• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

avshan nodh

દેહદાન

મોડાસા: નવરાત્રીના પવિત્ર પર્વમાં જ્યાં માતૃશક્તિની આરાધના કરવામાં આવે છે, ત્યાં ધનસુરા તાલુકાના કંજરી કંપામાં બે દીકરીઓની માતા 80 વર્ષીય હીરાબાએ દેહદાન થકી માનસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડયું છે. ભવિષ્યમાં અનેક દર્દીઓની સેવા માટે તબીબો તૈયાર થાય તેવા ઉમદા આશય સાથે પરિવારજનોએ હીરાબાનું દેહદાન કરાવ્યું હતું. જાયન્ટસ મોડાસાની પ્રેરણાથી થયેલું આ 13મું દેહદાન થયું છે. હીરાબાની બે દીકરીઓ મીનાબેન, ભત્રીજા હીતેશભાઈ તથા પરિવારના અન્ય સભ્યોએ તેમની અંતિમ ઈચ્છાને માન આપીને દેહદાન માટે પહેલ કરી હતી. પરિવારજનોએ જાયન્ટસ મોડાસાના દેહદાન-ચક્ષુદાન પ્રોજેક્ટના ચેરમેન નવીન રામાણીનો સંપર્ક કરતા જાયન્ટસ ઈન્ટરનેશનલ કમિટી મેમ્બર નીલેશ જોષી, ઝોન ડાયરેક્ટર પ્રવીણ પરમાર, પ્રમુખ અમરીશ પંડયાના માર્ગદર્શન અને પ્રેરણાથી દેહદાનની પ્રક્રિયા થઈ હતી.

રાજકોટ: શારદાગૌરી ઉમેશચંદ્ર જેઠવા (ઉં.60) તે ઉમેશચંદ્ર મકનજીભાઈ જેઠવા (દિનેશ વોચ કંપની)ના પત્ની, સ્વ.ગોવિંદભાઈ રણછોડભાઈ રાઠોડ (બગસરા)ના પુત્રી, નેહા ઉમેશચંદ્ર જેઠવાના માતા, રંજનાબેન (આરએમસી) તથા સોનલબેન અને દિનેશભાઈ તથા કૈલાશભાઈના ભાભીનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.15ના બપોરે 4 થી 6, પંચનાથ મહાદેવ મંદિર, પંચનાથ પ્લોટ, રાજકોટ છે.

રાજકોટ: મુળ ભાલસર હાલ રાજકોટ જયાબેન મનસુખભાઈ રાયચુરા (ઉં.76) તે સ્વ.મનસુખભાઈ રાયચુરાના પત્ની, સ્વ.દેવચંદભાઈ જેરાજભાઈ ધનેશાના પુત્રી, ચંદ્રેશભાઈ (લાલાભાઈ) રાયચુરાના માતા, હસમુખભાઈ, ભરતભાઈ, રમેશભાઈ, ચંદ્રકાન્તભાઈ, જયંતિભાઈ, જગદીશભાઈ રાયચુરાના કાકી, હિરેનભાઈ અને અશ્વિનભાઈ રાયચુરાના મોટા બાનું તા.11ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.15ના સાંજે 4 થી 6, જી-704, પંડિત દિન દયાળ નગર, રંગોલી પાર્ક, હાઉસીંગ બોર્ડ ક્વાર્ટર, કટારીયા ચોકડી પાસે, કાલાવડ રોડ, રાજકોટ છે.

પોરબંદર: જયંતિલાલ બાબુલાલ પરમાર તે કિરીટભાઈના ભાઈનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.15ના 4 થી 6, એ.સી.સી. ગ્રાઉન્ડ સામે આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે છે.

રાજકોટ: સ્વ.દેવચંદભાઈ ખંધેડિયાના પુત્ર રમણીકલાલ (ઉં.78)(રાજેશ બુક સ્ટોરવાળા) તે અમિતભાઇ, જસ્મીનભાઈ, જાનકીબેનના પિતા, શાંતિલાલ ઓધવજીભાઈ ચોલેરાના જમાઈ, નિલેશ્વરીબેન, ભાવિતાબેન પ્રશાંતભાઈના સસરા, જીલ, ક્રિશા, ઓમ, આદિતના દાદા, નીવ અને દીપના નાનાનું તા.13ના અવસાન થયું છે. બેસણું તા.15ના સવારે 8-30 થી 10, નાગર બોર્ડીંગ, વિરાણી સ્કૂલની સામે, ટાગોર રોડ, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક