યુ મેક્સિકોના રણમાં લેન્ડિંગ : ટેકનિકલ ખામી અને હીલિયમ લીકનું કારણ સામે આવશે

 

નવી દિલ્હી, તા. 7 : ભારતીય મૂળની અંતરીક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના સાથીદાર બુચ વિલ્મોરને સ્પેસ સ્ટેશનમાં અટકાવીને બોઇંનું સ્ટારલાનર ત્રણ મહિના બાદ ધરતી ઉપર પરત ફરી ગયું છે. સાતમી સપ્ટેમ્બરના સવારે 9.31 વાગ્યે ન્યૂ મેક્સિકોના વ્હાઈટ સેંડસ સ્પેસ હાર્બમાં સ્ટારલાઇનર ઉતર્યું હતું. સ્ટારલાઇનરે અંદાજિત 8.58 વાગ્યે પોતાના ડીઓર્બિટર બર્નનને પૂરુ કર્યું હતું. આ બર્ન બાદ અંદાજિત 44 મિનિટ પછી જમીન ઉપર ઉતરવામાં સફળતા મેળવી હતી.

સ્ટારલાઇનરના લેન્ડિંગ સમયે વાયુમંડળમચાં હીટશિલ્ડ એક્ટિવ હતું. બાદમાં ડ્રોગ પેરાશૂટ ખોલવામાં આવ્યું હતું અને તબક્કાવાર ત્રણ મુખ્ય પેરાશૂટ પણ ખૂલ્યા હતા. પ્રક્રિયા પૂરી થયા બાદ રેટેશન હેન્ડલ રિલિઝ કરવામાં આવ્યું હતું.     

 

જેથી સ્પેસક્રાફ્ટ ગોળ ફરવાનું બંધ કરે અને સીધી એક જ સ્થિતિમાં લેન્ડ કરી શકે. સ્ટારલાઈનરની લેન્ડિંગ બાદ હવે નાસા અને બોઇંગની ટીમ તેણે પરત અસેમ્બલી યુનિટમાં લઈ જશે. જ્યાં તેની તપાસ કરવામાં આવશે. તપામસાં સામે આવશે કે ક્યા કારણથી સ્ટારલાઇનરમાંથી હીલિયમ લિક થઈ રહ્યો હતો અને પ્રોપલ્શન સિસ્ટમમાં મુશ્કેલી આવી હતી.

સ્ટારલાઇનરની વાપસી અને તેના સંબંધિત અપડેટને લઈને નાસાએ સવારે 11 વાગ્યે પ્રેસ કોન્ફરનસ કરી હતી. જેમાં બોઇંગનો કોઈપણ પ્રતિનિધી સામેલ નહોતો. આ સ્થિતિનાં કારણે અટકળો શરૂ થઈ છે કે નાસા અને બોઇંગ વચ્ચે સ્ટારલાઇનરને લઈને વિવાદ ચાલી રહ્યો છે. નાસાના મેનેજર સ્ટિવ સ્ટિચે કહ્યું હતું કે, સ્ટારલાઇનરે યોગ્ય લેન્ડિંગ કર્યું છે અને તેને તપાસ માટે મોકલવામાં આવ્યું છે.

બોઇંગ કંપનીએ નાસા માટે સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટ બનાવ્યું છે. પાંચમી જૂને સુનીતા અને બુચને સ્ટારલાઈનરની મદદથી આઇએસએસ ઉપર મોકલવામાં આવ્યા હતા. આ માત્ર આઠ દિવસનું મિશન હતું. જો કે સુરક્ષિત પરત ફરવાને લઈને આશંકા ઉભી થઈ હતી. સ્પેસક્રાફ્ટમાં ટેકનિકલ પરેશાની અને હીલિયમ લીક થવાનો બનાવ બન્યો હતો. નાસાએ 24 ઓગસ્ટના કહ્યું હતું કે સ્ટારલાઇનરમાં સેફ્ટી ઇશ્યૂનાં કારણે બુચ અને સુનિતાને તેમાં પરત લાવવામાં આવશે નહીં. સ્ટેસક્રાફટ ખાલી પરત ફરશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિ ફાઇનલમાં ભારતની આજે દ. કોરિયા સામે ટક્કર લીગ રાઉન્ડમાં કોરિયાને હાર આપનાર ભારત આ ટીમને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં September 16, Mon, 2024

Crime

સાયલાનાં સુદામડા ગામે ખનીજ માફિયાઓ વિરુદ્ધ અરજી કરનાર પરિવારનાં ઘર પર અંધાધૂધ ફાયરિંગ September 16, Mon, 2024