• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

અવસાન નોંધ

દેહદાન

રાજકોટ: સુરેશભાઇ ગણપતરાવ દેશપાડેનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી દેહદાન કરેલ છે. તે જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 55મું દેહદાન થયેલ છે.

ચક્ષુદાન

અમરેલી: અમરેલીના ચિતલ રોડ પર વસતા બાબુભાઇ નાગજીભાઇ પટેલ (ઉં.78)નું તા.4ના અવસાન થતા તેમના પુત્ર, સમીર બાબુભાઇ પટેલ, પુત્રીએ સેજલબેન તથા શ્વેતાબેન દ્વારા ચક્ષુદાન, દેહદાનનો નિર્ણય કરાયા હતો. આ માટે તેમણે પૂર્વ નગરસેવક ડો. ચંદ્રેશ ખુંટના માધ્યમથી ચક્ષુદાન ક્ષેત્રે સેવારત સંસ્થા સંવેદન ગ્રુપનો સંપર્ક કરી ચક્ષુદાન લેવા જણાવેલ. આ નેત્રદાન સ્વિકારવા માટે સંવેદન ગ્રુપના પ્રમુખ વિપુલ ભટ્ટી સાથે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલ વ્યાસ તથા દર્શન પંડયાએ સેવા આપી હતી.

બગસરા: બ્રહ્મક્ષત્રિય સ્વ. વિજયભાઈ કિશોરભાઈ વલેરા (ઉં.57) (બગસરાવાળા) હાલ બાબરા તે કૌશિકભાઈ  (લંડન), જય પ્રકાશભાઈ (બગસરા), ભારતીબેન (લંડન)ના નાનાભાઈ, જયેશભાઈ (બગસરા), અનિલભાઈ (બગસરા), ભાવનાબેન (બાબરા), ચેતનાબેન (રાજકોટ), દક્ષાબેન (મહુવા)ના મોટા ભાઇ, આશા, જેનિકા, નીલ, પરાગ, ધરા, હાર્દિકના કાકાનું તા.1ના અવસાન થયું છે. બેસણું તા.5ના બપોરે 4થી 6 જૂની બ્રહ્મક્ષત્રિય સમાજની વાડી, ખત્રીવાડ, બગસરા છે.

રાજકોટ: સ્વ. મનસુખલાલ હેમચંદ જડીઆ, એડવોકેટ, રાજકોટ (મૂળ ગોંડલ)તે સ્વ. મુકેશભાઈ, સંદીપના પિતાશ્રીનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.5ના 10થી 11-30 પંચનાથ મંદિર, લીમડા ચોક, રાજકોટ છે.

રાજકોટ: સ્વ. સોની કલ્યાણજીભાઇ ત્રિભોવનદાસ ફિચડિયા (સણોસરાવાળા)ના પુત્ર, ગુણવંતરાય ફિચડિયા (ઉં.70)તે અમિતભાઇ, બીનાબેન, શીતલબેન, જલ્પાબેન, બિંદીયાબેન, ભૂમિબેનનાં પિતાશ્રી, જીત, ધૈર્યના દાદા, તે સોની ખુશાલભાઇ પ્રેમજીભાઇ રાણપરા (સુસવાવવાળા)નાં જમાઇ, સોની કિશોરભાઇ,  કિરીટભાઇ, દિલીપભાઇનાં બનેવીનું તા.3ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું તા.5નાં સાંજે 4થી 6  શ્યામકુંવરબાઈ વાડી, હવેલી પાસે, જૂના દરબારગઢ પાસે, રાજકોટ છે.

મોરબી: રવાપર નિવાસી પુષ્પાબેન કાસુન્દ્રા (ઉં.53) તે ગોપાલભાઇ વસ્તાભાઇ કાસુન્દ્રા (પૂર્વ સરપંચ, રવાપર)નાં પત્ની, કાંતાબેન વસ્તાભાઇ કાસુન્દ્રાનાં પુત્રવધૂ, ગૌરવભાઇ, ચિરાગભાઇ, પ્રાર્થવીબેન સાવનકુમાર ભાડજા, ધ્રીવીબેન અર્જુનકુમાર આદ્રોજાનાં માતુશ્રી, ભાવિકાબેન ગૌરવભાઇ કાસુન્દ્રા, ધારાબેન ચિરાગભાઇ કાસુન્દ્રા, સાવનકુમાર જગદીશભાઇ ભાડજા, અર્જુનકુમાર કાંતિભાઇ આદ્રોજાનાં સાસુનું તા.2ના અવસાન થયું છે. બેસણું તા.5નાં સવારે 8થી 10 ગુરુ લાભદે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી પિયર પક્ષનું બેસણું સાથે છે.

રાજકોટ: સ્વ. નરસીદાસ માધવજી જીવરાજાનીના પુત્ર, મનસુખલાલ તે સ્વ. પોપટલાલ કલ્યાણજી રાજાણીના જમાઇ, કમલેશભાઇ, રાજેશભાઇ, હિતેશભાઇ, ગીતાબેન પરેશકુમાર કોટેચાના પિતાશ્રી, નિર્મિત, દર્શિતાના દાદાનું તા.4ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી, તા.6ના સાંજે 5 કલાકે પંચનાથ મંદિર, રાજકોટ છે.

જામનગર: હાલારી ભાનુશાળી ચંપાબેન દિનેશભાઇ કટારમલ (ઉં.83)નું તા.4ના અવસાન થયું છે. ઉઠમણું તા.5ના બપોરે 4-30થી 5 ભાઇઓ, બહેનો માટે વેજુમાં સ્મૃતિ હોલ, પવન ચક્કી પાસે, જામનગર છે.

જૂનાગઢ: સિંકદારાબાદ નિવાસી રશ્મિકાંત રાડિયા તે જૂનાગઢ નિવાસી સ્વ. ચંદ્રકાંતભાઇ, સ્વ. નાથાભાઇ સાગલાણીના બનેવીનું અવસાન થયું છે. સાદડી તા.5ના સાંજે 4-30થી 5-30 જાગનાથ મહાદેવ મંદિર, તળાવ દરવાજા, જૂનાગઢ છે.

રાજકોટ: હરેશભાઇ ગોરધનભાઇ સરધારા (ઉં.57)તે ગોરધનભાઇ દુદાભાઇ સરધારાના પુત્ર, કમલેશભાઇના મોટા ભાઇ, મિહિર અને સ્વાતિના પિતાનું તા.4નાં અવસાન થયું છે. બેસણું તા.5નાં સવારે 8થી 9-30 રામેશ્વર મહાદેવ મંદિર, 3 સુભાષનગર, રામેશ્વર ચોક, રૈયા રોડ, રાજકોટ છે.

રાજકોટ: નિર્મલાબેન રમણિકલાલ બોરીચા (ઉં.89) તે સ્વ. ઠા. રમણિકલાલ દામજી બોરીચાના પત્ની, અશોકભાઇ, હંસાબેન હર્ષદ મોરજરિયા, દક્ષા ગિરીશ બાટવિયા, મીતા મહેન્દ્ર મોદી, બીના મુકેશ હાલાણી, ભાવના રિતેષ મોરઝરિયા, અમિતા મિલનભાઇ રાયઠઠ્ઠા, રૂપા નિલેષ દતાણીના માતુશ્રી, મયુરી, અશોક બોરીચાના સાસુ, મીત અશોક બોરીચા તથા શ્રીતી અશોક બોરીચાના દાદીનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.5ના સાંજે 4થી 5 “સવન સિગ્નેટ’’ કલબ હાઉસ આલાપ ગ્રીન સીટી પાસે, રૈયા રોડ, રાજકોટ છે.

સાવરકુંડલા: રસિકભાઇ ગીરધરભાઇ પોપટ (ઉં.82)તે કમલેશભાઇ, ભાવેશભાઇના પિતાશ્રીનું તા.2ના અવસાન થયું છે. બેસણું તા.5ના સાંજે 4થી 6 સિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિર, નદી કાંઠે, સાવરકુંડલા છે.

સાવરકુંડલા: જેતપુર નિવાસી જયાબેન તનસુખલાલ સોનેજી (ઉં.80) તે સાવરકુંડલા નિવાસી નરેન્દ્ર જેઠાલાલ જોગીના મોટા બેન, સ્વ. ભરતકુમાર પ્રભુદાસ છાટબારના સાસુનું તા.30ના જેતપુરમાં અવસાન થયું છે. સાદડી તા.5ના સાંજે 4થી 6 બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચવાડી નદી કાંઠે, સાવરકુંડલા છે.

સાવરકુંડલા:  જોસનાબેન હરકાંતભાઇ પંડયા (ઉ.68) તે પિયુષભાઇ અને ધવલભાઇના માતુશ્રીનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.5ના સાંજે 4થી 6 કલ્યાણેશ્વર મહાદેવ મંદિર, બસ સ્ટેન્ડ પાસે, મહુવા રોડ, સાવરકુંડલા છે.

રાજકોટ: ચીભડિયા ગોહેલ નાથુભાઇ દામજીભાઇ ગોહેલ (ઉં.62)તે ભોગીભાઇ, ગુણવંતભાઇ, વિનોદભાઇ, ઉમેશભાઇ, દીપકભાઇ, જયેશભાઇના ભાઇનું તા.2ના અવસાન થયું છે. બેસણું તા.6ના સાંજે 4થી 6 કોઠારિયા મેન રોડ, હુડકો પાસે સુખરામનગર શેરી નં.4, હરિધવા રોડના છેડે, રાજકોટ છે.

રાજકોટ: મહેબુબભાઇ (હસનભાઇ), ફીદાઅલી ભારમલ (બાટાવાલા) તે ઝૈનબબેન (લીલીયા)ના શોહર, જોયબભાઇ, મુસ્તફાભાઇ, સકીનાબેન (જેતપુર), ફરીદાબેન (અમદાવાદ), તારાબેન (બહેરીન)ના ભાઇ, મોહમ્મદભાઇ (પરફેકટ ઇન્ફોસીસ), તસ્નીબેન (સુરેન્દ્રનગર)ના બાવાજી, ફાતેમાબેનના સસરાનું તા.4ના વફાત થયેલ છે. જીયારતના સીપારા તા.6ના બપોરે 1-30 કલાકે મવાઇદ, સૈફી કોલોની  પાસે રાજકોટ ખાતે છે.

રાજકોટ: શૈલેન્દ્ર (ઉં.51) તે અરુણભાઇ પ્રભુદાસભાઇ ચોકસીના પુત્ર, પંકજભાઇ, કિરીટભાઇના ભાઇ, સ્નેહાબેનના પતિ, જય, પૂજાના પિતાશ્રી, પુનાવાળા, સ્વ. ભરતભાઇ લક્ષ્મીચંદભાઇ પાટડિયાના જમાઇ, સંજયભાઇ, અનિલભાઇ, હિતેષભાઇના બનેવીનું તા.2ના અવસાન થયું છે. બેસણું તા.5ના સાંજે 4-30થી 6 સિદ્ધનાથ મહાદેવ મંદિર, રામ પાર્ક, શેરી નં.6, રામ પાર્ક મેઇન રોડ, યુનિ. રોડ, રાજકોટ, પિયર પક્ષનું બેસણું સાથે છે.

આદિત્યાણા: કિરીટભાઇ ધીરજભાઇ કારિયા (ઉં.55) તે હરીશભાઇના ભાઇ, કરણના પિતાનું તા.3ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.5ના સાંજે 4થી 4-30 આદિત્યાણા લોહાણા મહાજન વાડી ખાતે ભાઇ-બહેનોની સંયુક્ત છે.

જામનગર: ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ કલાબેન રસિકભાઇ રાવલ તે સ્વ. રસિકભાઇ કેશવલાલ રાવલના પત્ની, મહેશભાઇ (આફ્રિકા), હિતેશભાઇ, વિપુલભાઇના માતાનું તા.4ના અવસાન થયું છે. ઉઠમણું તા.5ના સાંજે 5થી 5-30 પાબારી હોલ, તળાવની પાળ, જામનગર ખાતે ભાઇઓ-બહેનો માટે છે.

જૂનાગઢ: રમણીકલાલ મહાશંકર વ્યાસ (ચૌટાવાળા)ના પત્ની, જયાબેન તે દિવ્યકાંત અને મુકેશભાઇના માતુશ્રીનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.5ના સાંજે 4થી 6 તેમના નિવાસસ્થાન કામનાથનગર, મધુરમ ટીંબાવાડી, જૂનાગઢ છે.

રાજકોટ: વિઠ્ઠલભાઇ અરજણભાઇ મોરીના પત્ની, ચંદ્રીકાબેન (ઉં.62)તે મેહુલભાઇ, પુજાબેનના માતાનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.5ના સાંજે 4-30થી 6-30 શિવસાગર હોલ, ન્યુ ગોપાલ પાર્ક-1, અંકુર વિદ્યાલય પાસે,એચ.જે. દોશી હોસ્પિટલ રોડ, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિ ફાઇનલમાં ભારતની આજે દ. કોરિયા સામે ટક્કર લીગ રાઉન્ડમાં કોરિયાને હાર આપનાર ભારત આ ટીમને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં September 16, Mon, 2024