• શનિવાર, 06 જૂન, 2026

avshan nodh

ચક્ષુદાન

મોડાસા: અરવલ્લી જિલ્લાના ગાબટ ગામના મણીભાઈ ગીરધરભાઈ દરજીનું મુત્યુ થતાં તેમનું ચક્ષુઓનું ચક્ષુદાન કરાયું હતું.

ગાબટ ગામના વતની, સમતા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને અણિયોર હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દરજી ગિરિશભાઈ મણીભાઈ અને ગાબટ શરાફી મંડળીમાં નોકરી કરતા કમલેશભાઈ દરજીના પિતાજી મણીભાઈ ગીરધરભાઈ દરજી તા.31/05/2026 ના રોજ મૃત્યુ પામ્યા હતા ત્યારે તેમના પિતાજીની આંખો શ્રીમતી બેલાબેન અને શ્રી યોગેશભાઈ પટેલ આંખની હોસ્પિટલ વાત્રકમાં ચક્ષુદાન કરાયું હતું.

ચક્ષુદાન

રાજકોટ: જૈન સમાજના ધર્મવત્સલ સ્વ.સુશીલાબેન જગદીશચંદ્ર દોશીનું અવસાન થતા તેમના પુત્ર, નેમીનાથ વિતરાગ સ્થા. સંઘના સહમંત્રી વિમલભાઈની સહમતી, સરદારનગર સંઘના ટ્રસ્ટી પરેશભાઈ (રાજુભાઈ) પારેખની પ્રેરણાથી સ્વ.સુશીલાબેનના પરિવારજનોએ ચક્ષુદાનનો પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. ચક્ષુનું દાન વિવેકાનંદ યુથ ક્લબ માર્ગદર્શક મુકેશભાઈ દોશી તથા ચક્ષુદાન અભિયાન સંયોજક અનુપમ દોશી અને ઉપેનભાઈ મોદી દ્વારા કરાયું હતું. આ માટે ડો.ધર્મેશ શાહએ સહકાર આપેલ. સંસ્થાનું આ ર08 મું ચક્ષુદાન છે.

રાજકોટ: વ્રજલાલ ગોપાલદાસ નગેવાડીયાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયુ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન સ્કીન ડોનેશન દેહદાન અભિયાનમાં કુલ 867 ચક્ષુદાન થયુ છે.

રાજકોટ: હનુમંત ડેરી ફાર્મવાળા સ્વ.બાલકૃષ્ણભાઈ મોહનભાઈ નિમ્બાર્કનાં પત્ની નિર્મળાબેન (ઉં.84) તે ચેતનાબેન નિમ્બાર્ક, યોગેશભાઈ, વિમલેશભાઈ, રશ્મિકાંતભાઈ, કિરીટભાઈનાં માતાનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.6ના સાંજે 4-30થી 6, જાગનાથ મહાદેવ મંદિરે છે.

ગોંડલ: પાટણવાળા નિવાસી હાલ ગોંડલ સોરઠ વિશા શ્રીમાળી જૈન દિનકરરાય ભાઈચંદભાઈ વસાનાં પત્ની કોકીલાબેન (ઉં.85) તે માધવીબેન રક્ષિતભાઈ શાહ, સ્વ.મમતાબેન, નેહાબેન (ગુડીબેન), દેવાંગભાઈનાં માતા, સ્વ.પ્રતાપરાય ભાઈચંદભાઈ, સ્વ.રસિકલાલ ભાઈચંદભાઈ વસાનાં ભાભી, સ્વ.નરભેરામભાઈ પ્રેમચંદભાઈ પટેલ (પડધરી)ની દીકરીનું તા.3ના અવસાન થયું છે. ઉઠમણું તા.6ના સવારે 10 કલાકે પ્રાર્થનાસભા તા.6ના સવારે 11 કલાકે મહેતા જૈન ભવન, નાની બજાર, દેરાશેરી, ગોંડલ છે.

ઉપલેટા: સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ સ્વ.શાંતિલાલ મોહનલાલ પંડયાના જયેષ્ઠ પુત્ર શાત્રી લલીતભાઈ પંડયા (ઉં.68)(નિવૃત્ત તલાટી મંત્રી) તે સુધીરભાઈ પંડયા (ઉપલેટા), કેતનભાઈ (કાકુભાઈ) પંડયા (રાજકોટ), સંજયભાઈ પંડયા (જામનગર), હર્ષિદાબેન દીપકભાઈ દવે (જેતપુર)ના મોટાભાઈ, ધારાબેન અમીતકુમાર રાવલ (અમદાવાદ)ના પિતા, સ્વ.દયાશંકર રેવાશંકર દવે મુ.પલાસવા હાલ ખોરાસા ગિરના જમાઈ, કીશોરભાઈ, મહેશભાઈ, હરેશભાઈના બનેવીનું તા.3ના અવસાન થયું છે. કુટુંબ પક્ષ, શ્વસુર પક્ષનું બેસણું તા.5ના સાંજે 4થી 6, ત્રિલોકીનાથ મહાદેવ મંદિર, બસ સ્ટેશન પાછળ, ઉપલેટા છે.

જામખંભાળિયા: ઔદિચ્ય સહત્ર ઝાલાવાડી બ્રાહ્મણ ભાવનાબેન ધીરજલાલ દવે (ઉં.86) તે સ્વ.ધીરજલાલ વજેશંકર દવેનાં પત્ની, સ્વ.ભારતીબેન કે.પંડયા, સ્વ.નીલેશભાઈ દવે, સુનીલભાઈ દવે, જયશ્રીબેન પી.રાવલનાં માતા, મીહિર, સોહીની અભિષેક જોષીના દાદીનું તા.4ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.5ના સાંજે 5થી 5-30, શરણેશ્વર મહાદેવ મંદિર, ઝવેરી બજાર, જામખંભાળિયા છે.

જસદણ: બ્રહ્મક્ષત્રિય સ્વ.રમણિકલાલ રામજી પડિયાના પુત્ર કિશોરચંદ્ર (ઉં.62) તે સ્વ.જગદીશભાઈ (અમદાવાદ), ઘનશ્યામભાઈ, બિપીનભાઈ, ભાનુમતીબેન યોગી (ભાવનગર)ના નાનાભાઈનું તા.3ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.5ના સાંજે 5થી 6-30, છાયાણીની વાડી, ચિતલિયા રોડ, સરદાર ચોક, જસદણ છે.

રાજકોટ: ગુર્જર સુથાર મુળ ગામ (મોટી માલડી) હાલ રાજકોટ સ્વ.નરભેરામભાઈના પુત્ર પ્રવિણભાઈ સાંકડેચા તે શૈલેષભાઈના ભાઈ, હેતલબેનના પતિ, સિમા, ગૌરવ, મધરીયા તથા કિંજલના પિતા, હિમ્મતભાઈ ગોવીંદભાઈ ભાડેશીયાના જમાઈનું તા.3 ના અવસાન થયુ છે. બેસણુ તા.પ નાં 4.30 થી 6 પંચશીલ સોસાયટી, કો. હાઉ., દોશી હોસ્પીટલ પાસે, રાજકોટ છે. પિયર પક્ષનું બેસણુ સાથે છે.

કેશોદ: સરલાબેન સુમતિલાલ નથવાણી (ઉ.9ર) તે રાજુભાઈ, મુકેશભાઈ, મંજુલાબેન (જબલપુર), સ્વ.નીતાબેન (જૂનાગઢ) તથા બીનાબેન (વેરાવળ)ના માતા, અમિતભાઈ, ચિરાગભાઈ, સાવન, નેહાબેનના દાદીનું તા.4 ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.પ ના સાંજે પ/6 લોહાણા મહાજનવાડી,

કેશોદ છે.

ઇ-પેપરના નવા શુલ્ક