રાજકોટનાં શાસ્ત્રી મેદાન ખાતે આધ્યાત્મમૂર્તિ શ્રીમદ રાજચંદ્રના 125માં સમાધિદિનની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહયા
મુખ્યમંત્રીએ
સુખધામ અનંત સંગીત આલ્બમનું વિમોચન કર્યું
રાજકોટ,
તા.5 : રાજકોટમાં શાસ્ત્રી મેદાન ખાતે આયોજિત પરમ કૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વમાં મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ પ્રસંગે શ્રીમદ્ રાજચંદ્રજીને શ્રદ્ધાંજલિ
અર્પીને શ્રદ્ધાભાવ વ્યક્ત કર્યો હતો. આ તકે મુખ્યમંત્રીએ શ્રીમદ્ રાજચંદ્રજી રચિત
પદો પર તૈયાર કરાયેલા સુખધામ અનંત નામના નવા સંગીત આલ્બમનું વિમોચન કર્યું હતું અને
જણાવ્યું કે ગૂઢ આધ્યાત્મિક જ્ઞાનને સમજવામાં માનવીની શક્તિ ઓછી પડતી હોય છે ત્યારે
વધુમાં વધુ સત્સંગમાં જઈને જ્ઞાન ગ્રહણ કરવું જોઈએ. તેનાથી આત્મસાક્ષાત્કારના માર્ગમાં
પ્રગતિ થતી રહે છે. આમ સત્સંગ, જ્ઞાન શ્રવણ અને આત્મજ્ઞાની મહાપુરુષોનો સંગ આધ્યાત્મિક
પ્રગતિ માટે મહત્ત્વ છે. વધુમાં જમાવ્યું કે શ્રીમદ્ રાજચંદ્રજીએ આપેલા આધ્યાત્મિક
ગ્રંથ આત્મસિદ્ધિ શાત્રના સંદેશને જીવનમાં ઉતારીને આત્મકલ્યાણના માર્ગે આગળ વધવું જોઈએ.
આ જ્ઞાનનાં દૃઢિકરણ માટે નિયમિત રીતે સત્સંગમાં જવાનો સંદેશ પણ તેમણે આપ્યો હતો. ઉપરાંત
તેમને જણાવ્યું કે, શ્રીમદ્ રાજચંદ્રજીએ આપેલા જ્ઞાન અને સંદેશને અનુસરવાથી વ્યક્તિનું
પોતાનું જીવન તો બદલાશે જ, સાથે અન્યોને પણ પ્રેરણા મળશે. તેમણે સંસ્થાના સંદેશનો ઉલ્લેખ
કરતા કહ્યું હતું કે, પરમ પ્રયાણ પર્વ એ પરમ કૃપાળુદેવની પરમ અદ્ભુત આત્મદશાનું સ્મરણ
કરીને આત્મ કલ્યાણના માર્ગે અગ્રેસર થવાનો અપૂર્વ અવસર છે. તેમણે આ પર્વને સ્મરણ નહીં
પણ આત્મમંથન, સાધના અને આધ્યાત્મિક ઉન્નતિનો અવસર ગણાવ્યો હતો. આ સાથે કહ્યું હતું
કે, વ્યવહાર જીવન જીવતા જીવતાં પણ પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ શાસ્ત્રને
અનુસરવાનો પ્રયાસ કરવો જોઈએ.
આ તકે
તેમણે શ્રીમદ્ રાજચંદ્ર મિશન-ધરમપુરના સ્થાપક આચાર્ય રાકેશભાઈજી, રાજકોટના રામકૃષ્ણ
મિશનના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી તથા બી.એ.પી.એસ. સંસ્થાના પ્રમુખ અપૂર્વમુનિ
સ્વામીનુ સન્માન કર્યું હતું.