• શનિવાર, 27 જુલાઈ, 2024

બંગાળ કાંઠે ત્રાટક્યું વાવાઝોડું ‘રેમલ’ 

મધરાત્રે લેન્ડ ફોલ, ભારે વરસાદ-ઝડપી પવન ફૂંકાયો : બાંગ્લાદેશમાં

8 લાખ લોકોનું સ્થળાંતર:  કોલકત્તા એરપોર્ટ બંધ, અનેક ફલાઇટ-ટ્રેનો રદ 

 

નવી દિલ્હી, તા.ર6 : બંગાળની ખાડીમાં લો પ્રસર બાદ ઉઠેલું ચક્રવાતી વાવાઝોડું ‘રેમલ’ (ઓમાને આપેલું નામ, અર્થ રેતી) રવિવારે તીવ્ર બન્યું અને રાત્રે 11થી 1 વચ્ચે બાંગ્લાદેશના કિનારે ટકરાઈ પશ્ચિમ બંગાળના કિનારે ત્રાટકયું હતુ દરમિયાન ભારે વરસાદ સાથે ઝડપી પવન ફૂંકાયો હતો.

 

વાવાઝોડાના લેન્ડ ફોલ વખતે ભારે વરસાદ અને 1ર0-130 કિમી ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી હવામાન વિભાગે આપી હતી. વડાપ્રધાન મોદીએ વાવાઝોડાના ખતરાને પગલે સમીક્ષા બેઠક યોજી હતી. બંગાળમાં એનડીઆરએફની 14 ટીમ તૈનાત કરવામાં આવી છે. સંભવિત ખતરાને પગલે બાંગ્લાદેશમાંથી 8 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખેડવામાં આવ્યા હતા. કોલકત્તા એરપોર્ટને ર1 કલાક માટે બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી ઘરેલુ અને આંતરરાષ્ટ્રી મળી કુલ 394 ઉડાન રદ થઈ છે. પશ્ચિમ બંગાળને સંલગ્ન અનેક ટ્રેનો રવિવારે મધરાતથી સોમવારે સવાર સુધીમાં રદ કરવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગે રેમલ વાવાઝોડું રવિવારે મધરાત્રે પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારામાં ટકરાય તેવી સંભાવના વ્યક્ત કરી હતી. વાવાઝોડાની અસર તરીકે અનેક જગ્યાએ ભારે વરસાદ પડયે છે. ચોમાસા પહેલાં બંગાળની ખાડીમાં ઉઠેલું ચક્રવાતી વાવાઝોડું છેલ્લી સ્થિતિએ ખેપુપારાથી રર0 કિમી અને દક્ષિણ-દક્ષિણ પૂર્વ તથા સાગર દ્વીપથી ર10 કિમી દૂર કેન્દ્રિત હતું. હવામાન વિભાગે ચેતવણી આપી હતી કે ચક્રવાતી વાવાઝોડાને પગલે 110થી 1ર0 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના કિનારે તથા પૂર્વોત્તરના કેટલાક ભાગમાં ભારે વરસાદની સંભાવના છે. સમુદ્રમાં દોઢ મીટર ઊંચી લહેર ઉઠી શકે છે જેને કારણે કિનારાનાં ક્ષેત્રોમાં પાણી ભરાવાની સંભાવના છે. પશ્ચિમ બંગાળના કિનારાનાં ક્ષેત્રો માટે રવિવાર તથા સોમવાર માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાંગ્લાદેશ ઉપરાંત ભારતમાં પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓરિસ્સા, ત્રિપુરા સહિત પૂર્વોત્તરને અસર થવાની સંભાવના છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024