ઞગ અધિકારીનું ગંભીર આરોપ સાથે રાજીનામું : યુનો દ્વારા ઈરાનમાં સંભવિત પરમાણુ હુમલાની તૈયારી થતી હોવાનો આરોપ
ઈરાને
ટ્રમ્પનો શાંતિ પ્રસ્તાવ ફગાવ્યો : ટ્રમ્પની
ચેતવણી : નહીં સમજો તો તબાહ કરી નાખશું
નવી
દિલ્હી, તા. 30 : ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન એક ગંભીર અને પુરી દુનિયાને
ધ્રુજાવી શકે તેવો મુદ્દો સામે આવ્યો છે. હકીકતમાં સંયુક્ત રાષ્ટ્રના એક રાજદ્વારીએ આંતરરાષ્ટ્રીય
સંસ્થા ઉપર આરોપ મુક્યો છે કે ઈરાનમાં પરમાણુ હથિયારોના સંભવિત ઉપયોગની સ્થિતિની તૈયારી
કરવામાં આવી રહી છે. આ આરોપ સાથે જ રાજદ્વારી દ્વારા પોતાના પદ ઉપરથી રાજીનામું આપી
દેવાયું છે.
મોહમ્મદ
સફાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર એક પોસ્ટ શેર કરીને પોતાના રાજીનામાનું એલાન
કર્યું હતું અને સાથે એક પત્ર શેર કર્યો હતો. જેમાં નિર્ણયનું કારણ બતાવ્યું હતું.
સફાએ કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રના અમુક વરિષ્ઠ અધિકારી એક શક્તિશાળી લોબીના ઈશારે
કામ કરી રહ્યા છે. તેઓને નથી લાગી રહ્યું કે લોકો સ્થિતિની ગંભીરતાને સમજી રહ્યા છે,
કારણ કે યુએન ઈરાનમાં સંભવિત પરમાણુ હથિયારના ઉપયોગની તૈયારી કરી રહ્યું છે. સફાએ આગળ
કહ્યું હતું કે ઈરાન કોઈ ઓછી આબાદીનો રણ વિસ્તાર નથી. ઈરાનમાં પરિવાર છે, બાળકો છે
પાળતુ જાનવરો છે અને મહેનતું લોકો છે.
યુદ્ધની
ઈચ્છા એક બીમાર માનસીકતા છે. સફાએ કહ્યું હતું કે સંભવિત પરમાણુ હુમલાની તૈયારીની જાણકારી
લીક કરવા માટે તેઓએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. તેઓ માનવતા સામેના અપરાધનો
હિસ્સો કે સાક્ષી બનવા માગતા નથી.
મોહમ્મદ
સફા સંયુક્ત રાષ્ટ્રમાં પેટ્રિયોટિક વિઝનના મુખ્ય પ્રતિનિધિ તરીકે કામ કરી રહ્યા હતા.
પીવીએ એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે જેને સંયુક્ત રાષ્ટ્રની આર્થિક , સામાજીક પરિષદમાં
વિશેષ સલાહકારનો દરજ્જો છે. બીજી તરફ લોહિયાળ યુદ્ધને એક મહિના જેટલો સમય થયા પછીયે
દુનિયાભરને દઝાડતી આગ ઠંડી પડી નથી. આક્રમક ઈરાને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો શાંતિ
પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો.
બીજી
તફર ટ્રમ્પે ઈરાનને અંતિમ ચેતવણી આપી હતી કે, અમેરિકા સૈન્ય અભિયાન ખતમ કરવા ગંભીર
ચર્ચા?કરવા ઈચ્છે છે, પરંતુ જો સમજૂતીમાં ઈરાન નહીં સમજે તો તેનું અસ્તિત્વ ખતમ કરી
નાખશું. હોર્મુઝ ખાડી વેપાર માટે તરત નહીં ખોલાય તો ખર્ગ ટાપુ પર કબજો કરવા સાથે તેલના
કૂવા, પાવર પ્લાન્ટ ઉડાવી દેવાની ધમકી પણ અમેરિકી રાષ્ટ્રપતિએ આપી હતી.
ઈરાને
વાતચીતની ઓફર ફગાવતાં કહ્યંy હતું કે, વાતચીતનો દેખાડો કરીને અમેરિકા વાસ્તવમાં સૈન્ય
કાર્યવાહીની જમીન તૈયાર કરી રહ્યું છે. ટ્રમ્પે પહેલાં દાવો કર્યો હતો કે, ઈરાન તેમની
શરતો માની ગયું છે અને આ સંદેશ પાકિસ્તાનના માધ્યમથી પહોંચ્યો હતો, પરંતુ ઈરાન ઊલટું
ઉશ્કેરાઈ ગયું હતું. અમેરિકાની સંભવિત સૈન્ય કાર્યવાહી પર બેહદ આક્રમક પ્રતિક્રિયારૂપે
ઈરાને ચેતવણી આપી હતી કે, અમેરિકી સેના જમીન પર પગ રાખશે, તો હોર્મુઝની શાર્કનું ભોજન
બની જશે. અંતિમ ચેતવણી આપતાં ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકા ઈરાન પર તેની કાર્યવાહીને
ભયાનક અંજામ સુધી લઈ જશે.