ગુજરાતમાં
80 લાખ ગાંસડી બંધાવાની આશા : ત્રણ મહિનામાં 31 ટકા જિનીંગ પૂર્ણ
રાજકોટ,
તા.8 (ફૂલછાબ ન્યૂઝ) : કપાસનું વાવેતર ગુજરાતમાં ઘટી ગયા પછી ઉત્પાદનમાં પણ નબળા ઉતારાને
લીધે કાપ છે. છતાં ગુજરાતની જિનીંગ મિલોમાં 80 લાખ ગાંસડી બાંધવામાં આવે તેવી ધારણા
છે. ડિસેમ્બરમાં પૂરાં થતા ત્રણ માસ દરમિયાન ગુજરાતમાં 25.21 લાખ ગાંસડી બની છે. આમ
કુલ 31 ટકા જેટલી આવક સંપન્ન થઇ છે.
અમદાવાદના
અગ્રણી બ્રોકર કહે છે, પાછલા વર્ષમાં 90.27 લાખ ગાંસડી સીઝનના અંતે બંધાઇ હતી. તેની
તુલનાએ 10 લાખ ગાંસડી ઓછી બંધાશે. અલબત આપણે ત્યાં મહારાષ્ટ્રનો કપાસ પણ આવે છે. જેની
આવક આ વર્ષે આશરે 12 લાખ ગાંસડી જેટલી રહેવાનો અંદાજ છે. ગુજરાતનું પોતાનું ઉત્પાદન
68 લાખ ગાંસડી રહી શકે છે.
પાછલા
વર્ષે પ્રથમ ત્રણ માસમાં 31.62 લાખ ગાંસડી બાંધવામાં આવી હતી. પ્રેસીંગમાં આ વખતે
20 ટકાનો ઘટાડો થયો છે એનું કારણ જણાવતા તેમણે ઉમેર્યુ કે, વાવેતર અને ઉત્પાદન ઓછાં
છે. પાછલા વર્ષે જૂના કપાસનો બોજ વ્યાપક હતો એ ડિસેમ્બર સુધી ખેડૂતોએ વેંચ્યો એટલે
તે વખતનું પ્રેસીંગ વધુ દેખાય છે. જોકે આ વખતે આવક ઓછી છે તો આગળના મહિનાઓમાં તે ક્રમશ
: થતી રહેશે.
ગુજરાતના
માર્કેટીંગ યાર્ડમાં કપાસની આવક પ્રવર્તમાન સમયે દોઢ લાખ મણ સુધી પહોંચી ગઇ છે. જોકે
કપાસના ભાવમાં છેલ્લાં ત્રણ દિવસમાં રૂ. 50 જેટલો સુધારો થઇ ગયો છે. મંડીઓમાં કપાસ
રૂ. 1300-1525 સુધી સરેરાશ વેચાય છે. જોકે પુરવઠાની ખેંચ કરતા તેજીમાં કપાસિયા અને
ખોળના ભાવમાં ઝડપથી આવેલા ઉછાળાની અસર (જુઓ પાનું 10)
વધારે
પડી હતી. કપાસના ભાવ હાલ ઘસાયને સ્થિર રહેવાની ધારણા છે.
ગુજરાતમાં
499 જેટલી જિનીંગ મિલોમાં પ્રેસિંગ ચાલુ છે. જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રમાં 326 જિનો
ચાલી રહી છે. ઉત્તર ગુજરાતમાં 133 જિનો, મેઇન લાઇનમાં અર્થાત મધ્યમાં 30 અને કચ્છ પંથકમાં
10 જિનો ચાલી રહી છે.
ગુજરાતમાં
સંકર રૂની ગાંસડીનો ભાવ ખાંડીએ રૂ. 54100-54500 ચાલી રહ્યો છે. જે તળિયાના મથાળેથી
રૂ. 1000 જેવો વધીને અત્યારે સ્થિર થયો છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ માર્ચથી ઓગસ્ટ સુધીનું
રૂ રૂ. 57700-59700 વચ્ચે ફોરવર્ડમાં વેચવાલ છે.
સીસીઆઇએ
ખરીદી 63 લાખ ગાંસડી
કોટન
કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ દેશમાં અત્યાર સુધીમાં 63 લાખ ગાંસડીની ખરીદી કરી લીધી છે.
જે દેશમાં થયેલી કુલ આવકના 46 ટકા જેટલી છે. આમ ચાલુ વર્ષે બજારમાં ગાંસડી ફરવા કરતા
સીસીઆઇના ગોદામોમાં વધારે ગઇ છે. દેશભરમાં કુલ મળીને 136 લાખ ગાંસડીની આવક થઇ ચૂકી
હોવાની ધારણા છે. ગુજરાતમાંથી સીસીઆઇએ સાડા ચાર લાખ ગાંસડી ખરીદી લીધી હોવાનો અંદાજ
છે.