• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

10 મિનિટમાં ડિલિવરી બંધ

ઇ-કોમર્સની ટાઈમ લિમિટ હટાવાઈ: ગિગ વર્કર્સની હડતાળ બાદ કેન્દ્રનો હસ્તક્ષેપ, કામદારોની સલામતીને પ્રાથમિકતા

નવી દિલ્હી, તા.13 : દેશવ્યાપી ગિગ વર્કર્સની હડતાળની નોંધપાત્ર અસર પડી છે. હવે 10 મિનિટની અંદર ડિલિવરી મેળવવાનો દાવો કરી શકાશે નહીં. ડિલિવરી કામદારોની સલામતી માટે સરકારે આ સમય મર્યાદા દૂર કરી છે.

શ્રમ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તક્ષેપ બાદ ક્વિક સર્વિસ ઈ કોમર્સ પ્લેટફોર્મ બ્લિકિટે તેની તમામ બ્રાન્ડ્સમાંથી 10 મિનિટમાં ડિલિવરીનો દાવો દૂર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ક્વિક સર્વિસ ઈ કોમર્સ કંપની બ્લિકિટ ટૂંક સમયમાં તેની જાહેરાતો અને પ્રમોશનલ સામગ્રીમાંથી 10 મિનિટ ડિલિવરીનો દાવો દૂર કરશે. બ્લિંકિટને પગલે અન્ય કંપનીઓ ટૂંક સમયમાં આવી જાહેરાત કરે તેવી શક્યતા છે.

કેન્દ્રીય શ્રમ મંત્રીએ બ્લિંકિટ ઉપરાંત ઝેપ્ટો, સ્વિગી અને ઝોમેટો જેવી કંપનીઓના પ્રતિનિધિઓ સાથે વાત કરી તેમને ડિલિવરી કામદારોની સલામતીને પ્રાથમિકતા આપવા નિર્દેશ આપ્યો છે. સરકારી હસ્તક્ષેપ અને ડિલિવરી કામદારોની સલામતી અંગે વધતી ચિંતાઓને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. માંડવિયાએ બ્લિંકિટ, ઝેપ્ટો, સ્વિગી અને ઝોમેટો જેવી મોટી કંપનીઓના એક્ઝિક્યુટિવ્સ સાથે બેઠકો યોજી હતી જેમાં તેમને તેમના બ્રાન્ડ પ્રમોશનમાં સમય-બાઉન્ડ ડિલિવરીનો ઉલ્લેખ ન કરવા જણાવ્યું હતું.

સરકારની ચિંતા એ છે કે ટૂંકા સમયમર્યાદામાં ડિલિવરી સમયનું વચન આપવાથી ડિલિવરી કામદારો પર બિનજરૂરી દબાણ આવી શકે છે અને તેમની સલામતી જોખમમાં મુકાઈ શકે છે. ગિગ કામદારોના સંગઠનોએ કામ કરવાની પરિસ્થિતિઓ, ડિલિવરી દબાણ અને સામાજિક સુરક્ષાના અભાવ અંગેના મુદ્દાઓ ઉઠાવ્યા હતા.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક