• શુક્રવાર, 18 એપ્રિલ, 2025

શરબત જેહાદ : રામદેવે સર્જ્યે નવો વિવાદ

યોગગુરુએ પતંજલિ શરબતના પ્રચારમાં કર્યો ચોંકાવનારો દાવો

નવી દિલ્હી, તા.10 : યોગગુરુ બાબા રામદેવ ફરી એકવાર વિવાદમાં ઘેરાયા છે. એક વાયરલ વીડિયોમાં તેમણે શરબત જેહાદ શબ્દપ્રયોગ કર્યો છે જેને પગલે વિરોધ વંટોળ ઉઠયો છે.

રામદેવ પોતાના વાયરલ વીડિયોમાં પતંજલિ શરબત માટે પ્રચાર કરતાં દાવો કરે છે કે એક શરબત વેંચનારી કંપની પોતાની કમાણીનો એક ભાગ મસ્જિદ અને મદરેસા બનાવવા પાછળ ખર્ચે છે. પતંજલી પ્રોડક્ટસ નામના હેન્ડલથી ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોના કેપ્શનમાં હિન્દીમાં લખ્યું છે કે શરબત જેહાદના નામે વેચાઈ રહેલા ટોયલેટ કલીનર અને કોલ્ડડ્રિંક્સના ઝેરથી પોતાના પરિવારઅને માસૂમ બાળકોને બચાવો. ઘરમાં માત્ર પતંજલિનું શરબત અને જ્યુશ લાવો.

વાયરલ વીડિયોમાં બાબા રામદેવ સોફટ ડ્રિંકની નિંદા કરતાં દેખાય છે. તેમણે તેને ટોયલેટ ક્લીનર ગણાવ્યા છે. જે ગરમીમાં તરસ દૂર કરવા પીવામાં આવે છે. ભારતીયોના સ્વાસ્થ્ય પર હુમલો ગણાવતાં તેની તુલના ઝેર સાથે કરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક