• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

સુરતના ઉદ્યોગકાર પાસેથી રૂ.5 કરોડની લૂંટ ચલાવનાર ચાર લુટારુ વલસાડથી ઝડપાયા બ્લેકના નાણા વ્હાઈટ કરાવવા જતા લૂંટાયો : રોકડ-કાર સહિતનો મુદ્દામાલ કબજે

સુરત, તા.ર0 : સુરતમાં એક ઉદ્યોગકારે જમીનના બ્લેકના નાણા વ્હાઈટના કરાવવા માટેથી એક શખસનો સંપર્ક કર્યા બાદ રૂ.પ કરોડની રકમ લઈને ગયેલા ઉદ્યોગકાર પાસેથી ચાર શખસ રૂ.પ કરોડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયાનો બનાવ બનતા પોલીસ હરકતમાં આવી હતી અને વલસાડ પોલીસની મદદથી ચારેય શખસને રૂ.પ કરોડની રોકડ સાથે ઝડપી લીધા હતા.

આ અંગેની વિગત એવી છે કે, રાંદેર વિસ્તારમાં રહેતા હરીશભાઈ વાંકાવાલા નામના ઉદ્યોગકારે તેના જમીનના નાણા વ્હાઈટ કરાવવા અને આરટીજીએસ દ્વારા સીધા બેંકમાં એન્ટ્રી કરાવવા માટેથી એક અજાણ્યા શખસનો સંર્પક કર્યો હતો અને અને હરીશભાઈએ 1પ દિવસ પહેલા અજાણ્યા શખસનો સંપર્ક કર્યો હતો અને રૂ.પ કરોડની રકમ બ્લેકના વ્હાઈટ કરવા માટે અને આરટીજીએસની એન્ટ્રી કરાવવા માટે હરીશભાઈ પાસે ચાર શખસ કારમાં આવ્યા હતા અને બાદમાં હરીશભાઈ પાસેથી નાણા લઈ કારમાં મુકાવ્યા બાદ ચારેય શખસ ફરાર થઈ ગયા હતા. તેમજ આરટીજીએસ પણ થયું નહોતું.

આ બનાવના પગલે હરીશભાઈએ પોલીસમાં જાણ કરતા પોલીસે નાકાબંધી કરી હતી પરંતુ ચારેય શખસ નાસી છુટવામાં સફળ રહ્યા હતા. દરમિયાન ચારેય શખસ વલસાડ તરફ પહોંચ્યા હોવાની બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચે વલસાડ પોલીસનો સંપર્ક કર્યો હતો અને વલસાડ ચેકપોસ્ટ પાસેથી પોલીસે ચારેય શખસને રૂ.પ કરોડની રોકડ અને કાર સાથે ઝડપી લીધા હતા. સુરત ક્રાઈમ બ્રાંચે ચારેય શખસનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક