• શનિવાર, 06 જૂન, 2026

અવસાન નોંધ

ત્વચાદાન, ચક્ષુદાન

રાજકોટ: ઉષાબેન કનકરાય ભેડાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન અભિયાનમાં કુલ 866મું ચક્ષુદાન થયુ છે.

રાજકોટ: ચાર્તુવેદી મચ્છુકાઠીયા મોઢ બ્રાહ્મણ સુરેશકુમાર શિવશંકર પંડયા (ઉં.85) તે કુસુમબેનના પતિ, સ્વ.આશિત તેમજ કલ્પેશ, ભાવેશના પિતા, સ્વ.મહેન્દ્રભાઈ, સ્વ.જયેન્દ્રભાઈ, કુમારભાઈ (લંડન), નરેશભાઈ, સ્વ.શશીકાંતાબેન, લતાબેનના ભાઈ, સ્વ.લાભશંકર દુર્લભજી દવેના જમાઈ, શ્વેતાબેનના સસરા, આરવના દાદાનું તા.31ના અવસાન થયું છે. બેસણું તા.4ના સાંજે 5 થી 6, પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક, રાજકોટ છે. લૌકિક ક્રિયા બંધ છે.

રાજકોટ: અમૃતલાલ રવજીભાઈ બુદ્ધદેવના પત્ની સવિતાબેન (ઉં.91) તે સ્વ.કેશવજી ઓધવજી કાનાબારના પુત્રી, જયંતિભાઈ, દિનેશભાઈ, મહેશભાઈ, ઈલાબેન બીપીનકુમાર નાગ્રેચાના માતા, બીપીનકુમાર બી.નાગ્રેચાના સાસુ, રસેસ પિનાકના દાદી, ડો.રવિ નાગ્રેચાના નાનીનું તા.3ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.4ના સાંજે 5 થી 6, સત્યેશ્વર મહાદેવ મંદિર, સત્યમ સુંદરમ સોસાયટી, જામનગર રોડ, રાજકોટ છે.

રાજકોટ: રમેશભાઈ નાગરદાસભાઈ નંદાણી (ઉં.81) તે સ્વ.નાગરદાસભાઈના પુત્ર, જયદીપભાઈ, અમરદીપભાઈ (પ્રોમ્પ્ટ ઈઆરપીવાળા), ડોલીબેન ગણાત્રાના પિતા, રૂચિબેન, ડિમ્પલબેન, ચેતનભાઈ ગણાત્રા (એડી.કલેક્ટર)ના સસરા, મોતીલાલ મોહનલાલ બલદેવ (સૌરાષ્ટ્ર એજન્સી)ના જમાઈનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.4ના સાંજે 5 થી 6, માતૃશ્રી જેઠીબેન ગોરધનભાઈ ગોવાણી, ઉમાભવન, ઉમા પાર્ક, શેરી નં.1, આલાપ એવન્યુની બાજુમાં, યુનિવર્સિટી રોડ, રાજકોટ છે. સસરા પક્ષની સાદડી સાથે છે.

જેતપુર: મુળ લાટી રામપરાવાળા હાલ જેતપુર જાદવજી તલકચંદ શાહ (ઉં.77) તે ઉષાબેનના પતિ, સ્વ.દમયંતીબેન, સ્વ.ચંદ્રીકાબેન, નયનાબેન, પ્રવિણભાઈ, મહેશભાઈ, કિરીટભાઈના મોટાભાઈ, સ્વ.ઉપેશભાઈ, રોશનીબેનના પિતા, આશીષકુમાર ઠાકરના સસરા, સિંગસરવાળા સ્વ.હરિદાસ ભાણજી શાહના જમાઈનું તા.2ના અવસાન થયું છે. બેસણું તા.4ના સાંજે 4 થી 6, રામજી મંદિર, જગાવાળા ચોરા, જેતપુર છે.

રાજકોટ: હરગોવિંદભાઈ નરભેરામભાઈ વ્યાસ (ઉં.94) તે સ્વ.વિણાબેનના પતિ, બકુલ, સ્મીતાબેનના પિતાનું તા.2ના અવસાન થયું છે. બેસણું તા.5ના સાંજે 5 થી 6, અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિર, નિલકંઠ હોલ, કાલાવડ રોડ, મહિલા કોલેજ પાસે, રાજકોટ છે.

રાજકોટ: મચ્છુકઠિયા સઈ-સુથાર જ્ઞાતિ, નાંદરખીવાળા હાલ રાજકોટ મહેશભાઈ ગોરધનભાઈ ધામેચા (ઉં.63) તે ઉષાબેનના પતિ, પ્રવિણભાઈ, કમલેશભાઈ, કંચનબેન રમેશભાઈ ગોહેલ, ચંદનબેન કિરણભાઈ પીઠડીયાના ભાઈ, સ્મીતાબેન નીતિનકુમાર લીંબડ, કુંજનબેન, માનસીબેન વૈભવકુમાર સોલંકીના પિતા, સ્વ.ઓધવજીભાઈ તુલસીદાસભાઈ પીઠડીયા (મુળ પોરબંદર, હાલ રાજકોટ)ના જમાઈનું તા.2ના અવસાન થયું છે. બેસણું તા.4ના સાંજે 5  થી 6, મચ્છુ કઠીયા સઈ સુતાર કમળ ગંગા વાડી, 22/24, વિજય પ્લોટ, રાજકોટ છે.

રાજકોટ: સ્વ.નાગજીભાઈ પરબતભાઈ વણઝારાના પુત્ર ખુશાલભાઈ (ઉં.8પ) તે જયંતીભાઈ, સ્વ.દિલીપભાઈ, હસમુખભાઈ (બાબાલાલ), ચંદ્રિકાબેન (બેબીબેન)ના ભાઈ, વિજયભાઈ, રવિભાઈ, કાશ્મીરાબેન, પારસબેન (પારૂબેન)ના પિતા, પડધરી નિવાસી સ્વ.નટવરલાલ વલ્લભદાસ કોટક (ખાંડવારા)ના જમાઈનું તા.1ના અવસાન થયું છે. બેસણુ તા.4ના સાંજે પથી 6 ભીડભંજન મહાદેવ મંદિર, સટ્ટાબજાર ચોક, દાણાપીઠ પાસે છે.

રાજકોટ: ડોડીયાવાળા હાલ રાજકોટ ગીરધરભાઈ પીતાંબરભાઈ ધોરડા (ઉં.94) તે સ્વ.દેવરાજભાઈ, મનસુખભાઈ, સ્વ.જમનાદાસના મોટાભાઈ, સ્વ.ચીમનભાઈ, દિનેશભાઈ, હસમુખભાઈ, ચંદ્રકાંતભાઈ (શાંતુભાઈ), કમળાબેન વિનુભાઈ (પાંચવડા), સ્વ.નિર્મલાબેન ગિરીશભાઈ (ગઢડા)ના પિતા, ઋષભ, ક્રિષા, કર્તવ્ય, કિશનના દાદાનું તા.ર ના અવસાન થયું છે. બેસણું તા.4ના પથી 6 ભગવાન ભુવન વાડી, પંચનાથ પ્લોટ શેરી નંબર 1, રાજકોટ છે.

રાજકોટ: રતનપર નિવાસી રતનલાલ ભગવતીલાલ શર્મા તે ભગવતીલાલજીના પુત્ર, જગદીશચંદજી, શિવજી, શ્યામજીના ભાઈ, આનંદ, સુમિતના પિતાનું તા.રના અવસાન થયું છે. બેસણુ તા.4 ના સાંજે 4.30થી 6.30 રામેશ્વર મંદિર, રામેશ્વર ચોક, આમ્રપાલી પાછળ, રૈયા રોડ, રાજકોટ છે.

રાજકોટ: દુર્લભજીભાઈ રામજીભાઈ સામાણી (ઉં.79) તે સંજયભાઈ, ધર્મેશભાઈ (ભગવતી સિલેક્શન)ના પિતાનું તા.1ના અવસાન થયું છે. ઉઠમણું, શ્વસુર પક્ષની સાદડી તા.4ના સાંજે 4.30થી પ.30 નટેશ્વર મહાદેવ મંદિર, 80 ફૂટ રોડ, શેઠ હાઇસ્કૂલ પાસે, રાજકોટ છે.

રાજકોટ: રણજીતભાઈ પ્રવિણભાઈ ગોહેલ (ઉં.46) (સોરઠીયા દરજી જ્ઞાતિ રાજકોટના કાર્યકારી પ્રમુખ)નું તા.ર ના અવસાન થયું છે. બેસણુ તા.4નાં સાંજે પથી 7, રાજકોટ સોરઠીયા દરજી જ્ઞાતિની વાડી, કનૈયા ચોક પાસે, રૈયા રોડ, રાજકોટ છે.

મોરબી: રેખાબેન પ્રવીણચંદ્ર મહેતા (ઉં.7ર) તે સ્વ.ધનજીભાઈ હિરજીભાઈ સોનીનાં પુત્રી, વિપુલભાઈ, નેહલભાઈનાં માતા, સરોજબેનનાં સાસુ, ત્રિશા, ક્રિયાંશનાં દાદીનું તા.ર ના અવસાન થયું છે. ઉઠમણું તા.4નાં સવારે 10 કલાકે પ્રાર્થનાસભા સવારે 11 કલાકે, દશાશ્રીમાળી વણીક સમાજની વાડી, બેન્ક ઓફ બરોડા સામે, જૂના બસ સ્ટેન્ડ પાસે, મોરબી છે.

મોરબી: ઈલાબેન યશવંતરાય મહેતા તે સ્વ.મોહનલાલ કાલીદાસ મહેતાનાં પુત્રવધૂ, સ્વ.યશવંતરાયનાં પત્ની, અત્યક્ષ અને વિશ્વાસનાં માતુશ્રીનું તા.રના અવસાન થયું છે., ઉઠમણુ તા.4 નાં સાજે 4થી 6 સાંજે સોની બજાર, જૈન ઉપાશ્રય ખાતે છે.

રાજકોટ: મૂળરાજ મથુરાદાસ કાનાણી (ઉં.74) મૂળ ગામ જામખંભાળિયા હાલ મુંબઈ તે સ્વ.મથુરાદાસ માધવજી કાનાણી (બાબુભાઈ બજરિયા, ખંભાળિયા)ના પુત્ર, સ્વ.ભાવનાબેનના પતિ, સુનયના પિતા, સીમોનીના સસરા, પનાઈશાના દાદા, કુસુમબેન હસમુખરાય મોરઝરીયા, સૌ.જયાબેન કનુભાઈ કોટક, ગં.સ્વ.દમુબેન નટુભાઈ ચંદારાણા, લલિતભાઈ (નવિન ટ્રેડ એજન્સી), નવિનભાઈ (ખંભાળિયા)ના મોટાભાઈ, ગીતાબેન દિલીપભાઈ અઢિયા, વીણાબેન કાનાણીના મોટાભાઈ, મીહીરભાઈ કાનાણી તેમજ વિરેનભાઈ કાનાણીના કાકાનું તા.ર8ના અવસાન થયું છે. સાદડી તા.4નાં સાંજે પથી 6 ગીતામંદિર હોલ, મહાવીર સોસાયટી, જામનગર ખાતે ભાઈઓ, બહેનોનું છે.

વેરાવળ: કંચનબેન ગઢીયા (ઉં.80) તે સ્વ.ધીરજલાલ ગીરધરલાલ ગઢીયાનાં પત્ની, સ્વ.ભરતભાઈ, રાજુભાઈ, રમેશભાઈ, ઈલાબેન મનસુખલાલ કારીયા (અમદાવાદ), ભાવનાબેન ભરતકુમાર વિઠલાણી (જૂનાગઢ), જયશ્રીબેન દિનેશકુમાર ગોટેચા (કેશોદ), રીટાબેન રાજેશકુમાર રાયચા (ઉના)નાં માતા, સ્વ.પુષ્પાબેન (પ્રભાસ પાટણ)નાં ભાભી, કાંતિલાલ આણંદજી ઉનડકટનાં મોટા બહેનનું તા.રના અવસાન થયું છે. ઉઠમણું, પિયરપક્ષની સાદડી તા.4ના સાંજે 4થી પ બીલેશ્વર મહાદેવ મંદિર, જૈન દેરાસર ચોક પાસે છે.

ગોંડલ: જગતસિંહ પ્રતાપસિંહ વાઘેલા (ઉં.90) તે નોટરી એડવોકેટ નરેન્દ્રસિંહ વાઘેલાના પિતા, બ્રિજરાજસિંહના દાદાનું તા.રનાં અવસાન થયું છે. બેસણું તા.4ના સવારે 9થી 11.30 રાધેશ્યામ લેઉવા પટેલ વાડી, દીપક મંડપ સર્વિસની બાજુમાં, યોગીનગર મેઈન રોડ, ગોંડલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક