ભારતીય શાત્રો અને પરંપરાઓમાં શિક્ષકનું સ્થાન ઇશ્વરથીએ ઉપર માનવામાં આવ્યું છે. ચાણક્યનીતિ કહે છે માતા - પિતા તો સંતાનને ફક્ત જન્મ આપે છે, જ્યારે શિક્ષક તેમને દ્વિજ પ્રદાન કરે છે, બીજો જન્મ આપે છે, જેથી એ સમાજમાં સન્માનજનક જીવન જીવવા યોગ્ય બને છે.
નિ:સંદેહ
ગુરુ - શિક્ષકનું મહત્ત્વ ખૂબ જ છે, પણ આપણાં સરકારી તંત્રએ અને નીતિ -?નવાં આયોજનોને
લીધે શિક્ષકને ‘સબ બંદર કા બંદા’ બનાવી દીધા છે. કોઇ સર્વે કરાવવો છે તો કામ સોંપો
શિક્ષકને, ચૂંટણીમાં મતદાન પ્રક્રિયામાં શિક્ષક,
વસતી ગણતરી શિક્ષકને, મતદારયાદી શુદ્ધીકરણનાં
કામની મુખ્ય જવાબદારી શિક્ષકને અપાણી, ચૂંટણી - આધારકાર્ડ લિન્કનું કામે શિક્ષકને સોંપાયું.
હદ તો ત્યાં થઇ કે પાંચ વર્ષ પહેલાં કોરોના સમયે શિક્ષકોને શાળાઓ માટે રાશન જોખીને
આપવાનો હુકમ થયો હતો. સામાજિક પ્રસંગોમાં થતો અનાજનો બગાડ રોકવામાંય શિક્ષકને સામેલ
કરાતો ત્યારે વિરોધ ઊઠયો હતો.
તેમાંય
બિહારનાં સાસારામમાં નગર નિગમે બેહૂદું ફરમાન
જારી કરીને હદ કરી નાખી. નગર નિગમે શિક્ષકોને રસ્તે રહેતા શેરીશ્વાનોની ગણતરી કરવાનું
કામ સોંપ્યું. આ નિર્ણય નિંદનીય છે, સાથે હાસ્યાસ્પદ છે. રખડતા શ્વાનોનો મુદ્દો દેશભરમાં
ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે આકરો મિજાજ અપનાવીને રખડતા કૂતરાઓની
સમસ્યાનો ઉપાય કરવા ફરમાન છોડયા છે. અદાલત કહે છે રસ્તાઓ શ્વાનોથી મુક્ત રહે એ સુનિશ્ચિત
કરવા માટેની કવાયત હોવી જ જોઇએ. શેરીશ્વાનો ઓચિંતા કરડે છે. વળી, તેના લીધે રસ્તા ઉપર
ગંભીર અકસ્માત સર્જાય છે. ન્યાયમૂર્તિએ સામાન્ય
જનનાં મનની વાત કરી છે કે રસ્તા પર દોડતા કૂતરા તેની પાસેથી પસાર થતાં વાહનો
વિશેષ તો ટુ વ્હીલર્સ અને સાઈકલચાલકો માટે ખતરનાક હોય છે. પડી જવાથી ચાલકોને અસ્થિભંગથી
હેમરેજ સહિતની ગંભીર ઇજા થાય છે અને કેટલાય કિસ્સામાં જીવન ગુમાવવાની નોબત આવે છે.
રખડતા
- ભટકતા શેરીશ્વાનોનો મામલો સંવેદનશીલ છે. જીવદયા સાથે સંકળાયેલો છે. કૂતરાઓ માટે શેલ્ટર
હોમ બનાવવું, રસ્તે આવતા રોકવા એ બધાનો અમલ વ્યવહારુ કેમ બનાવવો એ પ્રશ્ન છે. સાસારામમાં
શિક્ષકોને સોંપાયેલી વિચિત્ર કામગીરીની વાત પર પાછા આવીએ તો શિક્ષણ આલમમાં તેની ટીકા
થઇ રહી છે. બિહારના શિક્ષકો વિષમ પરિસ્થિતિને લઇને પહેલેથી દબાવમાં છે. છાત્રોને ભણાવવાની
શૈક્ષણિક જવાબદારી અને બિનશૈક્ષણિક કામગીરીના વધતા બોજ વચ્ચે સંતુલન જાળવવું મુશ્કેલ
બની રહ્યું છે. ઇતર કામમાં કલાકો વીતાવતા શિક્ષક પાસે છાત્રોને ગુણવત્તાયુક્ત શિક્ષણ
આપવાની તાજગી, સમય કે ઉત્સાહ બચતાં નથી. બાળકો સાથે સંવાદ થઇ શકતો નથી.
પ્રાથમિક
શિક્ષણ કારકિર્દીનો પાયો છે. વિદ્યાર્થીની કારકિર્દી, વિકાસ, સમાજજીવનનો આધાર પ્રાથમિક
શાળાઓમાં રચાય છે. શિક્ષકો શેરીશ્વાનોની ગણતરી કરવા નીકળશે તો ભણશે અને ભણાવશે કોણ
? વળી, આ કામગીરી શિક્ષકો માટે પણ જોખમી બની રહે તેમ છે. રખડતા કૂતરાનો ડર સૌને હોય
છે.?ખાસ કરીને મહિલા શિક્ષિકા આ કામગીરી કેમ
કરી શકશે ?
શિક્ષકો
ગુરુ કહેવાય. એક નહીં, અનેક પેઢીનું ઘડતર કરવાની તેમની જવાબદારી છે. સમૃદ્ધ ભારતનું
ભવિષ્ય આજના છાત્રો જ છે. ગુણવત્તાયુક્ત શિક્ષણના અભાવે તેમનો પાયો નબળો પડે એ ન જ
ચાલે.