રોકાણ કરાવ્યા બાદ શખસ ફરાર; પોલીસે અન્ય ભોગ બનનારાઓને પુરાવા સાથે સંપર્ક કરવા અપીલ કરી
જામનગર, તા. 8: જામનગર નજીકના
સિક્કા ગામમાં સિગારેટની આયાત-િનકાસના ધંધામાં રોકાણ કરાવી રકમ ડબલ કરી આપવાની લાલચ
આપી અંદાજે રૂ.5 કરોડની છેતરાપિંડી કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ અંગે
સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની શોધખોળ અને સમગ્ર મામલે તપાસ
હાથ ધરી છે.
સિક્કાની પંચવટી સોસાયટીમાં રહેતા
અસગરઅલી ગફારભાઈ પીરજાદા (ઉં.વ. 43)એ પોતે શાપિંગ કંપનીમાં નોકરી કરતો હોવાનું તેમજ
પોતાના બહારના સંપર્કોના આધારે સિગારેટની આયાત-િનકાસનો ધંધો કરતો હોવાનું જણાવી લોકોને
વિશ્વાસમાં લીધા હતા. આ વ્યવસાયમાં મોટી રકમનું વળતર મળતું હોવાનું કહી રોકાણ કરનારાઓને
તેમની રકમ ડબલ કરી આપવાની લાલચ આપવામાં આવી હતી. ધંધાના વિસ્તરણ માટે વધુ ફંડની જરૂર
હોવાનું જણાવી આરોપીએ અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી રોકાણ કરાવ્યું હતું. આ રીતે એક ફરિયાદી
પાસેથી રૂ.12 લાખ સહિત સિક્કા ગામના અન્ય લોકો, પરિચિતો તથા સગા-સંબંધીઓ પાસેથી મળીને
અંદાજે રૂ.5 કરોડની રકમ એકત્ર કરી લીધા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો.
ફરિયાદના આધારે સિક્કા પોલીસે
ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આરોપી દ્વારા ચલાવવામાં આવેલી આ કથિત રોકાણ
યોજનામાં અન્ય કોઈ વ્યક્તિએ પણ નાણાંનું રોકાણ કર્યું હોય અને હજુ સુધી પોલીસ સમક્ષ
ફરિયાદ કે નિવેદન નોંધાવ્યું ન હોય, તો આવા લોકોને પણ સિક્કા પોલીસ સ્ટેશનનો સંપર્ક
કરવા અપીલ કરવામાં આવી છે. પોલીસે ભોગ બનનારાઓને પોતાની પાસે રહેલા બેન્ક ચેક, લખાણ,
બેન્ક સ્ટેટમેન્ટ, ઓનલાઈન નાણાકીય વ્યવહારોની વિગતો સહિતના પુરાવા સાથે પોલીસનો સંપર્ક
કરવા જણાવ્યું છે. વધુ લોકો પણ આ કથિત છેતરાપિંડીનો ભોગ બન્યા છે કે કેમ તે દિશામાં
પોલીસે તપાસ હાથ ધરી છે.