• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

avsan nondh

લુણીવાવ: ઈલાબેન નરોત્તમદાસ ગોંડલિયા તે શૈલેષભાઈના માતુશ્રી, જેનીસના દાદી, તે સંજય, જીતેન્દ્રના ભાભુનું તા.6ના અવસાન

થયું છે.

ધોરાજી: ફાતેમાબેન આમીરભાઈ ચૌહાણ (વંથલી)વાળા તે આમીરભાઈના પત્ની, મોઈઝભાઈ, બુરહાનુદીનભાઈના માતુશ્રી, યુસુફભાઈ ટીનવારા (મોરબી), નજમુદીનભાઈ (પુના), સહિદાબેન (વાંકાનેર)ના બેનનું તા.6ના ધોરાજીમાં વફાત થયા છે. જિયારતના સીપારા તા.8ના બપોરે 12-30 વાગ્યે સૈફી મસ્જિદ ધોરાજી છે.

ડોળાસા: કાણકિયા તા.ગિર ગઢડા કમળાબેન મગનભાઈ કાનાબાર (ઉં.85) તે મુકેશભાઈના માતુશ્રી, તે સાગરભાઈ, આયુશભાઈના દાદીમાંનું તા.6ના અવસાન થયું છે. અંતિમ યાત્રા તા.7ને શનિવારે સવારે 8 વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.7ના સાંજે 4થી 6, કાણકિયા મુકામે રૂપનાથ મહાદેવ મંદિરે રાખેલ છે.

જૂનાગઢ: સોરઠિયા શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ સ્વ.વિનોદરાય મંગળજી પુરોહિતના પત્ની ઉર્મિલાબેન (ઉં.87) તે ગૌરાંગભાઈ (નિવૃત્ત શિક્ષક), હર્ષકાંતભાઈ (એડવોકેટ), ભાવનાબેન રસિકલાલ ભટ્ટ તથા પ્રજ્ઞાબેન જીતેન્દ્ર ભટ્ટના માતુશ્રી, તે દ્વારકેશ, ચિંતન, સ્વ.અંકિત અને હેમાંગના દાદીમા, તે સ્વ.છગનલાલ ભગવાનજી પંડયા (જેતલસર)ના પુત્રી, તે સ્વ.પ્રકાશચંદ્ર, ભરતભાઈ અને સ્વ.હર્ષદરાયના બહેનનું તા.5ના અવસાન થયું છે. બેસણું, સાદડી તા.9ના સાંજે 4થી 5, અક્ષર મંદિર, વંથલી રોડ, જૂનાગઢ છે.

રાજકોટ: મૂળ ગામ બાલા હાલ રાજકોટ રાજુબા ભરતસિંહ સોલંકી (ઉં.85) તે દિગ્વિજયસિંહના માતુશ્રી, તે ધર્મેન્દ્રસિંહના મોટાબા, તે પાર્થરાજના દાદીનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.9ના સાંજે 4થી 6, મંગલેશ્વર મહાદેવના મંદિર, સદ્ગુરુનગર, રૂડા-2ની સામે, કાલાવડ રોડ, રાજકોટ છે.

રાજકોટ: મૂળ ગામ ખાખીજાળિયાના મચ્છુ કઠિયા સઈસુતાર ચુનીલાલ પોપટભાઈ સાંચેલા તે સ્વ.સવજીભાઈના ભાઈ, તે અનિલભાઈ, સંજયભાઈ, સ્વ.બીરેનભાઈ, ભાવેશભાઈ, કાજલબેન કેતનભાઈ ગોહેલના પિતાશ્રીનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.7ના સાંજે 4-30થી 6, હરિહર કોમ્યુનીટી હોલ, હરિહર 3 નંબર, કાલાવડ રોડ, રાજકોટ છે. સસરા પક્ષની સાદડી સાથે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિ ફાઇનલમાં ભારતની આજે દ. કોરિયા સામે ટક્કર લીગ રાઉન્ડમાં કોરિયાને હાર આપનાર ભારત આ ટીમને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં September 16, Mon, 2024