• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

ત્રી સશક્તિકરણની ‘વંદનીય’ ગતિ

મહિલાઓનું સશક્તિકરણ સતત ચર્ચાતો મુદ્દો રહ્યો છે. અન્યાય, અત્યાચાર, દીકરીઓની સંખ્યા સહિતની વાતો સતત થયા કરે. તેની વચ્ચે કેટલીક ઘટના આંખ અને કાન બન્નેને આકર્ષે. ઝારખંડના એક નાના ગામમાં રહેતી આદિવાસી યુવતીએ વંદેભારત ટ્રેન ચલાવીને દેશની મહિલાઓને ગૌરવ લેવાની ક્ષણ આપી એમ કહી શકાય. રિતિકા તિર્કી ભારતની પ્રથમ આદિવાસી યુવતી બની છે જેમણે વંદે ભારત ટ્રેન દોડાવી. 15મી સપ્ટેમ્બબરે વડાપ્રધાને આ ટ્રેનનું લોકાર્પણ કર્યું અને 17મીએ રિતીકા આ ટ્રેનની સૂકાની બની.

રાંચીની સ્કૂલમાં ભણેલી રિતિકાને ચાર ભાઈ-બહેન છે. સાવ સામાન્ય પરિવારનું તે પ્રતિનિધિત્વ કરે છે.2019માં તેણે દક્ષિણ પુર્વ રેલવેમાં નોકરી શરુ કરી હતી. ચક્રધરપુર ડિવિઝનમાં શંટર તરીકે કારકિર્દી શરુ કરનાર આ યુવતીએ યાત્રીટ્રેન, ગુડ્સટ્રેન ચલાવી હતી. સિનીયર સહાયક લોકો પાયલટનું પ્રમોશન

મળ્યું અને હવે તે વંદેભારત ટ્રેનની પાયલટ છે. રાંચીની બીઆઈટીમાંથી મિકેનીકલ એન્જિનીયરીંગ કરનાર રિતિકા માટે દેશને ગૌરવ છે.

મહિલા દરેક ક્ષેત્રે નોંધપાત્ર રીતે આગળ વધી રહી છે. કોલકત્તાની આરજી કર હોસ્પિટલમાં બનેલી ઘટનાના પડઘા આખા દેશમાં પડયા હતા અને હજીય નારી બિચારી એવી લાગણી ફેલાઈ. ત્રી કેળવણીથી માંડીને અનેક મુદ્દા છે પરંતુ તેની વચ્ચે રિતિકાનું આ ટ્રેનના પાયલટ તરીકે કામ કરવું તે ઘટના પ્રસન્નતા અને શાતા આપનારી ઘટના છે.

ઇ-પેપરના નવા શુલ્ક