ચક્ષુદાન
રાજકોટ:
જોશનાબેન સુરેશભાઇ કોટીલાનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ
ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટની પ્રેરણાથી
આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 853મું ચક્ષુદાન થયું છે.
બાબરા:
દાઉદી વ્હોરા કુરબાનહુસેન એહમદઅલી સદીકોટના પત્ની હુસેનાબેન (ઉં.80) તે ફિરોજભાઈ (આણંદ),
રસીદાબેન (કોડીનાર), અલફિયાબેન (ભાવનગર)ના માતાનું તા.11ના આણંદ ખાતે અવસાન થયું છે.
જિયારતના સીપારા તા.13ના આણંદ ખાતે છે.
અમરેલી:
સૌરાષ્ટ્ર બાજખેડાવાળ બ્રાહ્મણ દુર્ગાબેન દલસુખરાય જોષી (ઉ.77) તે સ્વ. દલસુખરાય નરભેરામભાઇ
જોષીનાં પત્ની, વિરલભાઇ (ગાંધીધામ), તુષારભાઇ (અમરેલી) તે મનીષાબેન સંજયભાઇ મહેતા (વડોદરા)નાં
માતા, ગીતાબેન વીરલભાઇ જોષી, કોમલબેન તુષારભાઇ જોષી, સંજયભાઇ મહેતાનાં સાસુ, ધ્રુવી,
રૂદ્રી, દેવનાં દાદી, કોટડાપીઠાનાં (પત્રકાર) ગીરીશભાઇ મહેતા, ભરતભાઇ મહેતાનાં મોટાબેનનું
તા.10ના અવસાન થયું છે. બેસણું તા.14નાં સાંજે 4 થી 6 ખેડાવાળ બ્રાહ્મણ બોર્ડીગ નાગનાથ
મંદિર પાસે, અમરેલી છે.
ધારી:
રામાનંદી બાવાજી ભીખારામબાપુ લક્ષ્મીરામ દેવમુરારી (ભજનિક) (ઉ.100) તે સ્વ. મનુભાઇ,
રમેશભાઇ, દિનેશભાઇ તથા ગીરીશભાઇના પિતાનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.14નાં
સાંજે 4 થી 6 દિનેશભાઇ ભીખારામબાપુ, દેવમુરારીના નિવાસસ્થાને રામેશ્વરનગર, ધારી છે.
રાજકોટ:
ચુનીલાલ મોહનલાલ ઠાકર (નિવૃત્ત કેળવણી નિરીક્ષક વેરાવળ, હાલ રાજકોટ) (ઉં.96) તે કિશોરભાઇ,
અનિલભાઇ, સચિનભાઇ, સ્વ. ભારતીબેન અશોકકુમાર વ્યાસ, સરોજબેન પ્રકાશભાઇ રાવલ, કલાબેન
ભરતભાઇ શુકલના પિતા, આશુતોષ, ચિંતન, હાર્દના દાદાનું તા.10ના અવસાન થયું છે. ઉઠમણું
તા.14નાં સાંજે 5 થી 6 “ૐકારેશ્વર મહાદેવ મંદિર’’ ઉન્નતિ સ્કૂલવાળી શેરી નંબર-4-બી,
એસ.કે. ચોક, ગાંધીગ્રામ, રાજકોટ છે.