• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

હલકી ગુણવત્તાનાં ભોજનનાં કારણે વર્ષે 60 કરોડ લોકો પડે છે બીમાર હુનાં વડાએ આપ્યો ચોંકાવનારો આંકડો

ચાર લાખ લોકો ખરાબ ભોજનથી જીવ પણ ગુમાવે છે

નવી દિલ્હી, તા.20: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(હુ)નાં વડા ટેડ્રોસ એડનોમ ગ્રેબેયેસે હાનિકારક ખાદ્યચીજોથી બચવા માટે કડક નિયમોની આવશ્યકતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, દર વર્ષે ખરાબ ખાવાનાં કારણે થતી બીમારીનાં 60 કરોડથી વધુ કેસ સામે આવે છે. જેમાં ચારેક લાખ લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવે છે.

દિલ્હીમાં આયોજિત બીજી ગ્લોબલ ફૂડ રેગ્યુલેટરી સમિટનાં એક કાર્યક્રમમાં તેમણે આપેલા વીડિયો સંદેશમાં આ વિશે કહ્યું હતું. જેમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડા, ખાદ્યમંત્રી પ્રહલાદ જોશી, સ્વાસ્થ્ય સચિવ અને એફએસએસએઆઈનાં અધ્યક્ષ અપૂર્વા ચંદ્ર સહિતનાં અધિકારીઓ સામેલ હતાં.

ગ્રેબેયેસસને કહ્યું હતું કે, આ વૈશ્વિક પડકારને પહોંચી વળવામાં ખાદ્ય નિયામક સમુદાયની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે.

આનાં માટે સંયુક્ત પ્રયાસો કરવાની આવશ્યકતા છે. 30 લાખથી વધુ લોકો પૌષ્ટિક આહારનો ખર્ચ પણ ઉઠાવી શકતા નથી. સુરક્ષિત ભોજન સુનિશ્ચિત કરવા માટે બધાની સહાય અને સહયોગની આવશ્યકતા રહેશે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક