ચક્ષુદાન
તથા ત્વચાદાન
રાજકોટ:
રાજભાઈ શાંતિલાલ કાપડિયાનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન તથા સ્કીન ડોનેશન કરાયું છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટથી
અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 868મું ચક્ષુદાન તથા
પર (બાવન) મું સ્કીન ડોનેશન થયું છે.
જેતલસર:
જેતલસર ગામ નિવાસી રમાબેન (દેવબાઇબેન) (ઉ.70) તે રમણીકભાઇ ભગવાનજીભાઇ જોશીના પત્ની
તથા લાલજીભાઇ, હંસાબેન, ભારતીબેન તથા કુંદનબેનના માતુશ્રીનું તા.8ના રોજ અવસાન થયું
છે. બેસણું તા.12ને શુક્રવારે તેમના નિવાસસ્થાને ગાયત્રીનગર, ડેડરવા રોડ, જેતલસર ગામ
ખાતે રાખેલ છે.
જૂનાગઢ:
કાલસારી (િવસાવદર) નિવાસી સવિતાબેન જીવરાજભાઇ અમીપરા (ઉ.85) તે તુલસીભાઇ અને ભરતભાઇ
(પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ)ના માતુશ્રીનું તા.8ના અવસાન થયું છે. બેસણુ: તા.11ના
તેમના નિવાસસ્થાન કાલસારી ખાતે રાખેલ છે.
વીરપુર
(જલારામ): વલ્લભભાઇ નાથાભાઇ રાણપરીયા (ઉ.88)તે ચંદુભાઇ (િનવૃત્ત શિક્ષક)ના પિતા તથા
શ્રેયસભાઇ (આર.ડી.સી. બેન્ક)ના દાદાનું તા.7મીએ અવસાન થયું છે. બેસણુ: તેમના નિવાસસ્થાન
“ગૌમહેર” ગાજીપરા શેરી, ગોંડલ રોડ ખાતે તા.11ને ગુરૂવારે સાંજે 4 થી 6 રાખેલ છે.
બગસરા:
પ્રભુદાસ ભગવાનજીભાઇ ભરખડાના પત્ની રમીલાબેન (ઉ.75) તે યશવંતભાઇના ભાભી તેમજ (ઉદય મેડિકલ
વાળા) અમિતભાઇ, કેતનભાઇ, રોહિતભાઇના કાકી તેમજ રીનાબેન, હેતલબેન, જાનકીબેન, ખ્યાતિબેનના
માતુશ્રીનું તા.8મીએ અવસાન થયું છે. સ્મશાન યાત્રા: તા.9ને મંગળવારે સવારે 10 વાગ્યે
તેમના નિવાસસ્થાનેથી નીકળશે.