• શનિવાર, 04 એપ્રિલ, 2026

‘સ્વદેશી અપનાવો, આત્મનિર્ભરતાને જીવનમંત્ર બનાવો’

વડાપ્રધાન મોદીએ અમેરિકાનું નામ લીધા વિના ગુજરાતની ધરતી પરથી ટ્રમ્પને જવાબ આપ્યો

‘અમારે ત્યાં સ્વદેશી વસ્તુનું જ વેચાણ થાય છે’ : દુકાનદારને બોર્ડ મારવા મોદીનું આહ્વાન

અમદાવાદમાં 5477 કરોડના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત: રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

રાજકોટ, અમદાવાદ તા.25: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે અમદાવાદ એરપોર્ટથી નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો કર્યો છે. દોઢ કિ.મી. લાંબા આ રોડ શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે રસ્તાની બન્ને બાજુ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. રોડ શો પૂર્ણ કરી તેઓ સભા સ્થળે પહોંચ્યા અને 5477 કરોડનાં વિકાસકાર્યાના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા હતા. જનસભાને સંબોધતી વખતે અમેરિકાનું નામ લીધા વિના ગુજરાતની ધરતી પરથી ટ્રમ્પને જવાબ આપ્યો હતો કે દેશવાસીઓને હું આગ્રહ કરી રહ્યો છું કે હું સ્વદેશી ખરીદીશ એને આપણે જીવનમાં મંત્ર બનાવવાનો છે. મેઇડ ઇન ઇન્ડિયા જ ખરીદીશ. વેપારીઓને કહીશ કે તમે વિદેશી વસ્તુઓ ન વેચો. ગીફ્ટ પણ ભારતમાં બની હોય એ જ વસ્તુઓની આપો. દુકાનદાર, વેપારીઓને કહેવા માગું છું કે, દેશને આગળ વધારવામાં મોટું યોગદાન આપો, તમે નક્કી કરી લો વિદેશી માલ નહીં વેચો, બોર્ડ મારો કે મારે ત્યાં સ્વદેશી વસ્તુનું જ વેચાણ કરીએ છીએ.

વધુમાં કહ્યું કે દુનિયામાં આજે આર્થિક સ્વાર્થની નીતિ જોવા મળી રહી છે પણ હું મારા નાના બિઝનેસમેન અને ખેડૂતોને વાયદો કરું છું કે મારા માટે તમારું હિત સર્વોપરી રહેશે. મારી સરકાર ક્યારેય ખેડૂતો અને પશુપાલકોનું નુકસાન થવા દેશે નહીં. દબાણ ભલે ગમે તેટલું હોય, અમે આપણી શક્તિ વધારતા જઈશું. ગુજરાતની આ ધરતી બે મોહનની ધરતી છે. એક સુદર્શન ચક્રધારી મોહન એટલે કે આપણા દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અને બીજા ચરખાધારી મોહન એટલે કે સાબરમતીના સંત પૂજ્ય બાપુ. ભારત આજે આ બન્નેના બતાવેલા રસ્તા પર ચાલીને નિરંતર સશક્ત થયું છે. સુદર્શન ચક્રધારી મોહને આપણને શીખવાડ્યું છે કે દેશની, સમાજની રક્ષા કેવી રીતે કરાય, તેમણે સુદર્શન ચક્રને ન્યાય અને સુરક્ષાનું કવચ બનાવડાવ્યું છે જે દુશ્મનને પાતાળમાં પણ શોધીને સજા આપે છે. આ જ ભાવ આજે ભારતના નિર્ણયમાં પણ દેશ અનુભવ કરી રહ્યો છે, દેશ જ નહીં, દુનિયા અનુભવ કરી રહી છે. જ્યારે હુલ્લડબાજો પતંગ ચગાવવા જેવી લાઇનમાં ઢાળી દે, કરફ્યુમાં જીવન ગુજારવું પડે, વાર તહેવારે અમદાવાદની ધરતી રક્તરંજીત થઇ જતી, આ અમારૂં લોહી વહાવતા હતા. દિલ્હીમાં બેઠેલી કોંગ્રેસ સરકાર કંઇ કરતી ન હતી. આજે આતંકવાદી અને તેમના આકાઓને અમે છોડતા નથી પછી તે ક્યાંય પણ છુપાયા હોય, દુનિયાએ જોયું છે પહલગામનો બદલો ભારતે કેવી રીતે લીધો. 

વડાપ્રધાને જણાવ્યું કે વડોદરામાં ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બની રહ્યા છે. ઇવી માટે પણ ગુજરાત મોટું હબ બની રહ્યું છે. આવતીકાલે હું હાંસલપુર જઈશ જ્યાં મોટું ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચારિંગ થઈ રહ્યું છે. ગુજરાત સેમિકન્ડક્ટરમાં પણ મોટું નામ કરવા જઈ રહ્યું છે. દવાઓ, ટેક્સટાઇલ, ફાર્મા ઉત્પાદનો સહિત દેશની એક તૃતિયાંશ નિકાસ ગુજરાતમાંથી થઈ રહી છે. સાબરમતી આશ્રમ સાક્ષી છે જે પાર્ટીએ તેમના નામે સત્તા ભોગવી છે તેમણે બાપુની આત્માને કચડી દીધી છે. છેલ્લા ઘણાં વર્ષથી દિવસ રાત ગાંધીના નામે ગાડી ચલાવતા હતા તેમના મોંમાંથી એકવાર પણ સ્વચ્છતા કે સ્વદેશી શબ્દ પણ સાંભળ્યો નહીં હોય. આ દેશ સમજી જ નથી શકતો કે તેમની સમજને શું થયું છે. 60-65 વર્ષ દેશ પર શાસન કરનારી કોંગ્રેસે ભારતને બીજા દેશો પર નિર્ભર રાખ્યો કારણ કે તે સરકારમાં બેઠા બેઠા ઇમ્પોર્ટમાં પણ ખેલ કરી શકે. પરંતુ આજે ભારતે આત્મનિર્ભરતાને વિક્સિત ભારતના નિર્માણનો આધાર બનાવી દીધો છે. આપણાં ખેડૂતો, માછીમારો, પશુપાલકો, ઉદ્યમીઓના દમ પર ભારત તેજીથી વિકાસના રસ્તા પર ચાલી રહ્યો છે. આત્મનિર્ભરતાના રસ્તે આગળ વધી રહ્યો છે.

મુખ્યમંત્રીએ પ્રારંભિક ઉદ્બોધન કરતા જણાવ્યું કે, હું ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઇનું સ્વાગત કરું છું, સળંગ 4078 દિવસથી વધુ શાસન સેવા દાયિત્વથી અનોખો ઇતિહાસ રચ્યો છે. તેમનું ગુજરાતની ધરતી પર સ્વાગત કરું છું. તેમના નેતૃત્વમાં સેનાએ ઓપરેશન સિંદૂર પાર પાડ્યું છે. આતંકવાદીઓને તેમની ભાષામાં સજ્જડ જવાબ આપીને ભારતે ન્યૂ નોર્મલના નવા માપદંડ સ્થાપિત કર્યા છે.

અમદાવાદમાં વડાપ્રધાન મોદીના હસ્તે રુ. 2209 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમૂહુર્ત અને રૂ 916 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરાયું. રૂ. 133 કરોડથી વધુના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના આઈએસએસઆર ઘટક હેઠળ રામાપીરના ટેકરાના સેક્ટર-3ની ઝૂંપડપટ્ટીના વિકાસનું પણ લોકાર્પણ કરાયું. આ ઉપરાંત શેલા, મણિપુર, ગોધાવી, સનાથલ અને તેલાવ માટે સ્ટ્રોમ વાન્ટર ડ્રેનેજ સિસ્ટમ સહિત અમદાવાદ શહેરના અન્ય પ્રોજેક્ટ્સનું પણ ખાતમુહૂર્ત કરાયું.

દિવાળીએ વેપારી સહિત સૌને ખુશીનું ડબલ બોનસ મળશે

વડાપ્રધાને જણાવ્યું કે 25 કરોડ લોકો ગરીબીથી બહાર આવ્યા છે. વિશ્વના આર્થિક નિષ્ણાતો તેની ચર્ચા કરી રહ્યા છે. ગરીબ જ્યારે ગરીબીમાંથી બહાર આવે ત્યારે ખૂબ શક્તિશાળી બને છે. નિયો મિડલ ક્લાસ અને મિડલ ક્લાસને સશક્ત કરવા છે. અમદાવાદના ભાઈઓ માટે ખુશ ખબર જ હોય. 12 લાખ સુધીની આવકનો ઇન્કમટેક્સ માફ કરી દીધો એ વિપક્ષને ખબર જ ન પડી કે આ કેવી રીતે થાય? આપણી સરકાર ઋજઝમાં સુધારા કરી મોટી ભેટ આપશે. આ દિવાળીએ વેપારીઓ હોય કે કોઈપણ સૌને ખુશીનું ડબલ બોનસ મળવાનું છે.

વિશ્વમાં 10માંથી 9 હીરા મારા ગુજરાતમાં બને છે

મોદીએ કહ્યું કે મહા ગુજરાત આંદોલન બાદ ગુજરાત અલગ પડ્યું અને ત્યાર બાદ ગુજરાત માથે જ્યારે જવાબદારી આવી ત્યારે ગુજરાતીઓએ પાછી પાની કરી નથી. કેટલાક મહિનાઓ પહેલા હું દાહોદ આવ્યો હતો ત્યારે રેલ ફેક્ટરીમાં આવ્યો હતો. ગુજરાતમાં બનેલા મેટ્રો કોચ બીજે જઈ રહ્યા છે. દેશ અને દુનિયાની મોટી મોટી કંપનીઓ અહીંયા આવી રહી છે. વિશ્વમાં 10માંથી 9 હીરા મારા ગુજરાતમાં બને છે.

મોદી આજે હાંસલપુરમાં સુઝુકી મોટર પ્લાન્ટ ખાતે બે પ્રોજેકટનું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે તા.26ના રોજ સવારે 10-30 કલાકે  હાંસલપુરમાં સુઝુકી મોટર પ્લાન્ટ ખાતે બે ઐતિહાસિક સીમાચિહ્નોનું ઉદ્ઘાટન કરશે અને 100 દેશોમાં બેટરી ઇલેક્ટ્રિક વાહનોના નિકાસને લીલી ઝંડી આપશે. આ ઐતિહાસિક પહેલ એકસાથે ભારતના ગ્રીન મોબિલિટી માટે વૈશ્વિક હબ તરીકે ઉદભવને રેખાંકિત કરે છે અને મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત પ્રત્યે વડાપ્રધાનની પ્રતિબદ્ધતાને પણ આગળ ધપાવે છે. મેક ઇન ઇન્ડિયાની સફળતાના મુખ્ય ઉદાહરણ તરીકે, વડાપ્રધાન સુઝુકીના પ્રથમ વૈશ્વિક વ્યૂહાત્મક બેટરી ઇલેક્ટ્રિક વાહન (ઇઊટ) ।ાિuજ્ઞાિં;ય ટશાફિંફિ।ાિuજ્ઞાિં;નું ઉદ્ઘાટન અને પ્રસ્થાન કરશે. ભારતમાં ઉત્પાદિત આ ઇઊટત યુરોપ અને જાપાન જેવા અદ્યતન બજારો સહિત સોથી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે. આ સિદ્ધિ સાથે, ભારત હવે સુઝુકીના ઇલેક્ટ્રિક વાહનો માટે વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે સેવા આપશે. વડાપ્રધાન ગુજરાતમાં ઝઉજ લિથિયમ-આયન બેટરી પ્લાન્ટ ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનની શરૂઆત સાથે ભારતના બેટરી ઇકોસિસ્ટમના આગામી તબક્કાનું ઉદ્ઘાટન પણ કરશે. તોશિબા, ડેન્સો અને સુઝુકીના સંયુક્ત સાહસથી બનેલા આ પ્લાન્ટ સ્થાનિક ઉત્પાદન અને સ્વચ્છ ઉર્જા નવીનતાને વેગ આપશે. આ વિકાસ સુનિશ્ચિત કરે છે કે 80 ટકાથી વધુ બેટરીઓ હવે ભારતમાં બનાવવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક