• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

અવસાન નોંધ

ચક્ષુદાન

રાજકોટઃ ભાવિનીબેન તે અરવિંદભાઇ બાબુલાલ વોરાના  પત્ની, હિરલબેન તથા પ્રણવભાઇના માતા તથા ભારતીબેન દિલીપભાઇ ગાંધી અને તરુબેન વિજયકુમાર ઉનડકટના ભાભીનું તા.11ના અવસાન થયું છે. વોરા પરિવાર દ્વારા સ્વર્ગસ્થ ભાવિનીબેન વોરાના ચક્ષુઓનું દાન કરવામાં  આવ્યું છે. ઉઠમણું તા.15ને ગુરુવારે સાંજે 4-30 શ્રી મહાવીરનગર ઉપાશ્રય, મહાવીર સોસાયટી લીંબડી વાડી પાસે કાલાવડ રોડ ખાતે છે.

ચક્ષુદાન

રાજકોટઃ શીતલબેન અલકેશભાઇ કામદારનું  અવસાન થતા તેમના પરિવારની ઇચ્છાનુંસાર ચક્ષુદાન તથા સ્કીન ડોનેશન કરાવેલું છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટની પેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 904મું ચક્ષુદાન થઇ છે.

ચક્ષુદાન

ધોરાજીઃ ભોળા ગામના રમેશભાઇ નાથાભાઇ વાછાણીનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છાનુસાર ચક્ષુદાન કરાયું છે. માનવ સેવા યુવક મંડળની પ્રેરણાથી ધોરાજી સરકારી હોસ્પિટલમાં 460મું ચક્ષુદાન થયું છે.

ચક્ષુદાન

ધોરાજીઃ નાની પરબડી ગામના મનીષાબેન દિનેશભાઇ વાગડિયાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છાનુસાર ચક્ષુદાન કરાયું છે. માનવ સેવા યુવક મંડળની પ્રેરણાથી ધોરાજી સરકારી હોસ્પિટલમાં 459મું ચક્ષુદાન થયું છે.

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ ભાર્ગવીબેન જોષી (ઉં.57) તે સ્વ.હર્ષદરાય રેવાશંકર પાઠકના પુત્રી, સુધીરભાઈ કનૈયાલાલ જોષીના પત્ની, શ્વેતાબેનના માતા, અમરીશભાઈ દવેના સાસુ, પંકજભાઈના નાનાભાઈના પત્ની, જયશ્રીબેન, તૃપ્તિબેન, દિપ્તીબેનના ભાભી, હિતેશભાઈ, ધવલભાઈ તેમજ ઓમભાઈના કાકી, શૈલેષભાઈ, જીગ્નેશભાઈ, વંદનાબેનના બહેન, કેયુરભાઈ તેમજ કોમલબેનના ફોઈનું તા.13ના અવસાન થયું છે. બેસણું તા.15ને ગુરૂવારે સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાન, “રૂદ્રાક્ષ”, યોગીનગર-5, અમૃતા હોસ્પિટલ પાછળ, રૈયા ચોકડી, રાજકોટ ખાતે છે.

રાજકોટઃ સમતાબેન તે સ્વ.કેશવલાલ કાનજીભાઈ પુજારાના પત્ની, ઘનશ્યામભાઈ (હાલ ધ્રાંગધ્રા), સ્વ.બળદેવભાઈ (હાલ અમદાવાદ), હર્ષદભાઈ, હર્ષાબેન, બિપીનભાઈ અઢીયાના માતા તથા જીગર, ભગત, મીતલ, જય, મૌલિક, ભાવિનના દાદીનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.15ને ગુરૂવારે સાંજે 4-30 થી 6, રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર ચોક, રાજકોટ ખાતે છે.

જેતપુરઃ રમણીકલાલ સુબા (ઉં.77) તે મથુરાદાસ હરિદાસ સુબાના પુત્ર, સ્વ.તુલસીભાઈના નાનાભાઈ, સ્વ.હરેશભાઈ, સ્વ.િકશોરભાઈ, સ્વ.ભરતભાઈ, જીતેન્દ્રભાઈ અને ઈલાબેન માણેકલાલ વિઠલાણીના મોટાભાઈ તેમજ કિર્તીભાઈ, નિતીનભાઈ, દક્ષાબેન જલ્પેશભાઈ કટારીયાના પિતાનું તા.14ના અવસાન થયું છે. ઉઠમણું તા.15ને ગુરૂવારે સાંજે 5 થી 6, સામનાથ મહાદેવ મંદિર, દેસાઈ વાડી, જેતપુર ખાતે છે.

સાવરકુંડલાઃ કાંતાબેન દેવજીભાઈ ઢોલરીયા તે ઘનશ્યામભાઈ, ભરતભાઈના માતા, કિશનભાઈના બાનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.15ને ગુરૂવારે સવારે 8 થી સાંજે 5 ઝીંઝુડા ગેટ, પટેલવાડી પાસે, સાવરકુંડલા ખાતે છે.

સાવરકુંડલાઃ જયભાઈ ગોપાલભાઈ બોરીસાગર (ઉં.18 મહિના) તે ગોપાલભાઈના પુત્ર, ચંપકભાઈ છબીલભાઈ બોરીસાગરના પૌત્રનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.15ને ગુરૂવારે સાંજે 4 થી 6, રાજગોર બ્રાહ્મણ બોર્ડિંગ, દેવળા ગેટ, નેસડી રોડ, સાવરકુંડલા ખાતે છે.

સાવરકુંડલાઃ અલ્પેશભાઈ ગઢીયા (ઉં.45) તે જીતેન્દ્રભાઈના પુત્ર, અજયભાઈ (પપુભાઈ), રવિભાઈના મોટાભાઈ, પ્રીતભાઈના પિતા, વિનોદભાઈ પરશોત્તમભાઈ ખખ્ખરના જમાઈનું તા.13ના અવસાન થયું છે. ઉઠમણું તા.15ને ગુરૂવારે સાંજે 4 થી 6, સનાતન આશ્રમ, જેસર રોડ ખાતે પિયર પક્ષની સાદડી સાથે છે.

રાજકોટઃ મનીષાબેન (મનહરબેન) તે હર્ષદભાઈ રામપ્રસાદ નિમાવતના પત્ની, સ્વ.પૂરણદાસ વિઠ્ઠલદાસ રામાવતના પુત્રીનું તા.11ને રવિવારે અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું તા.16ને શુક્રવારે સાંજે 4 થી 6, કોપર કોર્નર, કોપર ગ્રીન પાસે, ભગવતીપરા મેઈન રોડ, રાજકોટ ખાતે છે.

રાજકોટઃ શારદાગૌરી (ઉં.60) તે ઉમેશચંદ્ર મકનજીભાઈ જેઠવા (િદનેશ વોચ કંપની)ના પત્ની, નેહાબેનના માતા, દિનેશચંદ્ર (ઈન્કમ ટેક્ષ ઓફિસ), કૈલેશચંદ્ર (એસબીઆઈ), સ્વ.ભારતીબેન કૌશિકકુમાર ગોહેલ (ભરૂચ), રંજનાબેન (આરએમસી, વોર્ડ નં.7 ભાજપ મહિલા મોરચાના પ્રભારી), સોનલબેન (પાસપોર્ટ ઓફિસ)ના ભાભી, ઉષાગૌરી ડી.જેઠવાના (દેરાણી), મિતુલભાઈ તથા મોહિતના કાકીનું તા.11ને રવિવારે અવસાન થયું છે. બેસણું તા.15ને ગુરૂવારે સાંજે 4 થી 6, પંચનાથ મહાદેવ મંદિર, પંચનાથ પ્લોટ, રાજકોટ

ખાતે છે.

જામનગરઃ અજયભાઈ ગોપાલદાસ કાલથીયા (ઉં.72)(કાલથીયા ક્લાસીસવાળા)નું તા.11ને રવિવારે અવસાન થયું છે. બેસણું તા.15ને ગુરૂવારે સાંજે 4-30 થી 5-30, કૌશલ્યાધામ, ઉમિયાનગર રોડ, લાલવાડી ગાર્ડન સામે, લાલવાડી મેઈન રોડ, જામનગર ખાતે છે.

ઇ-પેપરના નવા શુલ્ક