રૂ.
2.75 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
સુરત,
તા.7: સુરતના માન દરવાજા વિસ્તારમાં આવેલા બે મેડિકલ સ્ટોરમાં એસઓજીની ટીમે ફૂડ એન્ડ
ડ્રગ્સ વિભાગને સાથે રાખી દરોડો પાડી ડોક્ટરના પ્રિક્રીપ્શન વગર નશાકારક સીરપનું વેચાણ
કરતાં બંને સંચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં
એસ.ઓ.જી પી.આઈ એ.એસ. સોનારાના માર્ગદર્શન હેઠળ નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ સીરપ
વેચાણ કરતા મેડીકલ સ્ટોર્સ ઉપર વોચ રાખવા માટે અલગ-અલગ ટીમો બનાવામાં આવી હતી. દરમિયાન
સલાબતપુરા માનદરવાજા વિસ્તારમાં નશાકારક દવાઓ ડોકટરના પ્રિક્રીપ્શન વગર વેચાતી હોવાની
બાતમી મળતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને સલાબત પુરા માનદરવાજા કિન્નરીથી ભાઠેના
જતા 80 ફુટ રોડ ઉપર હળપતિ કોલોની ખાતે આવેલા સ્મીત સાંઈ અને દારૂવાલા શિવશક્તિ નામના
બે મેડિકલ સ્ટોર ઉપર દરોડો પાડયો હતો. અહી તપાસ કરતા બંને મેડીકલ સ્ટોર ઉપરથી નિયમોનુ
ઉલ્લંધન કરી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી દવાનો જથ્થો જેમાં 1440 નંગ પાયવોન સ્પાસ
પ્લસ ટેબ, 144 નંગ સ્પાસ ટ્રેસેનપ ટેબ, 6920 નંગ સ્પાસ્મો પ્રોક્સીવોન ટેબ, 3840 કેલિકા
ટેબ, 5200 પ્રેગાબાલિન ટેબ સહિત કુલ 18316 નંગ ટેબ્લેટ અને 3 બોટલ સિરપ મળી કુલ રૂ.2,75,068ની
મત્તાનો મુદ્દામાલ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કબજે કરી મેડીકલ સ્ટોરના લાયસન્સ ધારક
અને સંચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.