ધુરા
હવે રાહુલ ગાંધી સંભાળશે, પટેલ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બંધ બારણે બેઠકો યોજશે
ગુજરાતમાં
મળેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો નિષ્કર્ષ
ઋષિકેશ
વ્યાસ
અમદાવાદ,
તા.10 : ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી કોંગ્રેસ સતાથી દૂર છે અને ધીમે ધીમે માન શેષ
થઇ રહી હોય તવો ઘાટ ગુજરાતમાં સર્જાયો છે. ગુજરાત કોંગ્રેસને નવો ઓપ આપવા અને નવો પ્રાણ
ફૂંકવા અમદાવામાં કર્ગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું. અધિવેશન અને એમાં થયેલી
ચર્ચામાં મુખ્ય ભાર સરદાર પટેલ તેમજ ગુજરાત પર મુકાયો હતો, કેમ કે કોંગ્રેસ હવે ગુજરાત
માટે કોઇ કસર છોડવા નથી માગતી. એઆઇસીસીએ ગુજરાત કોંગ્રેસને પોતાને હસ્તક લેવાનું નક્કી
કર્યું છે સહિતના અનેક મુદ્દાઓને લઇને ચર્ચાઓ થઇ હતી. આ બે દિવસ દરમિયાન થયેલી ચર્ચાઓ
બાદ અધિવેશનનો નિષ્કર્ષ એ નિકળ્યો છે કે કોંગ્રેસએ ગુજરાતમાં સતાની નજીક જવું હોય તો
વોટ શેરમાં વધારો કરવા મહેનત કરવી પડશે કારણ કે ગુજરાતમાં ભાજપ પાસે 45થી 49 ટકા જયારે
કોંગ્રેસ પાસે 30થી 35 ટકા જ વોટ શરે છે. જો કે જો કે, આ માટે રાહુલ ગાંધી દ્વારા એક
દુરંદેશી વાત કરવામાં આવી છે અને તેના અમલીકરણ માટે રાહુલ ગાંધી 15 એપ્રિલના રોજ અમદાવાદ
આવી રહ્યા છે. તેમણે જે જિલ્લા પ્રમુખોને સત્તા સોંપવાની વાત કરી છે, તેનાથી એક ચેક
પોઈન્ટ આવશે. જિલ્લા પ્રમુખો પર સીધી નજર રાહુલ ગાંધી અને તેમની ટીમની રહેશે એટલે કે
જો પ્રદેશ સમિતિ દ્વારા કોઈ આડોડાઈ થાય તો તરત જ રાહુલ ગાંધીને એ સંદેશો પ્રાપ્ત થશે.
રાષ્ટ્રીય
અધિવેશનમાં સૌથી વધુ ભાર સરદાર પટેલના નામ પર મૂક્યો છે. રાહુલ ગાંધીને મળેલા સર્વેના
આંકડા અંતર્ગત પટેલો ભાજપથી નારાજ છે પરંતુ તેમની પાસે વિકલ્પ નથી. આખી ધુરા હવે રાહુલ
ગાંધી સંભાળશે. પટેલ અને ક્ષત્રિય સમાજના આગેવાનોના સાથે બેઠકો બંધ બારણે યોજાશે અને
પટેલો તથા ક્ષત્રિયોના વોટ કોંગ્રેસ તરફ વાળવાની કોશિશ કરશે. આગામી દિવસોમાં જ્યાં
પણ ઓબીસી, દલિત, આદિવાસી વસ્તી વધુ છે ત્યાં કોંગ્રેસના મહાસંમેલનનો યોજાશે.
અધિવેશનમાં
ગુજરાતમાં કોંગ્રેસની જરૂર કેમ? એ પ્રકારનો ખાસ પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરાયો હતો.
કોંગ્રેસના 100 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર એવી ઘટના બની છે કે રાષ્ટ્રીય અધિવેશનમાં
કોઈ એક રાજ્ય માટે ખાસ પ્રસ્તાવ રજૂ કરાયો હોય. આ પ્રસ્તાવની ચર્ચામાં વર્ષ 2027 માં
યોજનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી આયોજનબદ્ધ રીતે લડવા નિર્ધાર વ્યક્ત કરાયો છે. જેના
માટે નવી કોંગ્રેસ નવું ગુજરાત સૂત્ર અપાયું છે
અધિવેશનના
પ્રથમ દિવસે જ કોંગ્રેસે એવું કહ્યું કે
2027 ગુજરાત વિધાનસભાની ચૂંટણી અખિલ ભારતીય કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સાથે
મળીને લડશે. જે અનુસંધાને જ રાહુલ ગાંધી 15 એપ્રિલે ગુજરાત ફરી આવશે. તેઓ પહેલા કમિટી
સાથે બેઠક કરશે ત્યારબાદ તેઓ ગુજરાતના તમામ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખો સાથે બેઠક કરશે.
તેમના વિચારો જાણશે.