એપી
એડ્સવાળા દીપકભાઈ તથા મયુરભાઈનાં માતુશ્રીનું અવસાન
રાજકોટ
: રંજનબેન જમનાદાસ કાનાબાર (ઉં.77)તે સ્વ. જમનાદાસ જગજીવનદાસ કાનબારનાં પત્ની, રાજુભાઇ
કાનાબાર, દીપકભાઇ કાનાબાર (એપી એડ્સ), મયુરભાઈ કાનાબાર (એપી એડ્સ), કોકીલાબેન ગણાત્રા,
મીનાબેન ભાયાણી, પાયલબેન કારિયાનાં માતુશ્રી, ભાવનાબેન, ઋત્વિબેન, તેજલબેન અને કિશોરકુમાર
ગણાત્રા, નીતિનકુમાર ભાયાણી, જીતેનકુમાર કારિયાનાં સાસુ, તા.10ના અવસાન થયું છે. બેસણું
તા.13ના સાંજે 4-30થી 6 દરમિયાન તેમનાં નિવાસસ્થાન સોપાન લક્ઝુરીયા, આલાપ ગ્રીન સિટી
પાછળ, રૈયા રોડ, રૈયા હિલ, રાજકોટ છે.
રાજકોટ:
કાંતિલાલ કરસનદાસ રૂઘાણી તે જયેશભાઈ, રીનાબેન પોપટના પિતાશ્રી, સરસ્વતીબેન, અનસુયાબેન
તથા સ્વ.પ્રવીણભાઈના મોટાભાઈ, ડૉ.એમ.ડી.પોપટ (સ્કીન સ્પેશિયાલીસ્ટ)ના સસરા, હેમ અને
અદિતિના દાદા, રિદ્ધિબેનના સસરા, જયંતીલાલ કાલિદાસ ધનેશાના બનેવીનું તા.11નાં અવસાન
થયું છે. ઉઠમણું તા.13ના સાંજે 4.30થી પ.30 હરિહર સોસાયટી કોમ્યુનિટી હોલ, સ્વામીનારાયણ
મંદિર સામે, કાલાવડ રોડ, રાજકોટ છે.
રાજકોટ:
મૂળ ગામ દેવડા હાલ રાજકોટ બટુકભાઈ રામજીભાઈ વસાણી (ઉ.66) તે અતુલભાઈ વસાણી અને કૌશિકભાઈ
વસાણીના પિતાશ્રીનું તા.10ના અવસાન થયું છે. બેસણુ તા.1રના સાંજે 4થી 6 અનુપમ સોસાયટી
કોમ્યુનિટી હોલ, નાના મવા મેઈન રોડ, પીજીવીસીએલ ઓફિસ વાળો રોડ, રાજકોટ છે.
રાજકોટ:
દિલીસુખભાઈ બહાદુરભાઈ ગોહેલ (ઉં.વ.67) તે સ્વ.ડૉ.બહાદુરભાઈ ગોહેલનાં પુત્ર, વિનાદભાઈ
(સનરાઈઝ સોલાર)નાં મોટાભાઈ, સ્વ.િહતેશભાઈ, શ્રી રાજેશભાઈનાં પિતાશ્રી, હર્ષ હિતેશભાઈનાં
દાદા, નીરુબેન વિક્રમભાઈ સરવૈયા (ગોંડલ), હંસાબેન કનકસિંહ સોલંકી (મોરબી)નાં મોટાભાનું
તા.11નાં અવસાન થયું છે. તા.13ના બપોરે 4થી પ.30 ગાયત્રી મંદિર, ર-ગીતાનગર, પી. એન્ડ
ટી. કોલોની પાસે, એસ.ટી.િડવિઝન પાસે, ગોંડલ રોડ, રાજકોટ છે.
મોરબી:
મૂળ ગામ-ખેવાળિયા, હાલ-મોરબી, સ્વ.દામોદર મંગળજી મીરાણીના પુત્ર બચુભાઈ દામોદર (ઉં.91)
તે હસમુખભાઈ, દિલીપભાઈ, ભરતભાઈ, સંજયભાઈ, મુકેશભાઈ, નિર્મળાબેન ભીંડે, ભાનુબેન મજીઠીયાના
પિતાશ્રી, ચમનભાઈ, જે.ડી.મીરાણી (એડવોકેટ), મુકુંદભાઈ અને સ્વ.ચંપાબેન કક્કડના મોટાભાઈનું
તા.8ના અવસાન થયું છે. બેસણુ તા.13ના સાંજે 4થી પ, જડેશ્વર મહાદેવ મંદિર, રેલવે સ્ટેશન
રોડ, મોરબી છે.
રાજકોટ:
મૂળ ગામ તોરી હાલ રાજકોટ લુહાર નરેશભાઈ રણછોડભાઈ પરમાર તે સ્વ.મેઘજીભાઈ, હેમંતભાઈ,
મહેશભાઈના ભાઈ, હાર્દિકના પિતાશ્રી, નિલેષ, રોહિત, સુરેશ, લલિત, હિરેનનાં કાકાનું તા.11ના
અવસાન થયું છે. બેસણુ તા.13ના બપોરે 3થી પ, વિશ્વેશ્વર મંદિર, મવડી મેઈન રોડ, રાજકોટ
છે.
પોરબંદર:
વિશ્રૃતભાઈ પ્રહલાદરાય બુચ (ઉં.8ર) તે કિરીટભાઈ, પ્રકાશભાઈ (રાજકોટ), પ્રણવભાઈ, સતીશભાઈના
ભાઈ અને પૂર્વાબેનના કાકાનું તા.10ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.13નાં 4થી પ લક્ષ્મીનારાયણ
હોલ પ્લાઝા સામેના રોડ ખાતે છે.
મોરબી:
શકત શનાળા નિવાસી સ્વ.ઈશ્વરદાસ વલ્લભદાસ કુબાવત (ઉં.68) તે નરેન્દ્રભાઈના મોટાભાઈ,
પંકજભાઈ, રવિભાઈના પિતા, હિરેન, ધર્મેન્દ્રના કાકાનું તા.10ના અવસાન થયું છે. બેસણુ
તા.13ના બપોરે 3થી પ રામજી મંદિર, શકત-શનાળા (મોરબી) છે.
રાજકોટ:
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ આઈઓસી વાળા મૂળ રાજકોટ હાલ સુરત કનકભાઈ ઉમિયાશંકર મહેતા
(ઉં.71) તે હર્ષાબેનના પતિ, હેમાંશુભાઈ, તુષારના પિતાશ્રી, સ્વ.ભાનુભાઈ, દિલિપભાઈના
નાનાભાઈ, વિજયભાઈ, ચેતનભાઈ તથા રેણુકાબેન હિતેષકુમાર દવે (િવદ્યાનગર)ના કાકા, પૂજાબેન
હેમાંશુભાઈ મહેતાના સસરાનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.13ને સોમવારે સાંજે 4થી
6 ધૂમકેતુ હોલ, 4/રોયલ પાર્ક, કાલાવડ રોડ, કે.કે.વી. સર્કલ પાસે, રાજકોટ રાખેલ છે.
મો.નં.98242 47855, 830202 13966.
રાજકોટ:
મનુભાઈ બીજલભાઈ કાટોળિયા તે વોર્ડ નં.9નાં કોર્પોરેટર જીતુભાઈ કાટોળિયા, રાજુભાઈ કાટોળીયાના
પિતાશ્રી, માલાભાઈ, આલાભાઈના ભાઈ, મોહિત, નવઘણ, જીજ્ઞેશના દાદાનું તા.11ના અવસાન થયું
છે. બેસણુ તા.13ના સાંજે 4થી 6 અલ્કેશ્વર મહાદેવ મંદિર, અલ્કાપુરી સોસાયટી, શેરી નં.1,
રૈયા રોડ, રાજકોટ છે.
કોડિનાર:
શારદાબેન રૂપારેલ (ઉં.8પ) તે સ્વ.રસિકલાલ નંદલાલ રૂપારેલના પત્ની, કમલેશભાઈ (મુંબઈ),
વિજયભાઈ (કોડિનાર), સ્વ.રાજેન્દ્રભાઈ (રાજકોટ), દક્ષાબેન અનંતરાય કાનાબાર, બીનાબેન
અનીલકુમાર હદાણી (રાજકોટ) અને રશ્મિબેન વિજયકુમાર રાજા (જૂનાગઢ)ના માતુશ્રી, હર્ષિલ,
કિશન, માધવ, સપના, રોશની અને ઐશ્વર્યાના દાદીમા, સ્વ.શાંતિલાલ લક્ષ્મીદાસ કારિયા (અમરેલી)ના
પુત્રીનું તા.11ના અવસાન થયું છે. સ્મશાનયાત્રા તા.1રને રવિવારે સવારે 9.30 કલાકે બંસીધર
સોસાયટી ખાતેના તેમના નિવાસ સ્થાનેથી નિકળશે. ઉઠમણુ, પ્રાર્થનાસભા અને પિયરપક્ષની સાદડી
તા.1રના રવિવારે સાંજે 4થી 6 સુધી, પીપળેશ્વર મહાદેવ મંદિર, રેલવે સ્ટેશન રોડ, કોડીનાર
છે.
જામખંભાળીયા:
સ્વ.િહરજીભાઈ મેઘજીભાઈ મકવાણાના પત્ની શાંતાબેન (ઉં.8પ) તે હરીશભાઈ, જીતેન્દ્રભાઈ,
પ્રકાશભાઈના માતુશ્રી, જયભાઈ, આયુષ્યભાઈના મોટાબાનું તા.9ના અવસાન થયું છે.
જામનગર:
મૂળ ગામ મોડપર હાલ જામનગર પ્રભુલાલ રામશંકર ભટ્ટ (ઉં.90) તે મધુબેન ભટ્ટના પતિ, દીપકભાઈ,
પંકજભાઈ, જયેશભાઈ (સ્ટુડિયો સરગમ), કેતનભાઈ (પરફેક્ટ ફાઈનાન્સીયલ સર્વિસીસ) (સમસ્ત
બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ), કીર્તિબેન પંકજકુમાર પંડયા, સંગીતાબેન હિતેન્દ્રભાઈ જોષીના
પતિ, જેઠાલાલ કરશનજી ભટ્ટ (ધ્રાફા)ના જમાઈ, રવિ દિપકભાઈ ભટ્ટ, આશિત જયેશભાઈ ભટ્ટ, કિંતન
કેતનભાઈ ભટ્ટના દાદાનું તા.10ના અવસાન થયું છે. ઉઠમણુ તા.13ના સાંજે 4થી 4.થી પ:30
પાબારી હોલ, તળાવની પાળ, જામનગર છે.
જામનગર:
જનકબા ભવાનસિંહ જાડેજા (મુળ ગામ ખાખડબેલા) તે સ્વ.જોરૂભા, હઠીસિંહ, ઘનશ્યામસિંહ, સ્વ.િકરીટસિંહના
માતાનું તા.10નાં અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4થી પ ગંગેશ્વર મહાદેવ મંદિર
(મચ્છરનગર, જામનગર) છે.
ધારી:
દશા મોઢ માંડલિયા વણીક સવીતાબેન પી. નોતરિયા (બાણગંગા મેડિકલ સ્ટોર ગીર ગઢડા) (ઉં.78)
તે સ્વ.અનંતરાય ટપુલાલ ગાંધી (ધારી)નાં બહેન, મહેશભાઈ, સ્વ.ભાવેશભાઈ અને મીનાબેન (અમદાવાદ)નાં
ફઈબાનું તા.7ના ગીર ગઢડા મુકામે અવસાન થયું છે.