• શનિવાર, 04 એપ્રિલ, 2026

મોદી કાલથી બે દી’ ગુજરાતના પ્રવાસે

 -અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાને રૂ.5477 કરોડના ખર્ચે વિકાસકાર્યોની ભેટ મળશે : ઋષિકેશ પટેલ

અમદાવાદ, તા.23 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 અને 26 ઓગસ્ટ, 2025 રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે.

વડાપ્રધાનના પ્રવાસ કાર્યક્રમની વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા માટે રૂ.5477 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન 25મીએ અમદાવાદના નિકોલમાં ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે (જુઓ પાનું 10)

અને ત્રણ શહેરોને વિવિધ વિભાગો હેઠળ વિકાસકાર્યોની ભેટ આપશે. આ વિભાગોમાં રેલવે (1404 કરોડ), શહેરી વિકાસ (2548 કરોડ), એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ (1122 કરોડ), માર્ગ અને મકાન (307 કરોડ) અને રેવન્યૂ વિભાગ (96 કરોડ)નો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં રોડ શો પણ કરશે જેનો રુટ હરી દર્શન સર્કલ - યુનીયન બેંક ચાર રસ્તા - મેંગો સિનેમા ચાર રસ્તા  નિકોલ સભા સ્થળનો રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક