બુધવારે ભારતના અર્થતંત્ર માટે અત્યંત સારા સમાચાર વહેતા થયા હતા. આગામી સમયમાં દેશના જીડીપીની ગતિ 7.4 ટકા રહેશે તેવા અનુમાન જાહેર થયા. અગાઉ જે દર 6.3 ટકા કે 6.8 ટકા રહેવાનો અંદાજ હતો તે 7.4 ટકા સુધી પહોંચે તો મજબૂત અર્થતંત્ર માટે શુભસંકેત હતા. હજી દેશવાસીઓ આ સમાચારની અસરો સમજે તે પૂર્વે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ બોમ્બનો વધુ એક ધડાકો કર્યો. રશિયા પાસેથી ક્રુડ ખરીદવાની સજા રુપે ભારત ઉપર 500 ટકા ટેરિફ અમલી બનાવવાની તેમણે જાહેરાત કરી. તેમનો આ ઈરાદો જો સફળ થાય તો ભારત માટે મોટો આર્થિક પડકાર ઊભો થઈ શકે. ચીન અને બ્રાઝીલ પણ ટ્રમ્પના આ પગલાંનો ભોગ બની શકે તેમ છે.
ડોનાલ્ડ
ટ્રમ્પે એવી જાહેરાત કરી છે કે ચીન, ભારત અને બ્રાઝિલ ઉપર 500 ટકા ટેરિફ અમલી બનશે.
અમેરિકાની સંસદ તરફ તેમણે આ પ્રસ્વાવ મોકલી દીધો છે. અમેરિનકકસેનેટર ગ્રાહમ લિન્ડસેએ
સ્પષ્ટ લખ્યું કે આ ત્રણ દેશ રુસી તેલ સસ્તા દરે ખરીદતા બંધ થાય તે માટે આ પગલું લેવું
જરુરી છે. આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં વિચિત્ર કહી શકાય તેવો આક્ષેપ છે કે રુસ પાસેથી
ઓઈલ ખરીદીને ભારત યુક્રેન વિરુદ્ધના તેના યુદ્ધને ફંડ આપી રહ્યો છે, ઈંધણ પૂરું પાડી
રહ્યો છે. અમેરિકાએ ભારત વિરુદ્ધ આટલી ખરાબ રીતે વાત મૂકી છે. રશિયા સાથે વ્યવહાર રાખનાર
વિરુદ્ધ આ કાર્યવાહી થવાની છે.
જો
અમેરિકન સંસદ તેને મંજુરી આપે તો ભારત માટે મોટું સંકટ સર્જાઈ શકે તે ઉપરાંત અન્ય દેશો
પણ ભડકે તે નક્કી છે. વેનેઝુએલામાં ટ્રમ્પે કાર્યવાહી કરી તેને હજી ગણતરીના દિવસો થયા
છે ત્યાં જ હવે ભારત ઉપર આ તોતિંગ ટેરિફ લગાડવાનો આ નિર્ણય-પ્રસ્તાવ નવા વળાંક સર્જી
રહ્યો છે. 50 ટકા ટેરિફને લીધે ભારતની નિકાસ ઉપર અસર પડી છે. સરકારે આત્મનિર્ભર ભારતનો
રસ્તો અપનાવ્યો. નવેમ્બરમાં જ જીએસટીના માળખાંમાં ફેરફાર કર્યો જેથી વેપારીઓ ઉપર આર્થિક
બોજ ન આવે. રાજ્યોની આવક વધી, લોકોની બચત પણ વધી. અર્થતંત્ર સ્થિર છે. વિકાસદર વધવાના
સંકેત સાંપડયા છે. અમેરિકા, ચીન, જર્મની પછી ભારત સૌથી મોટી- વિશ્વની ચોથી અર્થ વ્યવસ્થા
છે.
હવે
ટેરિફને લીધે આર્થિક પડકાર તો ઊભા થશે જ પરંતુ ક્યાંક મહાસત્તાઓ વચ્ચે ખટરાગ વધારે
તીવ્ર ન થાય તે પણ જોવાનું રહેશે.