• મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

avsan nondh

ચક્ષુદાન

રાજકોટ: બેચરભાઈ દુર્લભજીભાઈ નારણિયાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 596મું ચક્ષુદાન થયેલ છે.

અમરેલી: સુરત નિવાસી દમયંતિબેન પ્રભાકરકુમાર જોષી (ઉં.78) તે અમરેલી નિવાસી સ્વ.જયસુખલાલ ભટ્ટ, કપિલભાઈના બહેનનું તા.28ના અવસાન થયું છે. સાદડી તા.2ના સાંજે 4થી 6, તપોવન મંદિર હોલ, ચિતલ રોડ, અમરેલી છે.

અમરેલી: સ્વ.સોની શાંતિલાલ જગજીવદાસ લાઠીગરાના પત્ની નિર્મલાબેન (ઉં.92) તે સ્વ.અરુણભાઈ, અશ્વિનભાઈ, સ્વ.ભરતભાઈના માતાનું તા.29ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.30ના શનિવારે સોની જ્ઞાતિની વાડી, અમરેલી છે.

રાજકોટ: અંબાબેન સવજીભાઈ વેકરિયા તે સ્વ.સવજીભાઈ રણછોડભાઈ વેકરિયાના પત્ની, લાખાભાઈના માતુશ્રી, તે વિપુલ, નિલેશના દાદીનું તા.26ના અવસાન થયું છે. બેસણું તા.30ના સાંજે 4થી 5-30, રોયલ એવન્યુ-1, શેરી નં.1, (કોમન પ્લોટમાં), સિલ્વર હાઈટસની સામે, નાનામવા મેઈન રોડ, રાજકોટ છે.

રાજકોટ: ગોંડલ નિવાસી હાલ રાજકોટ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ દિનકરરાય પુરૂષોત્તમભાઈ ભટ્ટ (ઉં.92) તે અનસુયાબેન છેલશંકર દવે (િનવૃત્ત શિક્ષિકા મોંઘીબા સ્કૂલ, ગોંડલ)ના પતિ, તે નિતેશભાઈ ભટ્ટ, કમલેશભાઈ ભટ્ટના પિતાશ્રી, તે અમી, શ્રીયાના દાદા, તે કનકરાય પુરૂષોત્તમભાઈ ભટ્ટ (િનવૃત્ત જીઈબી)ના વડીલબંધુનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.30ના 5થી 6, માલાબારહિલ્સ, ડેકોરા રોડ, ઈસ્કોન મંદિર પાસે, કાલાવડ રોડ, રાજકોટ છે.

રાજકોટ: મંજુલાબેન ડી.પાઠક (જી.ટી.ગર્લ્સ હાઈસ્કૂલ) તે સ્વ.િદનકરરાય ચુનીલાલ પાઠકના પત્ની, તે મુકેશભાઈ, હિમાંશુભાઈ પાઠકના માતુશ્રીનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.30ના સાંજે 5 થી 6, નંદીશ્વર મહાદેવ મંદિર, નંદનવન આરોગ્ય કેન્દ્રની પાછળ, નાણાવટી ચોક પાસે, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ છે.

વિસાવદર: સાઠોદરા નાગર બ્રાહ્મણ રવિરાય કનકરાય જોષી (ઉં.81) તે રીટાબેન એસ.વ્યાસ, જ્યોતિષાચાર્ય મનોજભાઈ શાત્રી, નયનભાઈ જોષી (એડવોકેટ, વિસાવદર), દેવાંગભાઈ જોષી (એડીશનલ સિનિયર જજ-અમદાવાદ)ના પિતાશ્રી, સમીરભાઈ વ્યાસ (િડસ્ટ્રિક્ટ જજ, ખંભાળિયા)ના સસરાનું અવસાન થયું છે. બેસણું તા.30ને શનિવારે 4થી 6, બ્રહ્મ સમાજની વાડી, કાબરા દરવાજા પાસે, વિસાવદર છે. મો.નં.94264 42413

રાજકોટ: શરદચંદ્ર રેવાશંકર ઉપાધ્યાય (ઉં.72) તે સ્વ.રેવાશંકર મયાશંકર ઉપાધ્યાયના પુત્ર, તે સ્વ.અનંતરાય તથા સ્વ.જયસુખભાઈના નાનાભાઈ, તે નવીનચંદ્રના મોટાભાઈ, તે પૂજાબેન રાવલના પિતાશ્રી, તે ચિરાગકુમાર રાવલ (મોરબી)ના સસરાનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.30ના સાંજે 4થી 6, આશાપુરા મંદિર, હુડકો બસ સ્ટેન્ડ પાછળ, કોઠારિયા મેઈન રોડ, રાજકોટ છે.

પોરબંદર: સારસ્વત બ્રાહ્મણ મંજુલાબેન મનોજભાઈ બોધી (જોષી) (ઉં.58) તે મનોજભાઈ મગનલાલ બોધીના પત્ની, રાધાબેન રાહુલ થાનકીના માતુશ્રી, રાહુલભાઈ જેન્તીલાલ થાનકીના સાસુ, સંજયભાઈ, ગિરીશભાઈ, ઈલાબેન ધર્મેશકુમાર પસાના કાકી, તે જીત અને પ્રિયમના નાનીમાનું તા.26ના અવસાન થયું છે.

રાજકોટ: ચંદ્રેશભાઈ સુરેશભાઈ વિઠલાણી (ઉં.51) તે સુરેશભાઈ બાલુભાઈ વિઠલાણીના પુત્ર (મેંદરડા) હાલ રાજકોટ, કિશનના પિતાશ્રી, જીતુભાઈ, મહેશભાઈ, અતુલભાઈ, પરેશભાઈ વિઠ્ઠલાણીના ભત્રીજા, તે મીતાબેન વિપુલભાઈ બલદેવ, ભાવિકા નિલેશકુમાર ચોટાઈના ભાઈ, અરવિંદભાઈ એ.અનડકટ (ટેલિફોન એક્સચેન્જ)ના જમાઈનું તા.29ના અવસાન થયું છે. બેણું, પિયર પક્ષની સાદડી તા.30ના સાંજે 4 થી 6, સી-203, શ્યામલ રાજ એપાર્ટમેન્ટ, શાંતિનગર, રૈયા ધાર, રાજકોટ છે. મો.નં.94268 17501

જામનગર: છારિયા ઉનેવાળ બ્રાહ્મણ મૂળ ઉના નિવાસી હાલ જામનગર સ્વ.જનકભાઈ ચંદશંકર જાની (ચંદ્રકાંત એન્ડ કું.)ના પત્ની સુધાબેન (ઉં.73) તે દેવેન્દ્ર (દીપુભાઈ), વિશ્વાબેનના માતુશ્રી, તે ઋષિકા, રોહનના દાદી, કનકભાઈ (ઉના), સંજયભાઈ (જામનગર)ના મોટા ભાભી, તે શૈલેન્દ્રકુમાર (જામનગર), ઉષ્માબેન દેવેન્દ્ર જાનીના સાસુનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.30ના સાંજે 4થી 5, રામેશ્વર મંદિર, રામેશ્વર ચોક, વિકાસ ગૃહ રોડ, જામનગર છે.

જૂનાગઢ: બાજ ખેડાવાડ બ્રાહ્મણ ઉના નિવાસી ડો.ગુણવંતરાય નાનજીભાઈ દવે (ઉં.84) તે નીરૂબેનના પતિ, ડો.સોમિલભાઈ, સોનલબેન, આશુતોષ, શિતલબેન, ભાવેશ ખંભોળીયાના પિતા, તે ડો.પ્રાર્થનાના દાદાનું તા.29ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.30ના સાંજે 4થી 6, ઉન્નતનગર કોમ્યુનીટી હોલ, ઉન્નતનગર સોસાયટી, ઉના છે.

જૂનાગઢ: ઔ.ઝા.બ્રાહ્મણ મુકુંદરાય ચુનીલાલ ઠાકર (ઉં.83)(િનવૃત્ત જિલ્લા સહકારી બેંક) તે અનસુયાબેનના પતિ, સ્વ.િવનોદરાયના લઘુબંધુ, મિલનભાઈ, પ્રશાંતભાઈ, સીમાબેન વિપુલ મહેતાના પિતા શિવમ અને મહેકના દાદા, કમલેશભાઈ અને રાહુલના કાકાનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.30ના સાંજે 4થી 6, વરીયા વંશ પ્રજાપતિ જ્ઞાતિની વાડી, ગિરનાર રોડ, ઉપરકોટ પાસે, જૂનાગઢ છે.

રાજકોટ: મૂળ મોવિયા હાલ રાજકોટ નિવાસી રેલવે નિવૃત્ત કર્મચારી મહેશભાઈ રમણીકલાલ જાની (ઉં.76) તે ઉષાબેન જાનીના પતિ, સ્વ.સેવકરામભાઈ મોહનલાલ રાજ્યગુરુના જમાઈ, સ્વ.જયસુખભાઈ રમણીકલાલ જાની, અરૂણભાઈ જાની, રાજેશભાઈ જાની, ઉમાબેન જોષી અને ઈન્દુબેન વ્યાસના મોટાભાઈ, શૈલેષ જાની, ગિરીશ જાની, મેહુલ જાનીના પિતા, હર્ષિત, માનસી, પ્રિષા અને શિવાંશના દાદાનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.2ના સાંજે 4થી 6, સાંઈનાથ મંદિર, સાંઈબાબા સોસાયટી, રેલનગર મેઈન રોડ, ભગવતી હોલ સામે, રાજકોટ છે.

પોરબંદર: જીવાભાઈ મૂળજીભાઈ જોષી (ઉં.93) તે પુષ્પાબેન, જયંતભાઈ, નરેન્દ્રભાઈના પિતાશ્રી, તે વિનયભાઈ, હાર્દિકભાઈ, જયભાઈના દાદાનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.30ના તથા 1-12ના અબોટી બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, રામટેકરી ખાતે સવારે 8 વાગ્યે રાખેલ છે.

વેરાવળ: દિનેશભાઈ જેન્તીલાલ સોમૈયા (ઉં.62) તે વિરલ, ચિરાગ, રીટાબેન કમલેશકુમાર રાજાના પિતાશ્રી, તે પ્રવીણભાઈ, ભરતભાઈ, મીનાક્ષીબેન પંકજકુમાર કામાણીના મોટાભાઈનું તા.28ના અવસાન થયું છે. ઉઠમણું તા.30ના સાંજે 4 વાગ્યે બિલેશ્વર મંદિરે, શિક્ષક કોલોની ખાતે છે.

રાજકોટ: દશા સોરઠિયા વણિક ગુણવંતરાય નાનાલાલ ગગલાણી (ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ) તે સ્વ.મંજુલાબેનના પતિ, તે નિરંજનભાઈ, પુષ્પાબેન, દીપકભાઈ તથા નરેન્દ્રભાઈના ભાઈ, પીંકી, અનિરૂદ્ધ, અમીતના પિતાશ્રી, હેતલ અને કિંજલના સસરાનું તા.28ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.30ના સાંજે 4થી 6, રાષ્ટ્રીય શાળા, વિદ્યાનગર મેઈન રોડ ખાતે છે.

રાજકોટ: મોઢવણિક ઓરિસ્સા શોરો નિવાસી હાલ રાજકોટ શશીકાંત કેશવલાલ વોરા (ઉ.75) તે સંધ્યાબેનના પતિ, સ્વ.કલ્પેશભાઈ, મોનાબેનના પિતાશ્રી, જલ્પાબેનના સસરા, દિશીતાના દાદા, ઈશ્વરભાઈના નાનાભાઈ, મહેશભાઈ, જયેશભાઈ કમલભાઈ, કિરણભાઈ, ભાવેશભાઈના કાકા, શીરીષભાઈ સી.મણીયાર, જયંતભાઈ, હીતેશભાઈ, દિપેશભાઈના બનેવીનું તા.29ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી સાથે તા.30ના સાંજે 5થી 6, મોઢવણિક વિદ્યાર્થી ભવન, 5-રજપુતપરા, રાજકોટ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક