• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

શ્રીલંકા-ન્યુઝીલેન્ડ વચ્ચેનો પ્રથમ ટેસ્ટ રોમાંચક બીજા દાવમાં શ્રીલંકાના 4/237 કિવિઝથી 202 રને આગળ

ગોલ (શ્રીલંકા) તા.20: પ્રવાસી ટીમ ન્યુઝીલેન્ડ અને હોમ ટીમ શ્રીલંકા વચ્ચેનો પ્રથમ ટેસ્ટ રોમાંચક બન્યો છે. ત્રીજા દિવસની રમતના અંતે બન્ને ટીમ પાસે જીતની તક છે. આજની રમતના અંતે શ્રીલંકા 202 રને આગળ થયું છે અને 6 વિકેટ અકબંધ છે. બીજા દાવમાં શ્રીલંકાના 4 વિકેટે 237 રન થયા હતા. આ પહેલા આજે ન્યુઝીલેન્ડનો પ્રથમ દાવ 340 રને સમાપ્ત થયો હતો. આથી તેને 3પ રનની પાતળી સરસાઇ પ્રાપ્ત થઇ હતી.

બીજા દાવમાં શ્રીલંકા તરફથી દિમૂથ કરૂણારત્નેએ 83 અને દિનેશ ચંડિમાલે 61 રનની ઇનિંગ રમી હતી. એન્જેલો મેથ્યૂસ 34 અને કપ્તાન ધનંજય ડિિસલ્વા 34 રને નોટઆઉટ રહ્યો હતો. ઇનફોર્મ બેટર કામિન્ડુ મેન્ડિસ 13 રને આઉટ થયો હતો. વિલિયમ ઓરૂકેએ 3 વિકેટ લીધી હતી. બીજા દાવમાં શ્રીલંકાના 4 વિકેટે 237 રન થયા હતા તે 202 રને આગળ થયું હતું. આ પહેલા આજે ન્યુઝીલેન્ડનો પ્રથમ દાવ 340 રને સમાપ્ત થયો હતો. આજે ગ્લેન ફિલિપ 49 અને ટોમ બ્લંડેલ 2પ રને આઉટ થયા હતા. ડેરિલ મિચેલ પ7 રને પાછો ફર્યોં હતો. પ્રભાસ જયસૂર્યાએ 4, રમેશ મેન્ડિસે 3 વિકેટ લીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક