• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

બુમરાહ 400 ઇન્ટરનેશનલ વિકેટ લેનાર ભારતનો 10મો બોલર

ચેન્નાઇ, તા.20: ટીમ ઇન્ડિયાના પ્રીમિયર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 400 વિકેટ પૂરી કરનારો બુમરાહ ભારતનો 10મો બોલર બન્યો છે. બાંગલાદેશ સામેના પહેલા ટેસ્ટમાં આજે 4 વિકેટ ઝડપીને બુમરાહે આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. 400 ઇન્ટરનેશનલ વિકેટ લેનારો તે ભારતનો છઠ્ઠો ઝડપી બોલર છે. બુમરાહ પહેલા આ ઉપલબ્ધિ કપિલ દેવ, જવાગલ શ્રીનાથ, અનિલ કુંબલે, હરભજનસિંઘ, ઝહિર ખાન, આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી અને ઇશાંત શર્મા હાંસલ કરી ચૂકયા છે. કુંબલે, હરભજન, અશ્વિન અને રવીન્દ્ર ચાર સ્પિનર છે. બાકીના છ ઝડપી બોલર છે.

બુમરાહે 227 ઇનિંગમાં 400 વિકેટ લીધી છે. આ સૂચિમાં અશ્વિન 216 ઇનિંગમાં 400 વિકેટ ઝડપી પહેલા નંબર પર છે. આ પછી કપિલ દેવ (220 ઇનિંગ), મોહમ્મદ શમી (224), કુંબલે (226)ના નામ આવે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક