• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

અવસાન નોંધ

ચક્ષુદાન

રાજકોટ: કાનજીભાઇ ખોડાભાઇ લુણાગરિયાનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 565મું ચક્ષુદાન. ચક્ષુદાન મિતલભાઈ ખેતાણીના સહયોગથી થયેલ છે.

ઉમરાળા: રતનપુર હાલ ઉમરાળા સ્વરૂપબા રણધીરસિંહ ગોહિલ (ઉં.70) તે રણધીરસિંહ મૂળુભા ગોહિલનાં પત્ની, તે જયવીરસિંહનાં માતુશ્રી, તે મહેન્દ્રસિંહ, સ્વ.મજબૂતસિંહના નાનાભાઈનાં પત્ની, સ્વ.રઘુવીરસિંહ, રોહિતસિંહ મજબૂતસિંહ, રાજવીરસિંહ, ભગીરથસિંહ, ડો.સુરેન્દ્રસિંહ, શૈલેન્દ્રસિંહનાં કાકી, તે માનદીપસિંહ, ઋતુરાજસિંહ, અધિરાજસિંહ, આદિત્યરાજસિંહ, વિશ્વજીતસિંહ, તીર્થરાજસિંહ, કુળવીરસિંહનાં દાદીનું તા.9ના અવસાન થયું છે.

પોરબંદર: ધીરજલાલ પ્રેમજી દેવાણી (ઉં.64) તે સ્વ.પ્રેમજી કેશવજી દેવાણીના પુત્ર, તે સ્વ.કિશોરભાઈ, સ્વ.નિલેશભાઈ, વીણાબેનના ભાઈ, તે જીજ્ઞેશ, યશના પિતાશ્રીનું તા.10ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.12ના સાંજે 5થી 5-30, લોહાણા મહાજન વાડીના પ્રાર્થનાસભા હોલમાં ભાઈઓ-બહેનોની સંયુક્ત છે.

વાંગધ્રા (રાજુલા): ભાનુશંકર શંભુપ્રસાદ વડિયા (ઉં.90) તે જેન્તીભાઈ (પોરબંદરના વાઘેશ્વરી માતાજી મંદિરના પૂજારી), રમેશભાઈ (રાજકોટ), દિલીપભાઈ (વાંગધ્રા-રાજુલા)ના પિતાશ્રી, તે દેવાંગના દાદાનું તા.10ના અવસાન થયું છે. સંયુક્ત પ્રાર્થનાસભા તા.12ના સાંજે 5થી 6, પોરબંદરના વાઘેશ્વરી માતાજીનાં મંદિરે રાખેલ છે.

સાવરકુંડલા: નેસડીના વિજયાબેન દયાશંકરભાઈ મહેતા (ઉં.85) તે અશોકભાઈ દયાશંકરભાઈ મહેતાનાં માતુશ્રીનું તા.11ના અવસાન થયું છે.

સાવરકુંડલા: દીપકકુમાર વિનોદરાય ખોખર (ઉં.45) તે વિનોદરાય કાળાભાઈ ખોખરના પુત્ર અને મુકેશભાઈના ભાઈ, તે શુભમના પિતાશ્રી, તે નયનાબેનના પતિનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.12ના 4થી 6, પંચવટી સોસાયટી, મહુવા રોડ, સાવરકુંડલા છે.

સાવરકુંડલા: રમેશભાઈ ટપુભાઈ જેઠવા તે કાંતિભાઈ ટાપુભાઈ જેઠવાના ભાઈ, તે ભીખેશભાઈ, કિશનભાઈના પિતાનું તા.9ના અવસાન થયું છે. સાદડી તા.12ના સાંજે 4 થી 6, મહાદેવ વાળી શેરી, ધોબી જ્ઞાતિ વાડી, સાવરકુંડલા છે.

રાજકોટ: બ્રહ્મક્ષત્રિય સ્વ.લક્ષ્મીકાંત વલ્લભદાસ છાંટબારનાં પત્ની કુંદનબેન તે ધીમંતભાઈ, નીતા ગીતેશકુમાર નિર્મળ, દિપ્તી જીગેશકુમાર ભેડા, પૂજા અતુલકુમાર પડિયાનાં માતુશ્રી, તે સ્વ.વલ્લભદાસ કેશવજીભાઈ પડિયાનાં દીકરી, તે મહેન્દ્રભાઈ, દિનેશભાઈ, મનોજભાઈનાં મોટા બેનનું તા.10ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.12ના 5થી 6, બ્રહ્મક્ષત્રિય વાડી, પેડક રોડ, રાજકોટ છે.

ભાવનગર: ચંદુભા પ્રતાપસિંહ ગોહિલ (રીટાયર્ડ એ.એસ.આઈ)(ઉં.63) મૂળ ગામ પચ્છેગામ, તા.વલભીપુર હાલ ભાવનગર તે ઉષાબા, હર્ષાબા (ના.મામલતદાર, જમીન સંપાદન-રાજકોટ), ક્ષમાબા, કૃપાબા, અર્જુનસિંહના પિતાશ્રી, વનરાજસિંહ પ્રતાપસિંહ ગોહીલ (પોસ્ટ માસ્ટર)ના મોટાભાઈનું તા.10ના અવસાન થયું છે. બેસણું  તા.12ના સાંજે 4થી 6, સ્વપ્નસાકાર ટાઉનશિપ, જય ગણેશ ટોયોટા શોરૂમ પાછળ, આખલોલ પુલ પાસે, ફૂલસર, ભાવનગર કોમ્યુનિટી હોલ ખાતે તથા તા.14ના શનિવારે પચ્છેગામ ચોરે સવારે

9થી 6 છે.

રાજકોટ: ધીરૂભાઈ પોપટભાઈ વડગામા (યુટેન્શિલવાળા)ના પુત્ર શૈલેન્દ્રભાઈ (ઉં.56) તે માનસીબેનના પતિ, પ્રિયંકા દર્શનભાઈ ત્રાટિયાના પિતાશ્રી, ચેતનાબેન ચેતનભાઈ અખિયાણિયા તથા શિલ્પાબેન વીરેન્દ્રભાઈ ભાડેશિયાના ભાઈનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13ના 4-30થી 6, રામ મંદિર, ગોંડલ રોડ, રામનગર મે.રોડ, રાજકોટ છે.

રાજકોટ: વાળંદ સમાજના વલ્લભભાઈ મનજીભાઈ માંડવિયા (ઉં.71) તે ધીરૂભાઈ, રમેશભાઈ, સ્વ.ગીરીશભાઈ, કિશોરભાઈના ભાઈ, તે આટકોટ નિવાસી સ્વ.ચંદુભાઈ ગીરધરભાઈ લાંધણોજાના જમાઈ, તે વિશાલભાઈ, નિકુંજભાઈ તથા અંકીતભાઈના પિતાશ્રીનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13ના બપોરે 4થી 6, 3-ગાંધીનગર, ગાંધીગ્રામ, સર્વેશ્વર મહાદેવ મંદિર સામે, રાજકોટ છે.

રાજકોટ: ઉપલેટા નિવાસી હાલ રાજકોટ સ્વ.કિશનભાઈ (ધીરૂભાઈ) ગોરધનભાઈ મારડિયા તે ભાવેશભાઈ, સાગરભાઈ તથા મનીષાબેનના પિતાશ્રીનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13ના બપોરે 4થી 6, બાલકૃષ્ણ સોસાયટી શેરી નં.27, રામાપીર મંદિર સામે, સંતકબીર રોડ,

રાજકોટ છે.

ઘાટકોપર-મુંબઈ: દશાશ્રીમાળી દેરાવાસી જૈન રાજકોટ નિવાસી હાલ ઘાટકોપર ઝવેરીલાલ નેમચંદ દોશીના પુત્ર લક્ષ્મીકાંતભાઈ (બટુકભાઈ)(ઉં.79) તે સ્વ.રંજનબેનના પતિ, તે અલ્પા, દીપા, ભાવિકાના પિતાશ્રી, તે સ્વ.લલિતભાઈ દોશી, સુરૂભાઈ દોશીના ભત્રીજાનું તા.10ના અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ છે.

રાજકોટ: મૂળ હળવદ નિવાસી હાલ રાજકોટ લલિતાબેન લલિતકુમાર શુક્લ (ઉં.90) તે સ્વ.લલિતભાઈ જટાશંકર શુક્લનાં પત્ની, ઉમેશભાઈ શુક્લ (એક્સ.ચીફ બુકિંગ સુપરવાઈઝર, વે.રેલવે, રાજકોટ), નીતાબેન ભરતભાઈ દવે, નીશાબેન મુકેશભાઈ શુક્લનાં માતુશ્રી, હર્ષ અને આકાશનાં દાદીનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.12ના 4-30થી 6, ધ્યાનશંકર પ્રગટેશ્વર મહાદેવ મંદિર, પ્રકાશ સોસાયટી, નિર્મળા કોન્વેન્ટ સ્કૂલની સામે, રૈયા રોડ, રાજકોટ છે.

રાજકોટ: ઉપલેટા નિવાસી હાલ રાજકોટ સ્વ.શિવલાલભાઈ પ્રાણલાલભાઈ કોઠારીનાં પુત્રવધૂ તથા સ્વ.પીયૂષભાઈ શિવલાલભાઈ કોઠારીનાં પત્ની ચંદ્રિકાબેન તે પ્રતીકભાઈ, રોશનીબેન, રચનાબેનનાં માતુશ્રી, તે ધરાબેન, મેહુલભાઈ, નિશાંતભાઈનાં સાસુ, તે પ્રફુલ્લભાઈ શિવલાલભાઈ કોઠારી, કિરીટભાઈ શિવલાલભાઈ કોઠારીનાં ભાભી, પિયરપક્ષે સ્વ.શાંતિલાલ મૂળચંદ અજમેરાનાં પુત્રીનું તા.5ના અવસાન થયું છે. ઉઠમણું/પ્રાર્થનાસભા તા.13ના સવારે 10 કલાકે, શેઠ ઉપાશ્રય, પ્રસંગ હોલની બાજુમાં, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ છે.

જેતપુર: દિનેશભાઈ લક્ષ્મણભાઈ ભંગડિયાનાં પત્ની હંસાબેન (ઉં.54) તે મીતનાં માતુશ્રીનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4થી 6, કોટડિયા વાડી, ગાયત્રી મંદિર પાસે, જેતપુર છે.

જૂનાગઢ: સ્વ.સોની ચંદ્રકાંત ગોપાલદાસ વેડિયાના પત્ની રંજનબેન (ઉં.79) તે રાજેશભાઈ, કાશ્મીરાબેન અને તેજલબેનના માતુશ્રી, વિશ્વા અને ખુશીના દાદીમાં, રમીલાબેન, દિનેશભાઈ, ભારતીબેન, સ્વ.સુરેશભાઈ અને શોભનાબેનના ભાભીનું તા.11ના અવસાન થયું છે. સ્મશાનયાત્રા તા.1રના સવારે કલાકે તેમના નિવાસ સ્થાન ભારત એપાર્ટમેન્ટ, સિદ્ધનાથ મહાદેવ મંદિરવાળી શેરી, ઝાંઝરડા રોડ, જૂનાગઢ ખાતેથી નીકળશે. બેસણુ તા.1રને ગુરુવારે સાંજે પથી 6 સિદ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ ખાતે રાખેલ છે.

જૂનાગઢ: સંતોકબેન દુદાભાઈ કનેરીયા (ઉં.10) તે સ્વ.કરમશીભાઈ, વલ્લભભાઈ અને રમેશભાઈના માતુશ્રીનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.1રના સાંજે 4થી 6 લોઢિયાવાડી, જલારામ સોસાયટી, જૂનાગઢ છે.

જૂનાગઢ: નિરંજનભાઈ જેન્તીલાલ જયસ્વાલના પુત્ર હિરેનનું તા.10ના અવસાન થયું છે. બેસણુ તા.1રના સાંજે 4થી 6, કામદાર સોસાયટી, દાતાર રોડ, જૂનાગઢ છે.

કોટડા સાંગાણી: જસુબેન જમનાદાસ કારિયા (ઉં.97) તે ભરતભાઈ કારિયા, દિલીપભાઈ, સ્વ.જવાહરના માતુશ્રીનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.13ના 4થી 6 કોટડા સાંગાણી મુકામે તેમના નિવાસ સ્થાને છે.

ગોંડલ: કીર્તિકુમાર રમણીકલાલ કારિયા (રિટાયર્ડ ટીચર-મોંઘીબા હાઈસ્કૂલ) તે ભરતભાઈ (ઉપલેટા), પ્રવીણભાઈ, નયનભાઈ (એડવોકેટ), વિજયભાઈ (પ્રોફેસર, મહિલા કોલેજ), રેખાબેન અનંતરાય પોપટ (વડોદરા), પૂર્વીબેન મુકેશભાઈ કેશરિયા (કેન્યા)ના ભાઈ, હાર્દિકભાઈ (એલઆઈસી), દૈવતભાઈ, સુવિદભાઈના બાપુજીનું તા.8ના અવસાન થયું છે. બેસણુ તા.1રનાં સાંજે 4થી 6 લોહાણા મહાજન વાડી, વિભાગ-ર, 6-મહાજન વાડી, ગેંડલ છે.

ગેંડલ: પરજીયા સોની અમિત બાબુભાઈ ચલ્લા (ઉં.વ.38) તે સ્વ.બાબુભાઈ મકરજીભાઈ ચલ્લાનાં પુત્ર, હિતેશભાઈ, પ્રજ્ઞાબેન ભરતકુમાર પડેશ્વર સુરતના નાનાભાઈ, ચંદ્રકાંતભાઈ, હેમંતભાઈના પિતરાઈ ભાઈનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4થી 6 શંકરવાડી વોરા કોટડા રોડ, ગોંડલ છે.

વેરાવળ (શાપર): સોની પ્રવિણચંદ્ર વાડીલાલ ફીચડિયા-માંગરોળ, હાલ વેરાવળ (શાપર) તે સ્વ.અનિલભાઈ, સ્વ.વિનયભાઈ, સ્વ. દિલીપભાઈ, સ્વ.વિપીનભાઈ, મહેન્દ્રભાઈ, કિરણભાઈના મોટાભાઈ, સ્વ.અમૃતલાલ પી.મદાણીના બનેવી, વિજયભાઈ, શૈલેષભાઈ, સંધ્યાબેન, રીટાબેનના પિતાશ્રી, હેમાક્ષી, દીપ, હિતાશ્રીના દાદા, નિશાંત બી. રાજપુરા, સુરેશ બી. લોઢીયાના સસરાનું તા.9ના અવસાન થયું છે. ઉઠમણું તા.1રના સવારે 10થી 1ર આશીર્વાદ, બ્લોક નં.ર41-એ, શેરી નં.18 શાંતિધામ-ર, વેરાવળ (શાપર), તા.કોટડા સાંગાણી, જી.રાજકોટ છે.

વાંકાનેર: અવની સીડઝ ઈન્ડ.વાળા દિલીપભાઈ રતીલાલ વોરા (દિલુભાઈ દાણાવાળા)ના પુત્ર અને બકુલભાઈ દાણાવાળાના ભત્રીજા ભાર્ગવભાઈ (ઢલુભાઈ) (ઉં.રર) તે દેવેશભાઈ, ભાવીનભાઈ, જતીનભાઈ, ખિલનભાઈ, રોનકભાઈ દાણાવાળા (લાલાભાઈ), નિશીતાબેન હર્ષભાઈ શાહ, કોડિનારવાળાના નાનાભાઈ તથા મોરબી નિવાસી ઉષાબેન સેન્ટરવાળા સ્વ.શ્રી જગદીશભાઈ, જશાભાઈ, પ્રકાશભાઈ પારેખના ભાણેજનું તા.9ના અવસાન થયું છે. બેસણુ તા.1રના સાંજે 4.30 બ્રાહ્મણજ્ઞાતિની વાડી, રામચોક ખાતે વાંકાનેર રાખેલ છે.

રાજકોટ: સ્વ.હરખચંદ ત્રિકમજી મહેતા (એડનવાળા) તથા સ્વ.સુરજબેનનાં પુત્રી ડૉ. મનોરમાબેન (પૂર્વ સુપ્રીટેન્ડન્ટ કે.ટી.સી.એચ. ચીલ્ડ્રન હોસ્પિટલ) તે રજનીભાઈ, ઈન્દુબેન જીતેનભાઈ કલહન, સ્વ.જયવંતભાઈ, નલીનભાઈ, દેવીબેન પ્રતાપભાઈ શાહ તથા દિલીપભાઈના બેનનું તા.6ના દેહરાદુન મુકામે અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.1રના સાંજે પથી 6 નાગર બોર્ડિંગ વિરાણી હાઈસ્કૂલ સામે

રાજકોટ છે.

જૂનાગઢ: દશા સોરઠિયા વણિક સ્વ.મધુસુદનભાઈ કેશવલાલ માવાણીના પત્ની, નિર્મળાબેન મધુસુદનભાઈ માવાણી (ઉં.વ.74) તે અમૃતલાલ સૌભાગ્યચંદ પરિખના પુત્રી, જીનેશ, હિરેનના માતુશ્રીનું તા.10ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.1રના સાંજે 4થી 6, ઉપરકોટ રોડ, દેવવાડી ખાતે છે. મોસાળ પક્ષની સાદડી સાથે છે.

સાવરકુંડલા: ગુર્જર સુતાર જ્ઞાતિ સમાજના પ્રિયાંક કાંતિભાઈ ગજ્જર (ગળચટ) (ઉં.ર6) તે કાંતિભાઈ ગીરધરભાઈ ગજ્જર (ગળચટ)ના પુત્ર, જયદીપભાઈ, દિપ્તીબેન, માધવીબેનના ભાઈ, હાર્દિકકુમાર કિશોરભાઈ ધારૈયાના સાળાનું તા.8ના અવસાન થયું છે.

ભેસાણ: પોરબંદર નિવાસી હાલ ગાંધીનગર સ્વ.રમાબેન પરસોત્તમભાઈ સવજાણી (ઉં.83) તે જ્યોતિબેન સાદરાણી, સંજયભાઈ (મલાવી, આફ્રિકા), હિતેષભાઈનાં માતુશ્રી, હર્ષદભાઈ, હર્ષાબેનનાં સાસુ, દિશા, અંકિતાના નાની, ધ્રુવ, ધ્રુવીનાં દાદીનું તા.10ના અવસાન થયું છે. બેસણુ તા.1રના સાંજે પથી 6 શુકન સ્કાય, ગાંધીનગર કોબા હાઈવે, સીટી પ્લસ સિનેમા પાસે, ઉર્જા નગર 1, રાંદેસણ,

ગાંધીનગર છે.

વાંકાનેર: પ્રફુલ્લચંદ્ર ગીરધરલાલ કોટક (ઉં.67) તે જીમીભાઇ, રવિભાઇ, સુનિલભાઇના પિતાશ્રી, જગદીશચંદ્ર, અશોકચંદ્રના મોટા ભાઇ, રતીલાલ વેલશીભાઇ ગિકમાણીના જમાઇનું તા.10ના અવસાન થયું છે. ઉઠમણું તા.13ના સાંજે 5 કલાકે વિશ્વકર્મા મંદિર જીનપરા ચોકમાં પિયર પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ સ્વ. સુશીલાબેન લક્ષ્મીશંકર વ્યાસ (ઉં.77) તે સ્વ. એલ.એલ. વ્યાસનાં પુત્રી, સ્વ. ડો. પી.એલ. વ્યાસ, સ્વ. નવીનચંદ્ર, સ્વ. ભરતભાઇ, સ્વ. પુષ્પાબેન તથા મહેન્દ્રભાઇ અને ઇન્દિરાબેનનાં નાના બહેનનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.12નાં સાંજે 4થી 6 એપલગ્રીન ફલેટ્સ, 1103 ઓરેન્જ-બી, નાગેશ્વર મેઇન રોડ, યુનિકેર હોસ્પિટલ પાસે, જામનગર રોડ, રાજકોટ છે.

રાજકોટ: સ્વ. ગોવિંદભાઇ જેઠાલાલ રાજદેવના પુત્ર, નલિનભાઇ તે સ્વ. કિરીટભાઇ, સ્વ. મુકેશભાઇ, શૈલેષભાઇ, પીયૂષભાઇ, મનોરમાબેન, નયનાબેનના ભાઇ, અંકુરભાઇ, નિમિષાબેન, જુલીબેન, પૂર્વિબેન પિતાશ્રી, સ્વ. છોટાલાલ તુલસીદાસ લાખાણીના જમાઇ, વિનોદરાય, પ્રવીણચંદ્ર, મહેશભાઇ લાખાણી (સમિર ટ્રેડર્સ વાંકાનેર)ના બનેવીનું અવસાન થયું છે. બેસણું પિયર પક્ષની સાદડી સાથે બેસણું તા.12ના 4થી 5-30 પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક