ભંડુરીના
ફૂલછાબના અખબારી એજન્ટ રામાભાઇ ગોરડનું અવસાન
ગડુ
: ભંડુરી ગામના ફૂલછાબ દૈનિકના અખખબારી એજન્ટ રામાભાઇ હીરાભાઇ ગોરડ તે કાનજીભાઇ ગોરાડ,
ભાણાભાઇ ગોરાડ, લાખાભાઇ ગોરાડ, નારણભાઇ ગોરાડ, પાંચાભાઇ ગોરાડના પિતાશ્રીનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.12ને
શુક્રવારે ભંડુરી ગામે કોળી સમાજ ખાતે રાખેલ છે.
ચક્ષુદાન
ધોરાજી:
ધોરાજી તાલુકાના ભોળા ગામના સવિતાબેન ગોવિંદભાઇ ટીલાળાનું અવસાન થતા પરિવારજનોએ સ્વ.
સવિતાબેનના ચક્ષુદાન કરવા માટે ધોરાજી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા, સાગર
સોલંકીને જાણ કરાતા સરકારી હોસ્પિટલ ધોરાજીનાં અધિક્ષક ડો. જયેશ વેસેટીયન અને ડો. રેહાન
હસનફતા, ડો. કાર્તિક ડાભી, ટીમ સહિતનાઓએ પોતાની સેવાઓ બજાવી હતી. આ તકે ભરતભાઇ ટીલાળા,
મેઘજીભાઇ ટીલાળા, દિનેશભાઇ ટીલાળા, હાર્દિકભાઇ ટીલાળા, રીટાબેન ટીલાળા, અક્ષયભાઇ ટીલાળા,
ખુશીબેન દિલવાળા, મનીષાબેન ટીલાળા, ચેતનભાઇ ટીલાળા અને જાનવીબેન ટીલાળા સહિતના હાજર
હતા.
ચક્ષુદાન
જેતલસર
: જેતલસર જં.ના રવજીભાઇ મોહનભાઇ ઠુંમરનું અવસાન થતા પરિવારજનોએ સ્વ. રવજીભાઇનાં ચક્ષુદાન
કરવા અંગે ધોરાજી માનવ સેવા યુવક મંડળને જાણ કરાતા સરકારી હોસ્પિટલ ધોરાજીનાં અધિક્ષક
ડો. જયેશ વેસેટીયન ટીમ જેતલસર જં. ગામે એમ્બ્યુલન્સ સાથે જઇ ઘેર ચક્ષુદાન કરાયું હતું.
આ તકે નાથીબેન રવજીભાઇ ઠુંમર, કિરીટભાઇ ઠુંમર, નિતીનભાઇ ઠુંમર, વિજયભાઇ ઠુંમર, રેખાબેન
વેકરીયા સહિતનાઓ હાજર રહ્યા હતા.
ગોંડલ:
મુળ આંબલીયાળા, હાલ ગોંડલ પ્રતાપસિંહ જસુભા જાડેજા (ઉં.89) (િનવૃત્ત તાલુકા વિકાસ અધિકારી
કોટડા સાંગાણી) તે મહાવીરસિંહના નાનાભાઇ, મહિપાલસિંહના પિતા, અશોકસિંહના કાકાનું તા.9
ના અવસાન થયું છે. બેસણું તા.11ના 4થી 6 પાપહરી શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર, પંચવટી
મેઇન રોડ, ગોંડલ છે.
રાજકોટ:
કલ્પેશભાઈ ચંદુભાઈ ચાવડા (ઉં.43) નું તા.9 ના અવસાન થયુ છે. બેસણુ તા.11 ના 4 થી 6
ન્યુ તુલસી બ્રાહ્મણ જ્ઞાતીની વાડી, ડો.રામાણીના દવાખાનાની બાજુમાં, ગોપાલનગર, શેરી
નં.9, રાજકોટ છે.
રાજકોટ:
જયાલક્ષ્મીબેન (ઉ.73) તે પ્રાણલાલ ગોવિંદભાઈ લીંબાણીના પત્ની, કૌશિકભાઈ, કવિતાબેનના
માતાનું તા.8 ના અવસાન થયુ છે. બેસણુ તા.11 ના સાંજે પ થી 6 ગંગેશ્વર મહાદેવ મંદિર,
ગાંધીગ્રામ, એસ.કે.ચોક, રાજકોટ છે.
પડધરી:
સ્વ.શાંતિલાલ ભગવાનજીભાઈ કટારીયાના પત્ની નવલબેન (ઉં.93) તે કનકરાય (મોરબી), હસમુખભાઈ,
હેમતભાઈ (જલારામ ઈલેકટ્રીક પડધરી), જયશ્રીબેન જેન્તીલાલ રૂપારેલીયા, મયુરીબેન મુકુંદરાય
રાજવીર, રાજકોટના માતા, કૌશિક, ભાવિશા, હાર્દિકભાઈ, શ્રદ્ધાબેનના દાદીમા, ગોકળદાસ પરસોત્તમભાઈ
પોપટ (શાપર વેરાવળ)ના દીકરીનું તા.8 ના અવસાન થયુ છે. ઉઠમણુ, પિયર પક્ષની સાદડી તા.11
નાં સાંજે પ થી 6 પડધરી લોહાણા મહાજનવાડી, દરિયાલાલ મંદિર, પડધરી છે.
રાજકોટ:
આનંદબા લક્ષ્મણદેવસિંહ જાડેજા (ઉ.73) તે નિલદિપસિંહ, વિરમદેવસિંહ લક્ષ્મણદેવસિંહના
માતાનું તા.6 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.11 નાં સાંજે 4 થી 6 મંગલેશ્વર મહાદેવ
મંદિર, સદ્ગુરૂ મેઈન રોડ, શિવધાર એપાર્ટમેન્ટ, રાજકોટ છે.
રાજકોટ:
મૂળ ગામ ચાંદલી હાલ રાજકોટ દૈવતસિંહ (દયુભા) જીલુભા જાડેજા (ઉ.74) (રાજકોટ મહાનગરપાલિકા
આરોગ્ય વિભાગ નિવૃત્ત કર્મચારી) તે સ્વ.ભીખુભા જીલુભા જાડેજા (િનવૃત્ત પોસ્ટલ વિભાગ)
ના નાના ભાઈ, ધર્મેન્દ્રસિંહ, યજુવેન્દ્રસિંહ (કોન્સ્ટેબલ રાજકોટ શહેર પોલીસ) ના પિતા,
મહેન્દ્રસિંહ, જયપાલસિંહ જાડેજાના કાકાનું તા.8 ના અવસાન થયુ છે. બેસણુ તા.1ર નાં સાંજે
4 થી 6 ક્ષત્રિય સમાજ ભવન પાણીના ટાંકા પાસે, રેલનગર રાજકોટ છે.
રાજકોટ:
ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ શારદાબેન (િદવ્યાબેન) જોષી (ઉં.74) તે સ્વ.િદનેશચંદ્ર
નર્મદાશંકર જોષીના પત્નિ, વિમલભાઈના માતા, નલિનીબેન (િવણાબેન) ના સાસુ, દર્શન, મયુરી
શિવમકુમાર સાકરીયાના દાદી, મનસુખલાલ ચંપકલાલ વ્યાસ (ધોરાજી)ના દિકરી, યોગેશભાઈ, અતુલભાઈ,
નિલેશભાઈ જોષીના કાકાનું તા.7 ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.11 નાં સાંજે 6 કલાકે જાગનાથ
મહાદેવ મંદિર, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ છે.
જામ
ખંભાળીયા: નવલદાસ વલ્લભદાસ ભાયાણી (ઉ.74) તે સ્વ.વલ્લભદાસ રૂગનાથભાઈ ભાયાણી (બારાવારા)ના
પુત્ર, લીલાભાઈ (બારા), રમણભાઈ, કાંતિભાઈના મોટાભાઈ, રોહિતભાઈના પિતા, સોમજીભાઈ વિઠ્ઠલાણીના
જમાઈનું તા.8 ના અવસાન થયુ છે. બેસણુ તા.10 ના સાંજે 4 થી 4.30 જલારામ મંદિર (પ્રાર્થના
હોલ) જામ ખંભાળીયા ખાતે ભાઈઓ, બહેનોનું સંયુક્ત શ્વસુરપક્ષની સાદડી સાથે છે.
ગઢડા
(સ્વામીના): સ્વ.બાલકૃષ્ણ દામોદરદાસ ઓઝા (ગોકુળભાઈ કંઠીવાળા) ની દીકરી મોરબી નિવાસી
સોનલબેન અજીતરાય ત્રિવેદી (ઉં.પર), ફાલ્ગુનીબેન (અમદાવાદ), કલ્પનાબેન (મહુવા), મહેશભાઈ
એમ. ઓઝા, ચંદ્રકાંતભાઈ એ. ઓઝા, પલકબેન (સાવરકુંડલા), પલ્લવીબેન (ગઢડા), કુલદીપભાઈ
(ગઢડા)ના બહેન, શામબેન (ભાવનગર), અરુણાબેન (સાવરકુંડલા), મનોરમાબેન (પોરબંદર), બીપીનભાઈ
ઓઝા, સ્વ.ઉષાબેન બીપીનભાઈ ઓઝાના ભત્રીજીનું તા.6 ના અવસાન થયુ છે. પિયર પક્ષનું તા.11
નાં સાંજે 4 થી 6 ગઢડા ખાતે નવી મામલતદાર ઓફિસ પાછળ, ભાથીજી મહારાજની પાસે છે.
વેરાવળ:
ગોરધનદાસ દુર્લભદાસ તન્ના (ઉ.80) તે રમણીકભાઈ, પ્રફુલભાઈના ભાઈ, વિકાસભાઈના પિતાનું
તા.9 ના અવસાન થયુ છે. બેસણુ/ઉઠમણુ તા.11 નાં સાંજે પ થી 6 બિલેશ્વર મંદિર, શિક્ષક
કોલોની વેરાવળ છે.
જામનગર:
ટી.કે.મોદી તથા સુધાબેન ટી.મોદીની પૌત્રી આનંદી (ઉ.14) તે રિદ્ધિ મુવીઝવાળા રાજેશકુમાર
તથા તૃપ્તિબેનના પુત્રી, હર્ષ આર. મોદી, હેતના નાના બહેન, મિરાજ શશિકાંતભાઈ કટારીયા
(ગોપાલ) ટંકારાના ભાણેજ, રીનાબેન કે.મદલાણી, કેતનભાઈ વી. મદલાણી, કિશોર, ભાવેશ, મનિષ,
થાણા, કેતન મહેન્દ્રભાઈ અને સંદીપ મહેન્દ્રભાઈ વિઠલાણી (ખંભાળીયા)ના ભત્રીજીનું તા.7
ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.11 ના સાંજે પ થી પ:30 પાબારી હોલ, તળાવની પાળ, જામનગર
ભાઈઓ, બહેનો માટે મોસાળ પક્ષની સાદડી સાથે છે.
રાજકોટ:
કચ્છી લોહાણા સ્વ.ખીમજી ગાંગજી કોઠારીના દિકરા રાજેશભાઈ (ઉ.66) તે હરીભાઈ, કિશોરભાઈ,
કલાબેન, રંજનબેન, ભારતીબેન તથા જ્યોત્સનાબેનના નાનાભાઈનું તા.9 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા
તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
રાજકોટ:
મંછાબેન પરમાર તે નાથાભાઈ પરમારના પત્ની, જયેશભાઈ, બકુલભાઈ, મધુબેન હરિસિંહ ચૌહાણ,
નીતાબેન દિનેશભાઈ હેરમા, શીતલબેન જીતેન્દ્રભાઈ જાદવના માતાનું તા.6 ના અવસાન થયુ છે.
બેસણુ તા.11 નાં સાંજે 4 થી 6 ચંદ્રેશવાડી, લક્ષ્મીનગર, અતિથિ ચોક પાસે, પ્રાઈમ હોસ્પિટલની
બાજુમાં, રાજકોટ છે.
રાજકોટ:
સ્વ.િવઠ્ઠલભાઈ દેવરાજભાઈ ઘોડાસરા (કોલકીવાળા) ના પુત્ર અશ્વિનકુમાર (ઉં.64) તે કાજલબેનના
પતિનું તા.8 ના અવસાન થયુ છે. બેસણુ તા.11 નાં સવારે 8.30 થી 10 સ્પીડવેલ પાર્ટી પ્લોટ,
રાજકોટ છે.
બોટાદ:
ઉંડવીયા શારદાબેન જમનાદાસ (ઉં.77) તે સ્વ.જમનાદાસ મણીલાલ ઉંડવીયાના પત્ની, સ્વ.બાબુલાલ
રામજીભાઈ ધોળકિયાના પુત્રી, સ્વ.માણેકલાલ, સ્વ.અમૃતલાલ, રમણીકલાલ, હિંમતલાલના ભાભી,
સ્વ.હીરાબેન હિંમતલાલ રોજેસરા, ઈન્દુબેન કિશોરકુમાર ભડીયાદરાના ભાભી, યોગેશભાઈ (ભાવનગર),
વિજયભાઈ (રાજકોટ), મનોજભાઈ (બોટાદ), ભાવનાબેન રમેશકુમાર પાટડીયા (ભાવનગર)ના માતા, અમીબેન
યોગેશભાઈ, ફાલ્ગુનીબેન વિજયભાઈ, પારુલબેન મનોજભાઈના સાસુનું તા.7 ના અવસાન થયુ છે.
બેસણુ તા.11 નાં સાંજે 4 થી પ.30 હરીદર્શન સામેનો ખાચો ખોડલધામ ગ્રાઉન્ડ ગઢડા રોડ બોટાદ
છે.
દ્વારકા:
મૂળ ગામ ટેંક (રાજસ્થાન) હાલ દ્વારકા નિવાસી પ્રેમલતાબેન મહેશભાઈ ફલડીયા (ઉ.70) તે
મનીષભાઈ, મનીષાબેન (દ્વારકા), મીતાબેન રામકીશોર શર્મા (જયપુર)ના માતાનું અવસાન થયુ
છે. અંતિમ યાત્રા તા.10 ને બુધવારે સવારે 10 કલાકે તેમના નિવાસ સ્થાન તીન બત્તી ચોક,
આદિત્ય રોડ, દ્વારકાથી નિકળશે.