રાષ્ટ્રીય સુરક્ષા, ડેટા ગોપનિયતા તેમજ જાસૂસી રોકવા માટે સરકારનું પગલું
નવી
દિલ્હી, તા. 30 :ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષા અને નાગરિકોની ડેટા ગોપનિયતાને સર્વોપરી
માનતાં એક મોટાં પગલાંમાં પહેલી એપ્રિલથી ચીનના સીસીટીવી કેમેરાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ
મૂકવાની તૈયારી કરી લીધી છે.
એપ્રિલથી
દેશમાં ટીપી-લિન્ક, હિકવિઝન અને દહુઆ જેવી મોટી ચીની કંપનીઓના કેમેરાઓનાં વેચાણ પર
રોક લાગી શકે છે.
ચીનના
કેમેરાઓ દ્વારા ભારતીય ડેટા ચીન સહિત વિદેશી સર્વરોમાં મોકલાય છે તેવાં અનુમાનોથી ચિંતા
વચ્ચે આ ફેંસલો લેવાયો છે. સરકારનું માનવું છે કે, સંવેદનશીલ સ્થળો પર લાગેલા ચીનના
સીસીટીવી કેમેરા ભારત વિરોધી જાસૂસીના હથિયાર બની શકે છે.
ઈન્ફર્મેશન
ટેક્નોલોજી મંત્રાલયે સીસીટીવી કેમેરા માટે સુરક્ષાના નવા માપદંડ ઘડયા છે. માત્ર ભારતીય
સુરક્ષા માપદંડો પાળતા સીસીટીવી કેમેરાને જ બજારમાં ઉતારવાની છૂટ અપાશે.
ચીની
સીસીટીવી કેમેરામાં ‘બેકડોર’ની રાવો આવે છે, જેનાં માધ્યમથી હેકર્સ અથવા વિદેશી એજન્સીઓ
લાઈવ ફીડ મેળવી શકે છે. સરકાર આ કેમેરાઓની સુરક્ષા ઓડિટ કરાવશે.
ચીની
સીસીટીવી કેમેરા પર પ્રતિબંધનાં પગલાંથી ‘મેઈક ઈન ઈન્ડિયા’ પહેલ હેઠળ ઘરેલુ સીસીટીવી
નિર્માતાઓને ભારતીય બજારમાં અવસર મળશે.