• શનિવાર, 06 જૂન, 2026

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: જૈન સમાજના મગનલાલ તાલકચંદ મહેતા અવસાન પામતા તેમના પુત્રો દિલીપભાઈ, રાજુભાઈ, સંજયભાઈની સહમતી અને જૈન અગ્રણી પરેશભાઈ સંઘાણીની પ્રેરણાથી ચક્ષુનું દાન કરાયું હતું. વિવેકાનંદ યુથ ક્લબના માર્ગદર્શક મુકેશભાઈ દોશી, ચક્ષુદાન અભિયાન સંયોજક અનુપમ દોશી, ઉપેનભાઈ મોદી દ્વારા કરાયું હતું. આ માટે ડો.ધર્મેશ શાહે સહકાર આપેલ. સંસ્થાનું આ 209મું ચક્ષુદાન છે.

પોરબંદર: સુરેશભાઈ નાનાલાલ ગણાત્રા (ઉં.56) તે મનહરભાઈ, મહેશભાઈ તથા રાજેશભાઈ (ફ્રૂટવાળા), સરોજબેન કક્કડના ભાઈ, નીરવ, સચિન, પ્રશાંત તથા શ્લોક ગણાત્રાના કાકાનું તા.પ ના અવસાન થયું છે. બેસણુ તા.6 નાં પ થી પ.30 લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ બહેનોનું સંયુક્ત છે.

તાલાલા: આંકોલવાડીના મચ્છુકઠીયા સઈસુથાર નટવરલાલ ગોકળદાસ ફુમકીયા (બટુકભાઈ) (ઉ.81) તે માધવજીભાઈ, સ્વ.જીકુભાઈ, ચંદુભાઈ, કિશોરભાઈ, હેમંતભાઈ, સ્વ.હંસાબેન ચુનીલાલ મકવાણાના મોટાભાઈ, મુકેશભાઈ, અશ્વિનભાઈ, ચેતનભાઈ તથા જ્યોત્સનાબેન નાથાલાલ મકવાણા તથા ભારતીબેન પ્રફુલકુમાર સોલંકીના પિતા, ખુશ્બુ, પ્રિયંકા, કિંજલ, જીત, પૂજા, નૈતિકના દાદા, કેશુભાઈ નારણભાઈ પીઠડીયાના બનેવીનું તા.4 ના અવસાન થયુ છે. પ્રાર્થના સભા (બેસણુ) તા.8 ના તેમના નિવાસ સ્થાન આંકોલવાડી ખાતે છે.

રાજકોટ: જયશ્રીબેન  જયવંતલાલ રાજાણી (ઉ.79) તે ભાવેશભાઇ, દિપકભાઇના માતા, દર્ક્ષિત, દેવાંશના દાદીનું તા.4ના અવસાન થયું છે. ઉઠમણું તા.6નાં સાંજે 5 થી  6 7/રામેશ્વર મહાદેવ મંદિર, રાજલક્ષ્મી સોસાયટી શેરી નં.8, રેલવે ફાટક પાસે, મોરબી રોડ, રાજકોટ છે.

રાજકોટ: ભાણવડ નિવાસી હાલ રાજકોટ મગનલાલ તલકચંદ મહેતા (મગનમામા) (ઉ.95) તે કંચનબેનના પતિ, દિલીપભાઇ, રાજુભાઇ તથા સંજયભાઇ, વાસંતીબેનના પિતાનું તા.5 ના અવસાન થયું છે. ઉઠમણું તા.6નાં સવારે 10 કલાકે પ્રાર્થના સભા સવારે 11 કલાકે છે. જૈનચાલ સ્થાનકવાસી જૈન સંઘ, ગોંડલ રોડ, ગુરૂકુળ સામે, રાજકોટ છે.

રાજકોટ: ચા.મ. મોઢ બ્રાહ્મણ મુકેશભાઇ પંડયા (ઉ.67) (મૂળ અગાભી પીપળીયા) હાલ રાજકોટ  તે સ્વ. લાભશંકર મહાશંકર પંડયાના પુત્ર,  પ્રીતેશભાઇ, ઉર્વિશીબેન મનીષકુમાર દવે (મોરબી)ના પિતા, કનકભાઇ પંડયાના નાનાભાઇ, સ્વ. મધુબેન ધર્મેશકુમાર દવે (ભાવનગર), અભિલાષાબેન મુકેશકુમાર જાની (જામનગર), સરોજબેન પિયુષકુમાર દવે (રામોદ)ના મોટાભાઇ, સ્વ. વિનોદભાઇ મહાશંકરભાઇ પંડયાના ભત્રીજાનું તા.4 ના અવસાન થયું છે. ઉઠમણું તા.6નાં સાંજે 5 થી 6 રામેશ્વર મંદિર, જીવનનગર-4, અનિલ જ્ઞાન મંદિર પાસે, બ્રહ્મસમાજ પાસે, રૈયા રોડ, રાજકોટ છે.

રાજકોટ: લીલાવંતીબેન કેશવલાલ પોપટ (ઉ.90) તે સ્વ. કેશવલાલ ભગવાનજીભાઇ પોપટનાં પત્ની, સ્વ. શૈલેષભાઇ, પંકજભાઇ, દિલીપભાઇનાં માતા, સ્વ. મનજીભાઇ સુંદરજી મશરૂ (વેરાવળ)નાં દીકરીનું તા.5 ના અવસાન થયું છે. શ્વસુર પક્ષ, પિયર પક્ષનું બેસણું તા.6ના સાંજે 5 થી 6 ઢેબર રોડ કોલોની, કોલવા હનુમાન ખાતે છે.

રાજકોટ: જસવંતભાઇ રાજાણી (ઉપલેટા વાળા)ના પત્ની જયશ્રીબેન તે ભાવેશભાઇ, દિપકભાઇ (આશુતોષ એજન્સી નવાગામ) તથા દર્શિષાબેન, દેવાંશી, માનસી અને હેતવીના દાદીમા તે (સ્વ. મોરારજી કેશવજી કોટકના દીકરી)નું તા.4 ના અવસાન થયું છે. બેસણું પિયર પક્ષની સાદડી તા.6નાં સાંજે 5 થી 6 રામેશ્વર મહાદેવ મંદિર, રાજલક્ષ્મી સોસાયટી શેરી -8, રેલવે ફાટક પાસે, મોરબી રોડ, રાજકોટ છે.

ભાવનગર: સ્વ. અનંતરાય જમનાદાસ વોરાના પુત્ર મુકુંદભાઇ વોરા (ઉ.87) (જગદીશ એજન્સીઝ) તે સ્વ. હર્ષદરાય, સ્વ. મનુભાઇના નાના ભાઇ, શશીકાંતભાઇ તથા હરેશભાઇના મોટા ભાઇ, શાંતિલાલ બી. ગાંધી (ધ્રાંગધ્રા)ના જમાઇ, સંદીપ, પિયુષ, પ્રીતિબેનના પિતા, આશિષભાઇ, જગદીશભાઇ પરીખ (નાગપુર)ના સસરા, મનીષા, હેમાંગીના સસરાનું તા.4 ના અવસાન થયું છે. સાદડી તા.6ને શનિવારે સાંજે 5 થી 6-30 સ્થળ રોટરી કલબ હોલ, ઘોઘા સર્કલ, વેવાઇ પક્ષ સાથે છે. લૌક્કિ વ્યવહાર બંધ છે.

ઇ-પેપરના નવા શુલ્ક