• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

હિમાચલમાં વાદળ ફાટતા પહેલા મળશે ચેતવણી

ઈંખઉ રાજ્યમાં સ્થાપશે 48 ઓટોમેટિક હવામાન કેન્દ્ર : બાગાયત અને કૃષિ ક્ષેત્ર માટે પણ કેન્દ્રો કામ આવશે

 

નવી દિલ્હી, તા. 7 : પહાડી વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના ક્યારે બને તે કોઈ કહી શકતું નથી. જ્યારે પણ આવી તબાહી આવે છે ત્યારે મોટાપાયે જાનમાલની નુકશાની થતી રહે છે. હિમાચલ પ્રદેશમાં આવી અનિશ્ચિતતાના કારણે થોડા સમય પહેલા શિમલામાં આફત આવી હતી અને ઘણું નુકશાન થયું હતું. જો કે હવે ટૂંક સમયમાં હિમાચલમાં વાદળ ફાટવાની ઘટનાને લઈને એલર્ટ મળતું થઈ જશે અને લોકો સાવધાન રહી શકશે.

પ્રદેશમાં હવમાન સંબંધિત આંકડાની સટીકતા અને જળવાયુ સંબંધિત પડકારોના તાકીદે ઉકેલ માટે હિમાચલ સરકારે ખાસ પગલું ભર્યું છે. સીએમ સુખવિંદર સુક્ખૂએ આઈએમડી સાથે એક સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા છે. જેના હેઠળ શરૂઆતી તબક્કામાં હિમાચલ પ્રદેશમાં 48 ઓટોમેટિક હવામાન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે. આ કેન્દ્રથી હવામાન સંબંધિત પુર્વાનુમાન અને તૈયારીઓ માટે વાસ્તવિક સમયના આંકડા ઉપલબ્ધ રહેશે. જેનાથી ખાસ રીતે કૃષિ અને બાગાયતમાં મદદ મળશે. ત્યારબાદ સુવિધાને તબક્કાવાર પુરા રાજ્યમાં લાગુ કરવામાં આવશે. હિમાચલ પ્રદેશમાં વર્તમાન સમયે આઈએમડી દ્વારા સ્થાપિત 22 સ્વચાલિત હવામાન કેન્દ્ર સક્રિય છે. સીએમ સુક્ખૂના કહેવા પ્રમાણે  હવામાન કેન્દ્રના તંત્રની સ્થાપનાથી પુર્વ ચેતવણી પ્રણાલી અને ઈમર્જન્સીની સ્થિતિનો સામનો કરવામામાં મદદ મળશે. પ્રદેશ સરકારની વિસ્તૃત આપદા અને જળવાયુ જોખમ ઘટાડવાની પરિયોજના માટે ફ્રાન્સની એજન્સી એએફડી સાથે સહમતિ બની છે. એએફડી પરિયોજના માટે 890 કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાવશે. સીએમએ કહ્યું હતું કે, રાજ્યમાં ભૂસ્ખલનની ઘટનાઓને ઓછી કરવા માટે  બાયો

 

 

એન્જિનિયરિંગ નર્સરીઝ તૈયાર કરવાની સાથે ભુકંપ વિરોધી સંરચના બનાવવામાં આવશે. ઉન્નત અને સમર્પિત  સોફ્ટવેર પ્લેટફોર્મ મારફતે સતત દેખરેખ સુનિશ્ચિત કરવામાં આવશે. દ્વીપક્ષિય સમજૂતી હેઠળ ફ્રાન્સ પાસેથી ટેક્નીકલ સહાયતા અનુદાનની મદદ મળશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિ ફાઇનલમાં ભારતની આજે દ. કોરિયા સામે ટક્કર લીગ રાઉન્ડમાં કોરિયાને હાર આપનાર ભારત આ ટીમને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં September 16, Mon, 2024

Crime

સાયલાનાં સુદામડા ગામે ખનીજ માફિયાઓ વિરુદ્ધ અરજી કરનાર પરિવારનાં ઘર પર અંધાધૂધ ફાયરિંગ September 16, Mon, 2024