• સોમવાર, 06 એપ્રિલ, 2026

avshan nodh

જામનગર: હાલારી ભાનુશાળી રમેશભાઇ જેન્તીભાઇ મુંજાલ (ઉ.62)નું તા.5 ના અવસાન થયું છે. ઉઠમણું તા.6ના બપોરે 4-30 થી 5 બહેનો માટે તેમજ 5-30 થી 6 ભાઇઓ માટે હાલારી ભાનુશાળી જ્ઞાતિની વાડી, હવાઇ ચોક, જામનગર છે.

પોરબંદર: મૂળજીભાઇ ગોવિંદભાઇ કક્કડ તે મથુરભાઇ, સ્વ. ગીરધરભાઇ, સ્વ. વિરજીભાઇના ભાઇ, રંજનબેન કાંતિલાલ કાનાણી, રીનાબેન દિનેશભાઇ સામાણી, રાજેશભાઇ ધીરજલાલભાઇ અને નરેન્દ્રભાઇના પિતાનું તા.4ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.6ના બપોરે 3-15થી 4-45 લોહાણા પ્રાર્થના સભા હોલ, ભદ્રકાલી રોડ ખાતે ભાઇઓ- બહેનોની સંયુક્ત છે.

રાજકોટ: બ્રહ્મક્ષત્રિય જશવંતીબેન ધનજીભાઇ કકૈયા (ઉં.77) તે જેઠાલાલ ઠાકરશી પડિયાનાં દીકરી, ગુલાબભાઇ, અરવિંદભાઇ, પ્ર્રતાપભાઇ, પ્રદીપભાઇનાં મોટા બહેનનું તા.4 ના ઉપલેટામાં અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી તા.7નાં સાંજે 5થી 6 બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચની વાડી, પેડક રોડ, રાજકોટ છે.

રાજકોટ: હરીશભાઇ ચંદુલાલ ભટ્ટ તે હિમાંશુ ભટ્ટના કાકા, અમદાવાદ નિવાસી હરીશભાઇ મહેતાના સાળાનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.6 ના સાંજે 4થી 6 મહાકાલેશ્વર મંદિર, માલવિયા ચોક રાજકોટ છે.

રાજકોટ: કિશોરભાઈ બેચરલાલ સોનછાત્રાનું તા.5ના અવસાન થયું છે. અંતિમ યાત્રા તા.6ને સોમવારે નીકળશે.

બાબરા: સોની યશવંતભાઇ સોજાભાઇ ચલ્લા ઉર્ફે (બાબુભાઇ) (ઉં.82) તે ઉદયભાઇ, નિલેશભાઇ, સરોજબેન જગડા (રાજુલા), અનિતાબેન ધકાણ (વિસાવદર)ના પિતા, તા.5 ના અવસાન થયું છે. બેસણું તા.6ના સાંજે 4થી 6 લોહાણા મહાજન વાડી, બાબરા છે.

ઇ-પેપરના નવા શુલ્ક