• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

avsan nondh

ચક્ષુદાન

રાજકોટ: રમેશભાઈ ઉમેદચંદ દોશીનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 562મું ચક્ષુદાન થયેલ છે. આ ઓગસ્ટ મહિનામાં દસમું ચક્ષુદાન થયેલ છે.

ધારી: ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ મૂળ ધારી હાલ વડોદરા મંજુલાબેન વ્રજલાલ મહેતા (ઉં.93, ભૂતપૂર્વ મુખયાણિમા, બાલકૃષ્ણ લાલજી હવેલી, ધારી)તે દિનેશભાઈ તથા વિનોદભાઈના માતુશ્રીનું તા.31મીએ અવસાન થયું છે. બેસણું તા.પને ગુરુવારે સાંજે 4થી 6 લોહાણા સમાજની વાડી, હવેલી પાસે, ધારી (જી.અમરેલી)ખાતે રાખેલ છે.

ભાણવડ: લોહાણા વેપારી સ્વ. મોહનલાલ નાથાલાલ તન્નાનાં પત્ની રમાબેન (ઉં.75) તે લાખેશભાઇ, ભારતીબેન, જોલીબેન, નિશાબેન, અલ્પાબેનનાં માતુશ્રી, પોરબંદરવાળા સ્વ. ગોરધનદાસ માધવજી કાટેચાની પુત્રી, નીવ, પલકનાં દાદીનું તા.2ના અવસાન થયું છે. ઉઠમણું, પિયરપક્ષની સાદડી તા.5ના 4થી 5 રાજકોટ ખાતે જાગનાથ મંદિર, યાજ્ઞિક રોડ તથા ભાણવડ ખાતે બેસણું તા.6  4થી 5 જલારામ વાડીમાં રાખેલ છે.

મેંદરડા: ડાયાભાઈ પાંચાભાઈ સીદપરા (વી.ડી.એન્ડ કું)(ઉં.102) તે શશીકાંતભાઈના પિતાશ્રી, તે કુલદીપ, દર્શીલના દાદાનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.5ના 3થી 6, લેઉવા પટેલ સમાજ, મેંદરડા છે.

જામનગર: અનુસૂચિત જાતિ સમાજના આગેવાન, પીઢ નેતા, પૂર્વ કોર્પોરેટર, પૂર્વ સેનિટેશન શાખા ચેરમેન અર્જુનભાઈ કરશનભાઈ પરમાર (ઉં.91)નું તા.3ના અવસાન થયું છે. શ્રદ્ધાંજલિ સભા તા.4ને બુધવારે સાંજે 5-30થી 6, વણકર સમાજની વાડી, શંકર ટેકરી, સિદ્ધાર્થ કોલોની,

જામનગર છે.

જૂનાગઢ:દશા મોઢ માંડલિયા વણિક સ્વ.મુકેશભાઈ શાહ (લાતીવાળા)નાં પત્ની અર્ચનાબેન (અરુણાબેન)(ઉં.73) તે સમીરભાઈ, પરેશભાઈ, મેઘાબેનનાં માતુશ્રી, તે નીતાબેન, સ્વ.નીતિનભાઈ, હરેશભાઈનાં ભાભી, તે આકાશ, હનીનાં ભાભુનું તા.2ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.5ના 4થી 6, ગુલાબવાડી, પોસ્ટઓફિસ રોડ, આઝાદ ચોક, જૂનાગઢ છે.

સાવરકુંડલા: ડાભી કાળુભાઈ ખોડાભાઈ (ઉં.91) તે બિજલભાઈ ડાભી (આચાર્ય વીજપડી નિવૃત્ત) અને ડાભી દેવાયતભાઈના મોટાભાઈ, ડાભી અશોકભાઈ શિક્ષક (ઘાંડલા)ના મોટાબાપુનું તા.2ના અવસાન થયું છે.

રાજકોટ: મૂળ જૂનાગઢના હાલ અમદાવાદ ભગવાનજીભાઈ શામજીભાઈ વિઠલાણી (ઉં.79) તે જસવંતીબેનના પતિ, ચેતનભાઈ (એસબીઆઈ), કૃતિબેનના પિતા, ખ્યાતિબેનના સસરા, ડો.વિયતિ, જતનના દાદા, સ્વ.ધીરૂભાઈ, સ્વ.ચંદ્રકાંતભાઈ, સ્વ.જયસુખભાઈ, સ્વ.શાંતિભાઈ, સ્વ.મનસુખભાઈ, વનિતાબેનના ભાઈ, સ્વ.ચિમનલાલ લ્હેરૂના જમાઈનું તા.2ના અમદાવાદમાં અવસાન થયું છે. પ્રાર્થના સભા, પિયર પક્ષની સાદડી તા.5ના સાંજે 4થી 6, સદવિચાર પરિવારનો મદનમોહન રમણલાલ હોલ, મેરિયટ હોટલ પાસે, રામદેવનગર બીઆરટીએસ બસ સ્ટોપ સામે, સેટેલાઈટ રોડ, અમદાવાદ છે.

રાજકોટ: રમેશચંદ્ર કેશવલાલ ચોલેરા (ઉં.77) તે યોગેશ ચોલેરા (કે બુક્સ/લાઇટ), મેહુલ ચોલેરા (ચોમેર સેલ્સ), અંજના હેમલ ચોટાઈના પિતા, પ્રવીણભાઈ, લલિતભાઈ, ભરતભાઈ (જસદણ)ના ભાઈ, મનસુખલાલ રતિલાલ સાદરાણી (બગસરા)ના બનેવી, અર્ચના ચોલેરા (આત્મીય યુનિ.), દીપ્તિના સસરાનું તા.2ના અવસાન થયું છે. બેસણું તા.5ના સાંજે 4થી 5, પંચનાથ મંદિર, રાજકોટ છે.

પોરબંદર: દીપેનભાઈ મુકુંદરાય તન્ના (ઉં.44) તે મુકુંદભાઈ હરિદાસ તન્નાના પુત્ર, મીતના પિતા, સ્વાતિ સુરેશભાઈ ઠકરાર, હિરલ સચિનભાઈ ડોલરના ભાઈનું તા.3ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.5ના બપોરે 5થી 5-30, પોરબંદરની લોહાણા મહાજન વાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત છે.

રાજકોટ: રીટાબેન દેવાણી (ઉં.58) તે જયંતિલાલ ગીરધરલાલ દેવાણીની પુત્રી, સ્વ.જયેશભાઈ, જયેન્દ્રભાઈ (કુરીયરવાળા), અનિલાનાં બહેનનું તા.2ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.5ના સાંજે 4થી 5, લોહાણા મહાજન વાડી, સટ્ટાબજાર

ખાતે છે.

વાંકાનેર: વસંતભાઈ ચતુરભાઈ વાઘેલા (ઉં.64) તે મનહરભાઈના ભાઈ, અશોકભાઈ (લાલો)ના પિતાશ્રી, ચંદુભાઈ, ભરતભાઈ આંબલિયાના બનેવીનું તા.1ના અવસાન થયું છે. બેસણું બન્ને પક્ષનું તા.5ના સાંજે 4થી 6, રામેશ્વર પાર્ક, વિશીપરા ચોક વાંકાનેર છે.

રાજકોટ: બાબરા નિવાસી હાલ રાજકોટ રાજગોર બ્રાહ્મણ રતિલાલ માધવજી તેરૈયા (ઉં.98) તે ધીરજલાલ, ભરતભાઈ, પ્રવીણચંદ્રભાઈના પિતા, તે પ્રશાંતભાઈના દાદાનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.5ના ગુરુવારના રોજ ભક્તિ આશ્રમ, એ.જી.ચોક, ચમત્કારિક હનુમાન મંદિર સામે, કાલાવડ રોડ, રાજકોટ છે.

તળાજા: ગોદીબેન મગનભાઈ વાઘેલા (ઉં.77) તે મુકેશભાઈનાં માતુશ્રી, લલીતભાઈ, લક્ષ્મણભાઈનાં કાકી, હિતેષભાઈ, રાજેશભાઈ, સંજયભાઈ, જલદીપભાઈનાં દાદીનું તા.2ના અવસાન થયું છે. બન્ને પક્ષની સાદડી તા.6ના સાંજે 4થી 6, દશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી, વીરભગતસિંહ રોડ, તળાજા છે. પિયરપક્ષની સાદડી સાથે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિ ફાઇનલમાં ભારતની આજે દ. કોરિયા સામે ટક્કર લીગ રાઉન્ડમાં કોરિયાને હાર આપનાર ભારત આ ટીમને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં September 16, Mon, 2024