• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

કચ્છ-સૌરાષ્ટ્ર સહિતના છ પ્રદેશોને ‘ગ્રોથ હબ’ બનાવવા રૂ. 6600 કરોડ

 

-િવકસિત ગુજરાત ફંડ માટે પણ મોટી ફાળવણી

રાજકોટ,તા.18 ઃ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો, કચ્છ અને સુરત એમ કુલ છ પ્રદેશોને ગ્રોથ હબ તરીકે વિકસાવવા માટે ઓળખ કરવામાં આવી છે. અંદાજપત્રમાં રૂ. 6600 કરોડની ફાળવણી થઇ છે. જેમાં 80 જેટલા પ્રોજેક્ટસ તૈયાર કરાયા છે. એ ઉપરાંત દરેક પ્રદેશો માટે ઇકોનોમિક માસ્ટર પ્લાન પણ બનાવવામાં આવ્યા છે.

છ પ્રદેશોનો સંતુલિત વિકાસ કરવા માટે જંગી રકમ ફાળવવામાં આવી છે. નવા પ્રોજેક્ટસ ઉદ્યોગ, પ્રવાસન, રોડ નેટવર્ક અને અન્ય માળખાગત સુવિધાઓમાં વધારો કરશે.

છોટાઉદેપુરમાં કડીપાણી માઈનિંગ સુવિધાના વિસ્તરણ માટે રૂ.100 કરોડની જોગવાઈ થઇ છે. જંબુસર અને સાયલામાં ડીપ સી પ્રોજેક્ટ માટે રૂ.806 કરોડ ફાળવાયા છે.  2025-26 થી શરૂ કરીને પાંચ વર્ષ માટે રૂ.50,000 કરોડનું ‘િવકસિત ગુજરાત ફંડ’ બનાવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ માટે હાઈ-સ્પીડ કોરિડોર, રીઝનલ ઇકોનોમિક માસ્ટર પ્લાનમાં દર્શાવેલ પ્રોજેક્ટ્સનો અમલ, પાણી પુરવઠાના પ્રોજેક્ટ્સ, પ્રવાસન, એક્સપ્રેસ વે વગેરે માટે રૂ.10,000 કરોડની ફાળવણી પ્રસ્તાવિત છે.

પ્રાદેશિક કનેક્ટિવિટીને મજબૂત કરવા માટે ડેડિકેટેડ સ્ટેટ એક્સપ્રેસ-વેના વિકાસ અર્થે રૂ.3000 કરોડની જોગવાઈ થઇ છે.

ધોલેરા સરમાં ટ્રેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને સાણંદ-2  ઔદ્યોગિક વસાહત ખાતે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા માટે રૂ.400 કરોડની જોગવાઈ થઇ છે. એમ.એસ.એમ.ઈ. અને સેવા ક્ષેત્રના ડેડીકેટેડ ફંડ, પ્રતિ ફંડ રૂ.100 કરોડની જોગવાઇ થઇ છે.  ભૂગર્ભ કોપર-લીડ-ઝીંક ખાણ ધરાવતા અંબાજી કોપર પ્રોજેક્ટ માટે રૂ.600 કરોડથી વધુની જોગવાઈ છે અને કડાણા ડેમ ખાતે ફ્લાટિંગ સોલર પ્રોજેક્ટ માટે રૂ.150 કરોડ ફાળવાયા છે.

ઇ-પેપરના નવા શુલ્ક