• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

હવે રામપુરમાં ટ્રેન ઉથલાવવાની કોશિશ

ટ્રેક ઉપર અસામાજીક તત્ત્વોએ મૂક્યો સાત મીટર લાંબો થાંભલો : તપાસ શરૂ

લખનઉ, તા. 19 : ઉત્તર પ્રદેશમાં ફરી એક વખત ટ્રેન ઉથલાવવાની કોશિશ કરવામાં આવી છે. રામપુરમાં રેલવે ટ્રેક ઉપર સાત મીટર લાંબો  થાંભલો રાખીને કાઠગોદામ-દેહરાદૂન એક્સપ્રેસ ટ્રેનને ડીરેલ કરવાનો પ્રયાસ સામે આવ્યો છે. સંયોગથી લોકો પાયલોટે દૂરથી જ થાંભલાને જોઈ લીધો હતો અને ઈમર્જન્સી બ્રેક લગાડી ટ્રેન રોકી દીધી હતી. બનાવની જાણકારી મળતા જ સનસની મચી હતી. થાંભલો હટાવીને ટ્રેનને રવાના કરી દેવામાં આવી હતી. બીજી તરફ ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. પોલીસ અધિક્ષક અને જીઆરપી એસપીએ સ્થળ ઉપર પહોંચીને નિરિક્ષણ કર્યું હતું.

કહેવાય છે કે 9.45 વાગ્યે એક્સપ્રેસ ટ્રેન રૂદ્રપુર પહોંચવાની હતી અને તે 10 મિનિટ વિલંબથી ચાલી રહી હતી. ટ્રેન 10.35 લાગ્યે રૂદ્રપુર પહોંચી હતી. બાદમાં ટ્રેનના લોકો પાયલોટે સ્ટેશન અધીક્ષક અને જીઆરપીને ઘટના અંગે જાણકારી આપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક