નાગલપુરના
શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સ્વ. સવદાસભાઇ ગંભીરની વિદાયના બાવીસમાં દિવસે પત્નીએ પતિની
વાટ પકડી
ડોળાસા,
તા. 10: મેંદરડા તાલુકાના નાગલપુર ગામના આહીર સમાજના અગ્રણી શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય
પારિતોષિક મેળવનાર સ્વ. સવદાસભાઇ રામદેભાઇ
ગંભીર (ઉં.વ. 89)નું અવસાન ગત તા.15/2ના થયું હતું. આ ઘટનાના માત્ર બાવીસ દિવસ બાદ
તેમના પત્ની કમળાબેન (ઉં.વ.87)નું પણ અવસાન થતા આહીર સમાજમાં ગમગીની છવાઇ છે. સ્વ.
સવદાસભાઇ અને સ્વ. કમળાબેનના 65 વર્ષના સુખમય લગ્ન જીવન દરમિયાન બન્ને વચ્ચે લાગણીનો
એવી તાર બંધાયો હતો. કે બન્નેના દેહ અલગ હતા પણ જીવ જાણે એક જ હોય તેમ સવદાસભાઇના અવસાનના
માત્ર બાવીસ દિવસ બાદ તેમના પત્ની કમળાબેનનું પણ અવસાન થતા સમસ્ત આહીર સમાજ, નાગલપુર
ગામ અને તેમના પરિવારમાં શોક છવાયો હતો.
કમળાબેન
(ઉં.87) તે સ્વ. સવદાસભાઇ રામદેભાઇ ગંભીરના પત્ની, વિજયભાઇ ગંભીર (એડવોકેટ- જૂનાગઢ), દીપકભાઇ ગંભીર
(એડવોકેટ- વેરાવળ)ના માતા, દેવાંગભાઇ, સમ્યકભાઇના દાદીનું તા.9ના અવસાન થયું છે. બેસણું
નાગલપુર, તા. મેંદરડા ખાતે છે.
ચક્ષુદાન
રાજકોટ:
કમલાબેન રામભાઇ પટેલનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન
ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 821મું ચક્ષુદાન થયેલ છે.
ભાટિયા:
જામકલ્યાણપુર નિવાસી સ્વ.ગોપાલદાસ મથુરાદાસ હિન્ડોચાના પુત્ર, સુનિલભાઇના પત્ની, જયશ્રીબેન
(ઉં.53) તે અજય, ઉર્વશી, માતા તથા મુકેશભાઇ તથા સ્વ. કિશોરભાઇના ભાભી, હરિશભાઇ કરશનદાસ
બદીયાણીના મોટા બહેનનું તા.10ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.12ના 4થી 4-30 જલારામ
મંદિર, જામકલ્યાણપુર મુકામે, મોસાળ પક્ષની સાદડી સાથે છે.
રાજકોટ:
અનસુયાબેન પિત્રોડા (રાજકોટ) (ઉં.89) તે સ્વ.વશરામભાઈ આંબાભાઈ પિત્રોડાના પત્ની, ભૂપેન્દ્રભાઈ,
સુરેશભાઈના માતા, યોગેશભાઈના દાદીનું તા.9ના અવસાન થયું છે. બેસણુ તા.1રનાં સાંજે
4 થી 6 નવલનગર 9/12, ‘હરિકૃપા’, વિશ્વેશ્વર મહાદેવ મંદિરની સામે, મવડી મેઈન રોડ, રાજકોટ
છે.
રાજકોટ:
મધુસુદનભાઈ શિવશંકર ભટ્ટ (ઉ.80) તે ભાવનાબેનના પતિ, ધવલના પિતા, નરેશભાઈ રાવલ, નરેન્દ્રભાઈ
રાવલ, જીતેન્દ્રભાઈ રાવલ, ચેતનભાઈ વ્યાસ, જીજ્ઞેશભાઈ આચાર્ય, હાર્દિકભાઈ વ્યાસ અને
દીપકભાઈ પંડયાના સસરા, વિઠ્ઠલજી નારણજી ઠાકરના જમાઈનું તા.9ના અવસાન થયું છે. બેસણુ
તા.1રનાં સાંજે 4 થી 6 ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ, રાજકોટ છે.
રાજકોટ:
વિનોદભાઈ વેલજીભાઈ શીંગાળા (ઉં.86) તે કિશોરભાઈના નાનાભાઈ, લલિતભાઈ (ઓસ્ટ્રેલિયા)ના
મોટાભાઈ, ગોપાલદાસ દામોદરદાસ રાજાણી (જામજોધપુર)ના જમાઈનું તા.10ના અવસાન થયુ છે. ઉઠમણુ,
પિયર પક્ષની સાદડી તા.1રનાં સાંજે પ વાગ્યે પંચનાથ મંદિર, લીમડા ચોક, રાજકોટ છે.
રાજકોટ:
દેરાવાસી જૈન કુસુમબેન કોઠારી તે સ્વ.મનહરલાલ ગુલાબચંદ કોઠારીના પત્ની, જયેશકુમાર
(એસ.બી.આઈ.), સ્વ.મનિષકુમાર (એલ.આઈ.સી.), સુધાબેન અશોકકુમાર જૈન, નીલાબેન મુકેશકુમાર
વોરા, કુમારી બીનાબેન મનહરલાલ કોઠારીના માતા, નયનાબેન, વિભૂતીબેન, અશોકકુમાર જૈન (પી.એન.બી.
નિવૃત), મુકેશકુમારનાં સાસુ, અપૂર્વ, નિરાલી, નિધિ, જીનાલી, ગરિમાના દાદીનું તા.9ના
અવસાન થયુ છે. ઉઠમણુ, પ્રાર્થનાસભા તા.1રનાં સવારે 10 કલાકે સ્થાનકવાસી ગોંડલ રોડ,
વેસ્ટ, પારેખ ઉપાશ્રય, 1-અંબાજી કડવા પ્લોટ, શક્તિ ગાંઠીયાવાળી શેરી, કૃષ્ણનગર મેઈન
રોડ, મવડી પ્લોટ, રાજકોટ છે.
પોરબંદર:
મૂળ અડવાણા હાલ પોરબંદરના કાંતિલાલ રામજીભાઈ થાનકી (ઉ.84) (મરજાદી પરિવાર) તે સ્વ.શારદાબેનના
પતિ, મેહુલભાઈ, રાહુલભાઈના પિતા, વર્ષાબેન મેહુલભાઈ થાનકીના સસરા, હની, દેવાંશના દાદાનું
તા.8ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા, ઉઠમણુ તા.1રના ગુરુવારે 4 વાગ્યે છાયા ગ્રીનપાર્ક,
પરિશ્રમ સોસાયટી પાસે છે.
જામકલ્યાણપુર
: સ્વ.ગોપાલદાસ મથુરાદાસના હિન્ડોચાના પુત્ર સુનિલભાઈના પત્ની જયશ્રીબેન (ઉ.વ.પ3) તે
અજય, ઉર્વશી નયનભાઈ ભાયાણીના માતા, મુકેશભાઈ, સ્વ.િકશોરભાઈના ભાભીનું તા.10ના અવસાન
થયું છે. પ્રાર્થનાસભા તા.1રના સાંજે 4 થી 4.30 જલારામ મંદિર, જામકલ્યાણપુર છે.
રાજકોટ:
દશા સોરઠીયા વણિક પ્રફુલકુમાર દયાળજીભાઈ ધોળકિયા (ઉ.77) તે સ્વ.દયાળજીભાઈ જુઠાભાઈ ધોળકિયાના
પુત્ર, સ્વ.કનૈયાલાલભાઈ, અરવિંદભાઈ, સ્વ.ભરતભાઈ, સ્વ.ભાનુબેન, સ્વ.ચંદ્રિકાબેન, સ્વ.મંજુલાબેનના
ભાઈ, નરેન્દ્રભાઈ, હર્ષાબેન (નાગરિક બેંક), ડોલીબેન પંકજકુમાર ચૌહાણ, પ્રજ્ઞાબેન મનીષકુમાર
પારેખના પિતા, શિલ્પાબેનના સસરા, સ્વ.કાંતિલાલ દુર્લભજી ગગલાણી (આંકોલવાડી)ના જમાઈનું
તા.9ના અવસાન થયુ છે. બેસણુ તા.1રના સાંજે
4 થી 6 માલવિયા વાડી, ગોંડલ રોડ ખાતે છે. લૌકિક ક્રિયા બંધ છે.