• સોમવાર, 15 જૂન, 2026

અવસાન નોંધ

ચક્ષુદાન

રાજકોટ: રતિલાલ દેવજીભાઈ પીઠવાનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 869 મું ચક્ષુદાન થયું છે.

ચક્ષુદાન

રાજકોટ: રતિલાલ દેવજીભાઈ પીઠવા (ઉં.79) તે રંજનબેનના પતિ, ભાવિન, અલ્પાબેનના પિતા, પૂનમબેન, મિલનકુમાર મકવાણાના સસરા, સ્વ.જયંતિભાઈ, કાંતિભાઈના નાનાભાઈ, વિજયભાઈ (એડવોકેટ)ના કાકા, કરણના દાદા, સ્વ.અમૃતલાલ ધનજીભાઈ દાવડા (ધોરાજી)ના જમાઈનું તા.8ના અવસાન થયું છે. બેસણું, સસરા પક્ષની સાદડી તા.11ના બપોરે 4થી 6, મેઘાણી રંગભુવન, ભક્તિનગર સર્કલ, રાજકોટ છે. સ્વર્ગસ્થના ચક્ષુઓનું દાન કરાયું છે.

જૂનાગઢ: સોરઠીય શ્રીગોડ માળવિય  બ્રાહ્મણ મૂળ પ્લાસ્વા અનસુખલાલ દવે (ઉં.92) તે સ્વ. પોપટલાલ રેવાશંકર દવેના પુત્ર, શશીકાંતભાઇના મોટાભાઇ, સ્વ. પ્રકાશચંદ્રના પિતા, નયનાબેન, જયશ્રીબેન, અલ્પાબેન, કીર્તિબેન (મુનીબેન) અને સ્વ. દર્શનાબેનના પિતા, સ્વ. કરશનજી હરીનંદ ભટ્ટ (શિવરાજગઢ)ના જમાઇનું તા.10ના અવસાન થયું છે. ઉઠમણું, સાદડી તા.12ના સાંજે 4થી 5 કુમાર શાળા, ખોડિયાર મંદિર, પાદર પાસે, પ્લાસવા મુકામે છે.

રાજકોટ: સોની જયાબેન વ્રજલાલ આડેશરા (ઉ.100) તે સ્વ.સોની વ્રજલાલ પ્રભુદાસ આડેસરાના પત્ની, જ્યોતીબેન મનોજકુમાર રાણપરા તથા ભારતીબેન પ્રવીણકુમાર પારેખ (મોતીવાળા) તથા સરોજબેન જિતુકુમાર પાટડીયાના માતા તથા સ્વ.ઓધવજીભાઈ ડાયાભાઈ પારેખ (રીબડા)ના દીકરી, સ્વ.લલીતભાઈ, સ્વ.રમણીકભાઈ, સ્વ.ગીધાભાઈ, સુરેશભાઈના બેનનું તા.10 ના અવસાન થયુ છે. બન્ને પક્ષનું બેસણુ તા.11 ના બપોરે 4 થી પ:30 સોની સમાજ, શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર, રામનાથપરા મેઈન રોડ, રાજકોટ છે.

રાજકોટ: ખોડાભાઈ વેલાભાઈ ભુવાનું તા.9 ના અવસાન થયુ છે. બેસણુ તા.11 નાં સાંજે 4 થી 6 હિંમતનગર, શીતલપાર્ક રાજકોટ, ભાઈઓ તથા બહેનોનું સાથે છે.

જામનગર: રમેશચંદ્ર બુદ્ધિલાલ મહેતા (ઉં.87) તે લાધીબેન બુદ્ધિલાલ રણછોડદાસ મહેતાના પુત્ર, જેન્તીલાલ મૂળજી વારિયાના જમાઈ, પ્રેમિલાબેનના પતિ, છાયા, સોનલ, સંજય (જે.પી.બેંક)ના પિતા, કીર્તિકુમાર, નિલેશકુમાર, શીતલબેના સસરા, કેતુલના દાદા, ચિંતન, ઋત્વિ, ફોરમ અને પ્રાંજલના નાનાનું તા.10 ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.11 ના સવારે 10 વાગ્યે મોટા ઉપાશ્રય, લાલબાગ

સામે છે.

સાવરકુંડલા: ઉસ્માનભાઈ જમાલભાઈ હિંગોરા (લક્કી ચશ્મા ઘર) (ઉ.6ર) તે સરફરાજભાઈ અને સુફિયાનભાઈના પિતાનું તા.10 ના અવસાન થયુ છે. બેસણુ તા.11 ના સાંજે પ થી 6 ગરિયાળાનું નાકુ, લીંમડી ચોક, સાવરકુંડલા છે.

સાવરકુંડલા: કાંર્તિભાઈ વૃજલાલ વસંત (ઉ.70) તે સ્વ.નારણદાસ વૃજલાલ વસંતના ભાઈનું તા.9/6 ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.11/6 ના પ થી 6.30 લોહાણા મહાજનવાડી, સાવરકુંડલા છે.

સાવરકુંડલા: રફીકભાઈ હમદભાઈ રાઠોડ (ઉ.83) તે મહેબુબભાઈ અને જીભાઈ (દાદભાઈ) ના પિતાનું તા.7 ના અવસાન થયુ છે. બેસણુ તા.11 ના 4 થી 6 મણિનગર મસ્જિદ, અબુબકર જકરીયા પાસે, સાવરકુંડલા છે.

રાજકોટ: ગોળ સાતોદળ મેડતવાળ આરતીબેન કિશોરભાઈ જાની તે સ્વ.ગીરજાશંકર પરસોતમ જાનીના પુત્ર કિશોરભાઈની પુત્રી, સંદિપભાઈ, કાજલબેન, એકતાબેન, પીનલબેનના બહેનનું તા.6 ના અવસાન થયુ છે. બેસણુ તા.11 ના 4 થી 6 પંચનાથ મંદિર, લીમડા ચોક ખાતે છે.

ઇ-પેપરના નવા શુલ્ક