• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

avshan nodh

રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને જૈન શ્રેષ્ઠી સુરેશભાઈ દોશીનું અવસાન : ચક્ષુદાન

રાજકોટ: સુરેશભાઈ છોટાલાલ દોશી (ઉં.85)(મેં.અશોક એન્જીનીયરીંગ એન્ડ ફાઉન્ડ્રીસ વર્કસવાળા) તે પૂર્વીબેન દર્શનભાઈ લાખાણી, નેહાબેન બિમલભાઈ મહેતા, લીનાબેન પરિમલભાઈ વાઘરના પિતા અને જિતેન્દ્રભાઈ કાંતિલાલ દોશી, કેતનભાઈ ચંદ્રકાંતભાઈ દોશીના કાકાનું તા.15ને ગુરૂવારે અવસાન થયું છે. સ્મશાનયાત્રા તા.16ને શુક્રવારે સવારે 9-30 કલાકે તેમના નિવાસ સ્થાન “સુરજ એપાર્ટમેન્ટ 2”, ફ્લેટ નંબર-18, શ્રોફ રોડ, કલેક્ટર ઓફિસ પાસેથી મોટામવા સ્મશાને જશે. સદગતનું ચક્ષુદાન

કરાયું છે.

 

 

બગસરા: બગસરા નિવાસી હાલ જેતપુર સ્વ.લક્ષ્મણભાઈ ગોવાભાઈ બાબરિયાના પુત્ર છગનભાઈ બાબરીયા (ઉં.80) તે ભાવેશભાઈ, સુધાબેન, પારૂલબેન, જીજ્ઞાશાબેનના પિતા તેમજ લાલજીભાઈ, સ્વ.ભોળાભાઈ, કરશનભાઈના ભાઈનું તા.15 ના રોજ અવસાન થયું છે. બેસણુ તા.19 ને સોમવારે બપોરે 4 થી 6, ‘કુદરત’, નકલંક આશ્રમ રોડ, જય પાર્ક, જેતપુર રાખેલ છે.

વેરાવળ: સોની મનસુખલાલ ગોરધનદાસ (ઉં.82) તે જીતેશભાઈ, કેતનભાઈના પિતા અને સ્વ.રમણીકભાઈ, રસિકભાઈ, મહેશભાઈ, અરુણભાઈના મોટાભાઈનું તા.15 ના રોજ અવસાન થયું છે. બેસણુ તા.16 ને શુક્રવારે સવારે 10 થી 11 કાશી વિશ્વનાથ મંદિર, રેયોન હાઉસીંગ સોસાયટી ખાતે

રાખેલ છે.

જામનગર: દમયંતીબેન વૈકુંઠરાય ઓઝા (ઉં.85) તે સ્વ.અશોકભાઈ ઓઝા (રેલવે), કિરીટભાઈ, ઈલાબેન ઓઝા (રાજકોટ), હેમાબેન ત્રિવેદી (ભાવનગર) ના માતુશ્રી, ઉર્મિલાબેન અશોકભાઈના સાસુ, ભાવિન ઓઝા (રેલવે), અંકિતા ત્રિવેદીના દાદીમા, લક્ષિતાના દાદી સાસુ, મિવાનના પરદાદીનું તા.15 ના અવસાન થયું છે. અંતિમયાત્રા તા.16 ના રોજ સવારે 8:30 વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી સોનાપુરી જવા નીકળશે. બેસણુ તા.16 ના સાંજે પ થી પ:30 પાબારી હોલ, તળાવની પાળે રાખવામાં આવ્યું છે.

મોરબી: યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ ચાર્મીબેન તે અલ્પેશભાઈ ધીરજલાલ દવેના ભત્રીજા વહુ, વિમલ ધીરજલાલ દવેના પુત્રવધુ અને હર્ષ વિમલભાઈ દવેના પત્નીનું બુધવારે અવસાન થયું છે. બેસણુ શુક્રવાર તા.16 ના સાંજે 4 થી 6 શ્રીમાળી બ્રાહ્મણવાડી, નાની બજાર, મોરબી ખાતે છે.

રાજકોટ: દશા સોરઠીયા વણિક સુર્યકાંતભાઈ (નટુભાઈ) હરખચંદભાઈ સાંગાણી (ઉ.80) તે વનિતાબેનના પતિ, પ્રિતેશભાઈ સાંગાણી, ભાવિનીબેન ગગલાણી તથા તૃપ્તિબેન માયાણીના પિતા તેમજ જીજ્ઞા સાંગાણી અને સચિનભાઈ માયાણીનાં સસરા તથા હંસાબેન, ચંદ્રિકાબેન અને કુમુદબેનનાં ભાઈનું તા.15 ના ગુરૂવારે અવસાન થયું છે. તા.16 ને શુક્રવારે સાંજે 4 થી 6 પંચશીલ હોલ, પંચશીલ સોસાયટી મેઈન રોડ, દોશી હોસ્પિટલ પાસે, ગોંડલ રોડ, રાજકોટ ખાતે છે.

રાજકોટ: ધનસુખભાઈ ભવાનભાઈ વાજા (ઉ.વ.80) તે નિવૃત્ત જીઈબી કર્મચારી તે સુરેશભાઈ વાજા (જીઈબી) તથા બચુભાઈના મોટાભાઈ, દેવેન્દ્રભાઈ તથા નિલેશભાઈના પિતા, ભુપતભાઈ ઘોઘાભાઈ ચૌહાણના સસરા તેમજ પવિત્ર, જયપાલ, ભવ્ય અને જીયાના દાદાનું તા.14 ના અવસાન થયું છે. બેસણુ તા.16 ને શુક્રવારે સાંજે 4 થી 6 સોરઠિયા રજપૂત ભવન, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે છે.

ગોંડલ: ચંદ્રકાંતભાઈ (ઉ.વ.68) તે સ્વ.શાંતિલાલ માણેકચંદ મહેતાના પુત્ર, દિલીપભાઈના ભાઈ, નીલય તથા ઉદયના પિતા, ગૌતમભાઈના કાકા, વિજયભાઈ લાઠીયાના બનેવીનું તા.1પ ના અવસાન થયું છે. ઉઠમણુ તા.16 શુક્રવારે બપોરે 4 કલાકે દાદા ડુંગર ઉપાશ્રય, નાની બજાર, ગોંડલ ખાતે છે.

જામનગર: નવીનભાઈ પુનમચંદ દોશી (ઉં.83, અમેરીકા) તે મૃદુલાબેનના પતિ, આનંદના પિતા, કેજલ આનંદ દોશીના સસરા તથા સ્વ.શારદાબેન, સ્વ.મધુબેન, સુમતીબેન, ચંદ્રીકાબેન, રસીલાબેન તથા ભારતીબેનના ભાઈ, રંગીલાદાશ નથુભાઈ વારીઆ (રાજકોટ) ના જમાઈનું તા.10 ના અમેરીકા ખાતે અવસાન થયું છે.

રાજકોટ: સરલાબેન (ઉ.વ.78) તે સ્વ.િકશોરભાઈ રામજીભાઈ કાનાબારના પત્ની, આનંદભાઈ, ઉદયભાઈ, અમિતભાઈના માતા, સ્વ.મગનલાલ પ્રભુદાસભાઈ સાતા તથા સ્વ.ચુનીલાલ સાતા (ગોળવાળા) ના બહેનનું તા.1ર ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા અને પિયર પક્ષની સાદડી તા.16 ને શુક્રવારે સાંજે 4 થી પ, શ્રી ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધર્મનગર, 1પ0 ફિટ રિંગ રોડ, સ્ટર્લિંગ હોસ્પિટલની પાછળ, રાજકોટ ખાતે છે.

મુંબઈ: વડનગરા નાગર અંજનાબેન હાથી (ઉ.86) તે સ્વ.ચંદ્રકાંત હાથીનાં પત્ની, માધવી ધોળકિયા અને રીટા પુરાણીનાં માતા, સ્વ.િહરેન ધોળકિયા અને અતુલ પુરાણીનાં સાસુ તથા જીત-હીના, આકાંક્ષા, ધર્મજ્ઞ અને જસ્મિનનાં નાનીનું તા.11 ના અવસાન થયું છે.

આમરણ: રાજેશભાઈ (ઉ.વ.64) તે સ્વ.ખીમજીભાઈ વશરામભાઈ ચગ (ઠા.વશરામ રામજી એન્ડ સન્સ તથા જયેશ ટ્રેડીંગવાળા) ના પુત્ર, નવિનચંદ્રના ભાઈ, જયેશભાઈ તથા સ્વિટીબેન ઉમંગ કુમાર શિંગાળાના કાકા, સ્વ.ચંદનબેન નવીનચંદ્ર પંડિત, સ્વ.િવનુબેન,સ્વ.લતાબેન મહેન્દ્રકુમાર રાચ્છ, જયશ્રીબેન અનિલકુમાર કોટક, સ્વ.દમયંતીબેન વિજયકુમારલાલના ભાઈનું તા.1પ ને ગુરૂવારે અવસાન થયું છે. બેસણુ તા.17 ને શનિવારે સાંજે 4 થી પ:30 પટેલ સમાજની વાડી, ડાયમંડનગર, આમરણ મુકામે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક