સંઘ નેતાનો આરોપ, કોંગ્રેસે અમિત માલવીયનું રાજીનામું માગ્યું
નવી દિલ્હી, તા.10 : ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીય પર મહિલાઓના શારીરિક શોષણનો આરોપ લાગતાં કોંગ્રેસ ઉગ્ર વિરોધમાં તુરંત રાજીનામું આપે તેવી માગ કરી છે. આવો ગંભીર આરોપ આરએસએસના નેતા શાંતનું સિન્હાએ લગાવ્યો છે.
સિન્હાએ સોશિયલ મીડિયા પર માલવીય પર ગંભીર આરોપ લગાવતાં નિષ્પક્ષ તપાસની માગ કરી છે. કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતે સવાલ ઉઠાવ્યો કે મહિલા આયોગે અત્યાર સુધી આ મામલે સંજ્ઞાન કેમ નથી લીધું ? કોંગ્રેસ નેતાએ કહ્યંy કે બંગાળ ભાજપાના નેતા અને સંઘ અગ્રણી શાંતનું સિન્હાએ આરોપ લગાવ્યો છે કે અમિત માલવીયએ ફાઈવ સ્ટાર હોટલથી માંડી ભાજપાની ઓફિસ સુધીમાં મહિલાઓનું યૌન શોષણ કર્યુ છે. સિન્હાને ટાંકી કહ્યંy કે ભાજપાના આઈટી સેલના પ્રમુખ નાપાક ગતિવિધિઓમાં લિપ્ત છે. પશ્ચિમ બંગાળના ભાજપા કાર્યાલયોમાં પણ આવી હરકતોને અંજામ અપાયો છે.
શ્રીનેતે કહ્યંy કે વાસ્તવિકતા એ છે કે પીએમ મોદીના શપથગ્રહણ કર્યાના ર4 કલાકમાં ભાજપના એક મોટા પદાધિકારી વિરુદ્ધ યૌન શોષણનો ગંભીર આરોપ લાગ્યો છે. અમે માગ કરીએ છીએ માલવીયને તુરંત પદ પરથી હટાવવામાં આવે અને મામલાની સ્વતંત્ર તપાસ થાય. બીજીતરફ માલવીયના વકીલે સંઘ નેતા શાંતનુ સિન્હાને કાનૂની નોટિસ ફટકારી આરોપને ખોટા ગણાવ્યા છે. તેમણે ત્રણ દિવસમાં નોટિસનો જવાબ માગ્યો છે.