• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

ભારતને દગો? અમેરિકાએ એન્જિન સપ્લાય રોકી

‘તેજસ’ પ્રોજેક્ટને ગંભીર અસર, કંપનીએ 5 કરોડ ડોલર વધુ માગ્યા, ભારતીય દળ વાટાઘાટ માટે અમેરિકા જશે

વોશિંગ્ટન, તા.ર3 : મિત્ર દેશ અમેરિકાએ ભારતને મોટી મુશ્કેલીમાં મૂકી દીધું છે. સ્વદેશી તેજસ ફાઇટર જેટની એન્જિન સપ્લાય રોકી અમેરિકાએ ભારતને અધવચ્ચે લટકાવી દીધું છે. અમેરિકી કંપની જીઇએ અચાનક નવી રોન કાઢી એન્જિનની સપ્લાય માટે આનાકાની કરી ભારત પાસે કરારમાં વધુ પ કરોડ ડોલરની માગ કરી છે.

ભારતને એફ-16 વિમાન ન વેચનાર અમેરિકા હવે તેજસ વિમાનના પ્રોજેક્ટમાં ભારત આગળ વધી ન શકે તેવી હરકત કરી રહ્યું છે. ભારતે અમેરિકી કંપની જીઇ સાથે તેજસ ફાઇટર જેટ માટે જીઇ-414  એન્જિન સપ્લાય માટે ડીલ કરી હતી પરંતુ અમેરિકી કંપની ઘણા મહિનાથી ભેદી રીતે એન્જિનની સપ્લાય કરી રહી નથી. જીઇએ બચાવ કર્યો કે તેને પાર્ટ્સની સપ્લાય નથી. કંપનીના આવાં વલણને કારણે તેજસ ફાઇટર જેટ અંગે ભારતની યોજના ખોરંભે પડી છે. ચીન અને પાકિસ્તાન પાંચમી પેઢીના લડાકુ વિમાન બનાવવાની દિશામાં ઘણા આગળ નીકળી ગયા છે ત્યારે ભારત માટે તેજસ પ્રોજેક્ટમાં મોડું મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે.

જીઇની ડાંડાઈ બાદ ભારતથી હિન્દુસ્તાન એરોનોટિકસની એક ટીમ અમેરિકા જવાની છે. જ્યાં ભારતીય દળ કંપની સાથે એન્જિનની સપ્લાય મુદ્દે વાતચીત કરશે. ભારતને તેજસ વિમાન માટે જે એન્જિનની જરૂર છે તે માટે અમેરિકી કંપનીએ વધુ નાણાંની માગ કરી છે. ભારત અને અમેરિકા વચ્ચે વર્ષ ર0ર3ની સ્થિતિએ 1 અબજ ડોલરની ડીલ થઈ હતી. એન્જિન સપ્લાય અટકી જતાં ભારતના મિરાજ, જેગુઆર અને મિગ વિમાનને રિપ્લેસ કરવાની યોજના પાછી ઠેલાઈ શકે છે.

--------

રશિયાનાં ઓઈલની સપ્લાય, ભારતને નથી મળતા કાર્ગો

રશિયા ઉપર અમેરિકાનાં પ્રતિબંધોની પ્રતિકૂળ અસર ભારતની ઓઈલ રિફાઈનરીઓને: ભારતનાં બજારમાં ઈંધણનાં પુરવઠાને કોઈ અસર નહીં થાય

નવીદિલ્હી,તા.23: અમેરિકામાં રાષ્ટ્રપતિ પદે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા બાદ યુક્રેન યુદ્ધ રોકવા માટે તેમણે રશિયા ઉપર દબાણ વધારી દીધું છે. આ પહેલા રશિયાનાં તેલ ક્ષેત્ર ઉપર અમેરિકાએ વ્યાપક પ્રતિબંધો લાદી દીધા હતાં અને હવે તેની ભારતમાં ક્રૂડ ઓઈલની સપ્લાઈ ઉપર વિપરિત અસરો વર્તાવા લાગી છે. સાર્વજનિક ક્ષેત્રની ઓઈલ કંપની બીપીસીએલનાં કહેવા અનુસાર માર્ચની ઓઈલ આપૂર્તિ માટે પર્યાપ્ત કાર્ગો ઉપલબ્ધ નથી.

અમેરિકાએ 10 જાન્યુઆરીએ રશિયાનાં ઉર્જા ક્ષેત્રને નિશાન બનાવતા વ્યાપક પ્રતિબંધો લાદ્યા હતાં. જેમાં રશિયાનાં કાચા તેલ ઉત્પાદક ગેઝપ્રોમ નેફ્ટ, સર્ગુટનેફ્ટગાસ ઉપર પ્રતિબંધ, રશિયાની ઉર્જા નિકાસમાં સામેલ 183 જહાજોને બ્લેક લિસ્ટ કરવા ઉપરાંત ડઝનબંધ ઓઈલ કારોબારી, ઓઈલ સર્વિસ પ્રોવાઈડર, ટેન્કર સંચાલક, વીમા કંપનીઓ અને ઉર્જા અધિકારીઓ ઉપરનાં પ્રતિબંધો સામેલ છે.

આ પ્રતિબંધોની ઘોષણા એવા સમયે કરવામાં આવી હતી  જ્યારે ભારતની ઓઈલ રિફાઈનિંગ કંપનીઓ માર્ચમાં કાર્ગો માટે વાટાઘાટ શરૂ કરી રહી હતી. બીપીસીએલનાં ડિરેક્ટર (વિત્ત) વી.રામકૃષ્ણ ગુપ્તાએ કહ્યું છે કે, છેલ્લા બે માસમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી માટે રશિયાનાં ઓઈલનું બૂકિંગ કરવામાં આવ્યું હતું પણ માર્ચની સપ્લાઈ માટે પૂરતા કાર્ગો મળી રહ્યા નથી.

ક્રૂડ ઓઈલની સપ્લાયમાં રશિયાનાં ઓઈલની હિસ્સેદારી ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકનાં 31 ટકાથી ઘટીને માર્ચનાં ત્રિમાસિક સમયમાં 20 ટકા સુધી ઘટી જવાનું અનુમાન છે. જો કે તેમણે સાથે એવું પણ ઉમેર્યુ હતું કે, આનાથી ભારતનાં બજારમાં ઓઈલનાં પુરવઠાને કોઈ અસર થાય તેમ નથી. આ નુકસાનની ભરપાઈ માટે પશ્ચિમ એશિયાનાં દેશો તરફ રુખ કરવામાં આવી શકે છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ઓસ્ટ્રેલિયાના 2-0થી સૂપડા સાફ કરતું શ્રીલંકા બીજા વન ડેમાં 174 રને મહાવિજય : કાંગારૂ ટીમનો 107 રનમાં ધબડકો February 15, Sat, 2025

Crime

જસદણમાં બહેન સાથે દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈની ધરપકડ ફોટા બતાવી બ્લેક મેઈલીંગ કરી કૃત્ય આચરતો’તો February 15, Sat, 2025