ચક્ષુદાન
રાજકોટ:
નિકાવા નિવાસી હાલ રાજકોટ રમેશચંદ્ર ખુશાલચંદ વોરા (ઉ.73) તે તરૂણાબેન ખુશાલચંદ નરભેરામ
વોરાના પુત્ર, તરૂલતાબેનના પતિ, સચિન, સમીરના પિતા, રાજેન્દ્રભાઇ, મહેશભાઇ, પ્રવિણાબેન,
રેખાબેનના ભાઇ કાલાવડ નિવાસી સ્વ. જેચંદભાઇ હરખચંદભાઇ મહેતાના જમાઇનું તા.8ના અવસાન
થયું છે. ઉઠમણું- પ્રાર્થના સભા તા.11ના સવારે 10 કલાકે ફલોર વેસ્ટ શાલીભદ્ર એપાર્ટમેન્ટનીપાછળ,
3- અંબિકા ટાઉનશીપ મેઇન રોડ, રાજકોટ છે. સદગતના ચક્ષુઓનું દાન કરાયું છે.
ચક્ષુદાન
રાજકોટ:
મૂળ પોરબંદર નિવાસી ચીમનલાલ જેઠાલાલ કતીરા (ઉ.76) તે સ્વ. આનંદ, પીનાબેન રવિન્દ્રકુમાર
ખંધડિયા, ક્રિનાબેન મિતેશકુમાર મદલાણી, સંધ્યાબેન સમીરકુમાર ઉનડકટના પિતા અને સ્વ.
ધનજીભાઇ પ્રાગજીભાઇ લુક્કાના જમાઇ (માધવપુર ઘેડ)નું તા.8ના અવસાન થયું છે. સ્વર્ગસ્થના
ચક્ષુઓનું દાન કરાયું છે.
ચક્ષુદાન
રાજકોટ:
ગિરધરલાલ ભગવાનભાઇ પોપટનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન
ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 852 ચક્ષુદાન થયેલ છે.
રાજકોટ:
મહારાજ ઔદિચ્ય ઘેલારામજી ગોહિલવાડી બ્રાહ્મણ જ્ઞાતિના મુળ સાણથલી હાલ રાજકોટ સ્વ.મગનલાલ
રામજી રાજ્યગુરૂના પુત્ર દિનેશભાઈ (નિવૃત કર્મચારી, જીલ્લા પંચાયત, રાજકોટ) (ઉ.વ.7પ)
તે નટુભાઈ, ઈન્દ્રવદનભાઈ (રીટાયર્ડ ઓફિસર, રાજકોટ નાગરિક સહકારી બેંક લી.), પ્રકાશભાઈ,
નિર્મળાબેન ચીમનલાલ જોશીના ભાઈનું તા.8 ના અવસાન થયું છે. બેસણુ તા.11 ના રોજ સાંજે
4.30 થી 6.30 મહારાજશ્રી ઔદિચ્ય ઘેલારામજી બ્રાહ્મણ બોર્ડીંગ, જયંત કેજી મેઈન રોડ,
રાજકોટ છે.
પોરબંદર:
મુળ પોરબંદર હાલ પાલનપુરના હરીશભાઈ નથુભાઈ બુદ્ધદેવ (ઉ.વ.66) તે હરસુખભાઈ બુદ્ધદેવ
(પોરબંદર), સ્વ.કાંતિલાલ, સ્વ.નરેન્દ્રભાઈ, સ્વ.ચંદ્રકાંતભાઈ, સ્વ.રાજેશભાઈના ભાઈ,
ડો.હર્ષભાઈ બુદ્ધદેવ (અમેરિકા), જયભાઈના પિતા, માંગરોળવાળા ગોરધનભાઈ કારીયાના જમાઈનું
તા.7 ના અવસાન થયું છે.
શાપુર
(સોરઠ): લીલાધરભાઈ કેશવભાઈ ફડદુ (ઉં.8પ) તે જીતેન્દ્રભાઈ, રાજેશભાઈના પિતાનું તા.8
ના અવસાન થયુ છે. બેસણુ તા.11 ના સવારે 8 થી બપોરે 1ર સુધી પટેલ સમાજ, શાપુર (સોરઠ)
છે.
રાજકોટ:
જીવરાજ રેસીડેન્સીના પ્રમુખ જૈન અગ્રણી, વીવીપી ઈજનેરી કોલેજના કર્મચારી જીજ્ઞેશભાઈ
કોઠારીના પિતા હસમુખરાય નવલચંદ કોઠારી (ઉ.76) નું તા.ર9 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા
તા.10 નાં સાંજે 6 થી 7 ‘અરિહંત’, બ્લોક નં.119, જીવરાજ રેસીડેન્સી (કોમન પ્લોટ), જીવરાજ
નગરી ફ્લેટ સામે, અંબિકા ટાઉનશિપ મુખ્ય માર્ગ-3, મવડી રાજકોટ છે.
ગઢડા:
ઢસા (જં) નિવાસી મીર હાજી મહંમદભાઈ નાનુભાઈ (કવિરાજ-પચ્છેગામવાળા) (ઉં.90) તે મુનિરભાઈ
(એસ.ટી.ડ્રાઈવર), મહેબૂબભાઈ (મુન્નાભાઈ વાયરમેન) ના પિતાનું તા.8 ના અવસાન થયું છે.
જીયારત તા.11 નાં સવારે 10 કલાકે મસ્જીદે અબ્દુલ્લા, ઢસા જંકશન છે. બેસણુ તેમના નિવાસ
સ્થાન આર.જે.એચ.હાઈસ્કૂલ પાછળ, જલારામ મીલવાળી શેરી, ગાયત્રી નગર ખાતે સાંજના પ થી
7 છે.