• બુધવાર, 13 મે, 2026

avshan nodh

ચંદ્રિકાબેન મહેતાનું અવસાન થતાં ચક્ષુ અને સ્કીન દાન કરાયું

રાજકોટ :  ચંદ્રિકાબેન બળવંતરાય મહેતા (ઉં.વ. 90) અવસાન પામતા મહેતા પરિવાર તેમજ પારસભાઇ શાહની જાગૃતિના કારણે તેમના સહયોગથી સિવિલ હોસ્પીટલના લાભાર્થે તેમનું ચક્ષુદાન તેમજ સ્કીનદાન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ સિવિલ આઇ સર્જન ટીમ તેમજ સ્કીન બેંક અને શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનનો સહયોગ પ્રાપ્ત થયો હતો. અત્યારે સમાજમાં સ્કિનદાન તેમજ ચક્ષુદાન માટે જાગૃતિનો અભાવ જોવા મળે છે. સ્કિનદાનથી અંદાજીત 20 થી 25 દાઝેલા દર્દીઓને નવજીવન મળે છે, એમ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રુપના વિનય જસાણીએ જણાવ્યું હતું.

 

ચક્ષુદાન, દેહદાન

રાજકોટ: વિનોદભાઇ ધનજીભાઇ લિંબાસિયાનું અવસાન થતાં તેમના પરિવારની  ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન તથા દેહદાન કરેલ છે, જનકલ્યાણ સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 854મું ચક્ષુદાન તથા 69મું દેહદાન થયું છે.

રાજકોટ: સ્વ.વલ્લભદાસ અમૃતલાલ સવાણીના પુત્ર રવિ (ઉં.44) તે કમલેશ, હિતેષ, રાજેશના નાનાભાઈનું તા.10 ના અવસાન થયું છે. બેસણુ તા.14 નાં નિલકંઠ મહાદેવ મંદિર 33/કરણપરા રાજકોટ છે.

પોરબંદર: સારસ્વત બ્રાહ્મણ હિતેશભાઈ અમૃતલાલ બલભદ્ર (ઉ.વ.પ9) તે સ્વ.અમૃતલાલ રવજીભાઈ બલભદ્રના પુત્ર, કમલેશભાઈ, રાજેન્દ્રભાઈ, મીનાબેન પ્રદીપભાઈ લહેરુના ભાઈ, મનીષાબેનના પતિ, પરેશભાઈના પિતા, સ્વ.કામેશ્વરભાઈ ભાનુશંકરભાઈ ભુરાના જમાઈનું તા.11 ના અવસાન થયુ છે. બેસણુ, સસરાપક્ષની સાદડી તા.14 ના સાંજે પ થી 6 ચોપાટી ગ્રાઉન્ડ ખાતે રામદેવપીરના મંદિરે છે.

જામનગર: નીતાબેન તે અનિલભાઈ છોટાલાલ લુક્કા (ધ્રાફાવાળા)ના પત્ની, દેવ, મોહિતના માતા, જગદીશકુમાર જીવણલાલ બારાઈ (ભણગોરવાળા) ના બહેનનું તા.1ર ના અવસાન થયું છે. ઉઠમણુ, પિયર પક્ષની સાદડી તા.14 ના સાંજે 4 થી 4.30 વાગ્યે ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવની પાળ, જામનગર છે.

જામનગર: રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિના ગૌરીશંકર પ્રભાશંકર બારોટ (ઉ.89) તે સ્વ.પ્રભાવંતીબેનના પતિ, પરેશભાઈ, સ્વ.િકરીટભાઈ, સ્વ.રાજેશભાઈ, દીપકભાઈ, ગીતાબેન ગીરીશકુમાર જોષી (મુંબઈ), દક્ષાબેન સુનિલકુમાર જોષી (યુ.કે.)ના પિતા, રેખાબેન, સુનિતાબેન, હરસ્મિતાબેનના સસરા, સ્વ.કુશાંત, તેજલ, કમેશ મહેતા (યુ.કે.), રિદ્ધિ, વરૂણ, ધાર્મિક, કૃપાના દાદા, સ્વ.અમૃતલાલ લક્ષ્મીશંકર પુંજાણીના જમાઈ, સુરેશભાઈ, મુકુંદભાઈના બનેવીનું તા.9 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.14 ના સાંજે પ થી પ.30 પાબારી હોલ, તળાવની પાળ, જામનગર છે.

રાજકોટ: હરેન્દ્રભાઈ વ્રજલાલ જાની (ઉં.86) (િનવૃત્ત એ.જી.ઓફીસ) તે સંદીપભાઈ જાનીના પિતા, રૂષિ જાનીના દાદાનું તા.11 ના અવસાન થયુ છે. બેસણુ તા.14 ને ગુરૂવારે બપોરે 4.30 થી 6 પારસ કોમ્યુનીટી હોલ, નિર્મલા રોડ, રાજકોટ ખાતે છે. મો.નં.98980 20763.

રાજકોટ: ફાલ્ગુનભાઈ દિનેશભાઈ તારપરાના પત્ની ડિમ્પલબેન (ઉ.38) તે વિઠ્ઠલભાઈ, દિલીપભાઈ તારપરાના ભત્રીજાવહુ, પલાસભાઈ અને વિશાખભાઈના ભાભીનું તા.1ર ના અવસાન થયુ છે. બેસણુ તા.14 નાં સવારે 8.30 થી 10.30 નવદુર્ગા હોલ, નટરાજનગર, ધોળકીયા સ્કૂલની સામે, રાજકોટ, ચાવંડી તા.જામકંડોરણા ખાતે તા.1પ નાં સવારે 8.30 થી 10.30 રાખેલ છે.

મોરબી: સ્વ.િકશોરભાઈ નંદલાલભાઈ વોરાના પત્ની વીણાબેન તે સ્વ.િચરાગભાઈ, લીનાબેનના માતા, સ્વ.નરભેરામભાઈ વનેચંદભાઈ પારેખના પુત્રીનું તા.1ર ના અવસાન થયુ છે. બેસણુ તા.14 ના સવારે 9.30 થી 10.30 તેમના નિવાસ સ્થાને, શ્રીમદ સોસાયટી, સમા કાંઠે, મોરબી-ર છે.

જૂનાગઢ: મંજુલાબેન (ઉ.8ર) તે સ્વ.ધીરજલાલ ચુનીલાલ રૂપારેલીયાના પત્ની, રતનશી કાનજી તન્ના (રાજકોટ)ના પુત્રી, હિતેશભાઈ, નિલેશભાઈના માતા, પાર્થ, ઝીલ, ઓમના દાદાનું તા.1ર ના અવસાન થયુ છે. બેસણુ, સાદડી તા.14 ના સાંજે પ થી 6 જાગનાથ મહાદેવ મંદિર, જલારામ સોસાયટી, જૂનાગઢ છે.

વીજપડી: અમીભાઈ માનજીભાઈ બેલીમ તે સ્વ.પીરભાઈ, બચુભાઈ, કેશુભાઈના મોટાભાઈ, બાબુભાઈ, અમીભાઈ બેલીમ, કાળુભાઈ, અમીભાઈ બેલીમના પિતા, પત્રકાર દાદૂભાઈ બેલીમના મોટા બાપુ, વલીભાઈ, અલીભાઈ તેમજ રાજુભાઈના દાદાનું અવસાન થયું છે. જીયારત જૂમ્મા મસ્જિદ વીજપડી ખાતે તા.14ના 10 કલાકે તથા બહેનોની તેમના નિવાસ સ્થાને છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક